લોડ થઈ રહ્યું છે...
--:--:--

દેશ-વિદેશ

મુંબઈમાં ISI અને અંડરવર્લ્ડના આતંકી મોડ્યુલનો પર્દાફાશ: દાઉદના ઘર પાસે જ બની રહી હતી ‘જીહાદી બ્રિગેડ’ | mumbai isi underworld terror module busted dawood aide linked

by

Thenewsdk

Updated: 02-06-2026, 12.11 AM

Follow us:

મુંબઈમાં ISI અને અંડરવર્લ્ડના આતંકી મોડ્યુલનો પર્દાફાશ: દાઉદના ઘર પાસે જ બની રહી હતી ‘જીહાદી બ્રિગેડ’ | mumbai isi underworld terror module busted dawood aide linked



Mumbai ISI Underworld Terror Module Busted: દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ અને કેન્દ્રીય એજન્સીઓની તપાસમાં એક મોટો ખુલાસો થયો છે. જેમાં ધરપકડ કરાયેલા શંકાસ્પદોની પૂછપરછમાં પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI અને મુંબઈ અંડરવર્લ્ડ સાથે જોડાયેલા એક નવા આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ થયો છે. એવો દાવો કરવામાં આવે છે કે, આ સમગ્ર મોડ્યુલ કથિત રીતે દાઉદ ઇબ્રાહિમ અને છોટા શકીલના નજીકના સહયોગી મુન્ના ઝીગાડા ઓપરેટ કરી રહ્યો હતો.

દાઉદના કથિત વ્હાઇટ હાઉસથી 4 કિમીના અંતરે બનાવ્યું સેફ હાઉસ

સૂત્રોના જણાવ્યા અનુસાર, મુન્ના ઝીગાડાએ કરાચીમાં એક ફાઇવ સ્ટાર હોટલ પાસે સેફ હાઉસ બનાવ્યું છે, જે દાઉદ ઇબ્રાહિમના કથિત વ્હાઇટ હાઉસ ઠેકાણાથી આશરે 4 કિલોમીટર દૂર છે. ધરપકડ કરાયેલા શંકાસ્પદોની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, મુન્ના ઝીગાડાએ આ સેફ હાઉસમાંથી વીડિયો કોલ દ્વારા ભારતીય અંડરવર્લ્ડ માટે એક નવી જેહાદી બ્રિગેડ સક્રિય રીતે તૈયાર કરી રહી હતી. તપાસ એજન્સીઓને એ પણ જાણવા મળ્યું છે કે, ઝીગાડાએ તેના નેટવર્કના સભ્યોને પોતાના તાજેતરના ફોટોગ્રાફ્સ પણ મોકલ્યા હતા, જેથી તેની ઓળખ અને સંપર્ક સતત બન્યો રહે.

પૂછપરછમાં જાણવા મળ્યું કે, મોડ્યુલમાં સામેલ ઘણા યુવકોને હેરોઈનની લત હતી. જેનો લાભ લઈને મુન્ના ઝીગાડાએ તેમના માટે હેરોઈનની વ્યવસ્થા કરી. આરોપીઓ અને તેમના પાકિસ્તાન સ્થિત હેન્ડલર્સ વચ્ચેની થયેલી વાતચીતની ચેટમાં પૈસા અને ડ્રગ્સની માગના સ્પષ્ટ સંકેત જોવા મળ્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, મોડ્યુલના સભ્યોએ ભારતમાં મોટાપાયે હુમલા કરવા માટે ₹20 લાખની માંગણી કરી હતી. ત્યારબાદ ટોકન મની આપવામાં આવી હોવાનો આરોપ છે અને પાકિસ્તાનથી મોકલવામાં આવેલા શસ્ત્રો અને હેન્ડ ગ્રેનેડ પંજાબના ગુરદાસપુર વિસ્તારમાં ફેંકવામાં આવ્યા હતા. તપાસ એજન્સીઓનું માનવું છે કે, આ સમગ્ર કામગીરી મુન્ના ઝીગાડા અને પાકિસ્તાની ISIના ઈશારે કરવામાં આવી હતી.

મુંબઈ અંડરવર્લ્ડમાં ફરી સક્રિય થવાની કોશિશ 

સુરક્ષા એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર, દાઉદ ઇબ્રાહિમ અને છોટા શકીલની વધતી ઉંમર અને ડી- કંપનીનું નબળું પડતા નેટવર્કને લઈને અંડરવર્લ્ડ ફરી એકવાર મુંબઈમાં પોતાનો દબદબો મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું. આ વ્યૂહરચનાના ભાગ રૂપે લાંબા સમયથી વિશ્વાસપાત્ર અને વિશ્વસનીય સહયોગી મુન્ના ઝીગાડાને હાથો બનાવ્યો હતો. જોકે, ભારતીય સુરક્ષા એજન્સીઓએ આ મોડ્યુલ તેના ઉદ્દેશ્યને પ્રાપ્ત કરે તે પહેલાં જ તેને તોડી પાડ્યું છે.

કુર્લાનો રહેવાસી ઝીગાડા અંડરવર્લ્ડની જૂની પેઢીથી જોડાયેલો છે અને ક્રાઈમની દુનિયામાં તેના જૂના સંપર્ક આજે પણ સક્રિય છે. તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે, નવા યુવાઓને જોડીને ડી-કંપનીને ફરીથી મજબૂત બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤