લોડ થઈ રહ્યું છે...
--:--:--

એન્ટરટેઇનમેન્ટ

VIDEO: રામ ચરણને મળવાની ઘેલછામાં ફેને ભાન ભૂલ્યું: જાહ્નવી કપૂરને સ્ટેજ પર મારી ટક્કર, બોડીગાર્ડ્સે માંડ માંડ બચાવી | janhvi kapoor pushed by ram charan lookalike at peddi promotional event

by

Thenewsdk

Updated: 02-06-2026, 07.11 PM

Follow us:

VIDEO: રામ ચરણને મળવાની ઘેલછામાં ફેને ભાન ભૂલ્યું: જાહ્નવી કપૂરને સ્ટેજ પર મારી ટક્કર, બોડીગાર્ડ્સે માંડ માંડ બચાવી | janhvi kapoor pushed by ram charan lookalike at peddi promotional event



photo 1780407669460

Ram Charan Duplicate Push Janhvi Kapoor: સાઉથના સુપરસ્ટાર રામ ચરણ અને બોલિવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂરની આગામી મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘પેડ્ડી’ની રિલીઝને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ફિલ્મની આખી ટીમ હાલ જોરશોરથી પ્રમોશનમાં વ્યસ્ત છે. આ દરમિયાન ફિલ્મના એક પ્રી-રિલીઝ ઇવેન્ટમાંથી એક અત્યંત ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. ઇવેન્ટ દરમિયાન રામ ચરણના એક ડુપ્લિકેટે સુરક્ષા કોર્ડન તોડીને જાહ્નવી કપૂરને એવો જોરદાર ધક્કો માર્યો કે અભિનેત્રીનો સોફો પાછળની તરફ પલટી ગયો હતો. આ ઘટનાથી જાહ્નવી ભારે ફફડી ગઈ હતી અને સોશિયલ મીડિયા પર ફેન્સ તેની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.

સુરક્ષા તોડીને દોડતો આવ્યો રામ ચરણનો ડુપ્લિકેટ

સામે આવેલા વાયરલ વીડિયો અનુસાર, જાહ્નવી કપૂર ઇવેન્ટ દરમિયાન સ્ટેજ પર ટ્રેડિશનલ લુકમાં એક સોફા પર બેઠેલી જોવા મળી રહી છે. આ જ સમયે રામ ચરણ જેવો જ દેખાતો એક ક્રેઝી ફેન (તેનો ડુપ્લિકેટ) સિક્યોરિટીને ચકમો આપીને જાહ્નવી તરફ ધસમસતો દોડી આવે છે. તે રામ ચરણને મળવાની લ્હાયમાં એટલો આંધળો થયો હતો કે તેણે આગળ-પાછળ જોયા વગર સીધો જાહ્નવી કપૂરને જોરદાર ધક્કો મારી દીધો. અચાનક સામેથી કોઈને આવતા જોઈને જાહ્નવી કપૂર ખરેખર ખૂબ જ ડરી ગઈ હતી.

બોડીગાર્ડ્સે માંડ માંડ બચાવી, સોફો પલટી ગયો

આ ધક્કો એટલો જોરદાર હતો કે જાહ્નવી જે સોફા પર બેઠી હતી તે પાછળની તરફ નમીને પલટી ગયો હતો. આ અણધારી ઘટના બનતા જ ત્યાં હાજર લોકો અને રામ ચરણના અંગત બોડીગાર્ડ્સ તરત જ જાહ્નવીના બચાવમાં આગળ આવ્યા હતા. તેમણે જાહ્નવીને સંભાળી લીધી હતી અને પેલા માથાભારે શખ્સને પકડીને તાત્કાલિક ઇવેન્ટની બહારનો રસ્તો દેખાડી દીધો હતો. જોકે, આ ઘટના બાદ જાહ્નવીના ચહેરા પરનો ડર અને ગભરાટ સાફ જોઈ શકાતો હતો.

ફેન્સ સોશિયલ મીડિયા પર આ વીડિયો જોઈને કહી રહ્યા છે કે આ પ્રકારની ઘટના કોઈપણ વ્યક્તિને અંદરથી હચમચાવી શકે છે. અનેક લોકોએ જાહ્નવીની સુરક્ષા અંગે ચિંતા જતાવતા કમેન્ટ્સ કરી છે.

આ પણ વાંચો: શિલ્પા શિંદેનો સનસનાટીભર્યો ખુલાસો: “મેં ‘ભાભીજી ઘર પર હૈ’ના પ્રોડ્યુસર પર સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો જૂઠો આરોપ લગાવ્યો હતો…”

ક્યારે રિલીઝ થશે ‘પેડ્ડી’?

રામ ચરણ અને જાહ્નવી કપૂર સ્ટારર આ ફિલ્મ થિયેટરોમાં ધમાકો કરવા માટે સજ્જ છે. આ ફિલ્મ 4 જૂનના રોજ સિનેમાઘરોમાં દસ્તક આપશે. ફિલ્મના ટ્રેલરને સોશિયલ મીડિયા પર શાનદાર રિસ્પોન્સ મળ્યો છે, જેના કારણે દર્શકોમાં આ ફિલ્મને લઈને ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. 





Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤