![]()
India NZ Tour: ભારતીય ક્રિકેટ ટીમ આ વર્ષના અંતમાં ન્યૂઝીલેન્ડના પ્રવાસે જવાની છે, જે બંને દેશોના ક્રિકેટ ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો દ્વિપક્ષીય પ્રવાસ સાબિત થશે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 22 Octoberથી 1 December દરમિયાન તમામ ફોર્મેટની કુલ 12 મેચો રમાશે. ન્યૂઝીલેન્ડના ક્રિકેટ ઇતિહાસમાં આ પ્રથમ વખત બનશે જ્યારે તેઓ કોઈપણ મુલાકાતી ટીમ સામે આટલી મોટી સીરિઝ હોસ્ટ કરશે. આ 40 દિવસના લાંબા પ્રવાસ દરમિયાન 5 T20 ઇન્ટરનેશનલ, 5 વન-ડે અને 2 ટેસ્ટ મેચ રમાશે. આ ઐતિહાસિક સીરિઝ બંને દેશો વચ્ચેના રમતગમતના સંબંધોના 100 વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાઈ રહી છે, જે આ પ્રવાસને વધુ ખાસ બનાવે છે.
પ્રવાસની શરૂઆત અને ટેસ્ટ શેડ્યૂલ
આ ભવ્ય પ્રવાસની શરૂઆત 22 Octoberના રોજ ક્રાઈસ્ટચર્ચમાં પ્રથમ T20 મેચથી થશે. ત્યારબાદ 5 મેચની T20 સીરિઝ પૂરી થયા પછી, બંને ટીમો 4 Novemberથી ઓકલેન્ડના ઇડન પાર્ક ખાતે વન-ડે સીરિઝ રમશે.
સૌથી મહત્ત્વની રેડ-બોલ એટલે કે ટેસ્ટ સીરિઝની શરૂઆત 19 Novemberથી વેલિંગ્ટનના બેસિન રિઝર્વ ખાતે થશે. આ પ્રવાસની બીજી અને અંતિમ ટેસ્ટ મેચ 27 Novemberથી 1 December દરમિયાન ક્રાઈસ્ટચર્ચના હેગલી ઓવલ ખાતે રમાશે, જેની સાથે આ પ્રવાસ સમાપ્ત થશે.
2019-20 પછી ભારતનો પ્રથમ ન્યૂઝીલેન્ડ ટેસ્ટ પ્રવાસ
તમને જણાવી દઈએ કે વર્ષ 2019-20ની સીઝન પછી ભારતીય ટીમ પ્રથમ વખત ટેસ્ટ સીરિઝ રમવા માટે ન્યૂઝીલેન્ડની ધરતી પર જશે. તે પ્રવાસ બાદ ન્યૂઝીલેન્ડની ટીમ 2 વખત ભારત આવી ચૂકી છે, જેમાં તાજેતરમાં જ રમાયેલી 2024-25ની સીરિઝમાં ન્યૂઝીલેન્ડે ભારતમાં 3-0થી ઐતિહાસિક ક્લીન સ્વીપ કરીને ભારતીય ફેન્સને મોટો આંચકો આપ્યો હતો. હવે ટીમ ઇન્ડિયા પાસે ન્યૂઝીલેન્ડને તેમની જ ધરતી પર હરાવીને જૂનો બદલો લેવાની સુવર્ણ તક રહેશે.
આ ઐતિહાસિક પ્રવાસને ન્યૂઝીલેન્ડ સરકાર અને બંને દેશોના ક્રિકેટ બોર્ડ દ્વારા ખૂબ મોટું સમર્થન મળી રહ્યું છે અને આ વર્ષે ભારતને લગતી અન્ય ઘણી સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ પણ પ્લાન કરવામાં આવી છે.
INDIA TOUR OF NEW ZEALAND: સંપૂર્ણ શેડ્યૂલ
T20 ઇન્ટરનેશનલ સીરિઝ:
• 1st T20I: 22 October, ક્રાઈસ્ટચર્ચ
• 2nd T20I: 24 October, ક્રાઈસ્ટચર્ચ
• 3rd T20I: 27 October, વેલિંગ્ટન
• 4th T20I: 30 October, ઓકલેન્ડ
• 5th T20I: 1 November, હેમિલ્ટન
વન-ડે (ODI) સીરિઝ:
• 1st ODI: 4 November, ઓકલેન્ડ
• 2nd ODI: 7 November, વેલિંગ્ટન
• 3rd ODI: 10 November, હેમિલ્ટન
• 4th ODI: 13 November, માઉન્ટ માઉન્ગાનુઈ
• 5th ODI: 15 November, માઉન્ટ માઉન્ગાનુઈ
ટેસ્ટ સીરિઝ:
• 1st Test: 19-23 November, વેલિંગ્ટન
• 2nd Test: 27 November – 1 December, ક્રાઈસ્ટચર્ચ



Leave a Comment