લોડ થઈ રહ્યું છે...
--:--:--

દેશ-વિદેશ

હવામાન વિભાગનું 4 દિવસનું એલર્ટ, જાણો કયાં રાજ્યોમાં કઈ તારીખે પડશે ભારેથી અતિભારે વરસાદ | IMD Monsoon Alert: Heavy Rain Forecast For Gujarat And 20 States Till June 5

by

Thenewsdk

Updated: 01-06-2026, 11.14 PM

Follow us:

હવામાન વિભાગનું 4 દિવસનું એલર્ટ, જાણો કયાં રાજ્યોમાં કઈ તારીખે પડશે ભારેથી અતિભારે વરસાદ | IMD Monsoon Alert: Heavy Rain Forecast For Gujarat And 20 States Till June 5



IMD Monsoon Alert : હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી મુજબ દેશભરમાં ચોમાસાની પ્રગતિ માટે સાનુકૂળ સંજોગો સર્જાયા છે, જેના કારણે આગામી 1 થી 2 દિવસમાં કેરળમાં વિધિવત ચોમાસું બેસી જશે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસું હવે ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે અને હાલ તે અરબી સમુદ્રના દક્ષિણ ભાગ, લક્ષદ્વીપ અને બંગાળની ખાડીના મોટાભાગના વિસ્તારોમાં પહોંચી ચૂક્યું છે. આગામી 2 થી 5 દિવસમાં તે કેરળ અને તમિલનાડુમાં એન્ટ્રી કરે તેવા એકદમ સાનુકૂળ સંજોગો વચ્ચે ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીના કારણે વાતાવરણમાં મોટો પલટો જોવા મળશે.

ગુજરાતમાં ત્રણ દિવસનું એલર્ટ

બે સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થવાથી 2થી 4 જૂન દરમિયાન વાતાવરણ બદલાશે અને તાપમાન 4 ડિગ્રી સુધી ગગડશે. આજે 6 જિલ્લામાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. 2 જૂને દ્વારકા, જામનગર અને પોરબંદર સિવાય સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદનું યલો એલર્ટ રહેશે. 3 જૂને સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ સાથે યલો એલર્ટ લાગુ પડશે. 4 જૂને મધ્ય-ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં રાહત રહેશે, પરંતુ સુરત, નવસારી, વલસાડ, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં વરસાદ ચાલુ રહેશે.

આ પણ વાંચો : ભારત-ઓમાન વચ્ચે CEPA લાગુ: 99 ટકા સામાન પર ઝીરો ડ્યુટી! જાણો કોને કોને મળશે લાભ

દેશના અનેક રાજ્યોમાં 5 જૂન સુધી એલર્ટ

  • કેરળ અને તમિલનાડુ : આગામી 2થી 5 દિવસમાં ચોમાસાનું આગમન થશે. આગામી 1થી 2 દિવસમાં કેરળમાં ચોમાસું વિધિવત શરૂ થવાની પ્રબળ સંભાવના છે.
  • ઉત્તર પ્રદેશ, દિલ્હી, હરિયાણા, પંજાબ, રાજસ્થાન : પશ્ચિમી વિક્ષોભના કારણે આ રાજ્યોમાં તેજ પવન, ગાજવીજ, વરસાદ અને કરા પડવાની સંભાવના છે. પવનની ગતિ 70 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહી શકે છે. 3થી 5 જૂન દરમિયાન અહીં ફરી આંધી-વરસાદ અને ઓલાવૃષ્ટિની શક્યતા છે.
  • જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશ : નવા પશ્ચિમી વિક્ષોભની અસરથી 3થી 5 જૂન વચ્ચે પહાડી વિસ્તારોમાં આંધી, વરસાદ અને કરા પડી શકે છે.
  • પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા : ચક્રવાતી પરિસંચરણના કારણે આ રાજ્યોમાં 40થી 70 કિલોમીટર અને પવનની ગતિ વધીને 90 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવા સાથે ભારે પવન અને વરસાદની આશંકા છે.
  • અસમ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા : દક્ષિણ અસમ પર સક્રિય સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે તમામ પૂર્વોત્તર રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.
  • મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને મહારાષ્ટ્ર વિદર્ભ : મધ્ય પ્રદેશ પર બનેલી સિસ્ટમના કારણે આ ત્રણેય વિસ્તારોમાં આંધી-વરસાદની શક્યતા છે.

આ પણ વાંચો : VIDEO : ભારતનો નવો આકાશી યોદ્ધા તૈયાર : ‘દિવ્યાસ્ત્ર Mk-1’ ડ્રોનનું સફળ પરીક્ષણ, જાણો તેની ક્ષમતા



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤