લોડ થઈ રહ્યું છે...
--:--:--

IPL 2026સ્પોર્ટ્સ

વૈભવ સૂર્યવંશીની બ્રાન્ડ વેલ્યૂમાં બમ્પર ઉછાળો, કંપનીઓમાં હોડ મચી, જાણો કેટલો ચાર્જ માગ્યો | vaibhav sooryavanshi brand value doubles after ipl 2026 know how much he charges

by

Thenewsdk

Updated: 03-06-2026, 12.06 PM

Follow us:

વૈભવ સૂર્યવંશીની બ્રાન્ડ વેલ્યૂમાં બમ્પર ઉછાળો, કંપનીઓમાં હોડ મચી, જાણો કેટલો ચાર્જ માગ્યો | vaibhav sooryavanshi brand value doubles after ipl 2026 know how much he charges



photo 1780467710678

Vaibhav Sooryavanshi Brand Value: આઇપીએલમાં પોતાના બેટથી ધમાકો કરનાર બિહારના 15 વર્ષીય યુવા ક્રિકેટર વૈભવ સૂર્યવંશીની બ્રાન્ડ વેલ્યુ અત્યારે રોકેટની ગતિએ વધી રહી છે. આ સીઝનમાં ઓરેન્જ કેપ અને MVP સહિતના ખિતાબ જીતીને ઇતિહાસ રચનાર વૈભવ પર હવે જાહેરાતોની દુનિયામાં કરોડો રૂપિયાનો વરસાદ થઈ રહ્યો છે. કેટલાક રિપોર્ટ અનુસાર IPL 2026ની ભવ્ય સફળતા બાદ વૈભવે પોતાની એન્ડોર્સમેન્ટ ફી સીધી ડબલ કરી દીધી છે. રાજસ્થાન રોયલ્સે જ્યારે આ વન્ડરકિડને 1.10 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, ત્યારે લોકો તેની ઉંમરને લઈને ચર્ચા કરતા હતા. પરંતુ વૈભવે પોતાની રમતથી સાબિત કરી દીધું કે પ્રતિભા ઉંમરની મહોતાજ નથી હોતી.

વૈભવ સૂર્યવંશીની ફી થઈ ગઈ ડબલ

એડવર્ટાઇઝિંગ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા સૂત્રોના હવાલેથી અહેવાલોમાં જણાવાયું છે કે, IPL 2026 શરૂ થયા પહેલા વૈભવ સૂર્યવંશી એક બ્રાન્ડ ડીલ સાઇન કરવા માટે આશરે 1 કરોડ રૂપિયા ચાર્જ કરતો હતો. તેણે ‘રેડ બુલ’ અને ‘કોમ્પ્લેન’ જેવા મોટા બ્રાન્ડ્સ સાથે આ જ કિંમતે કરાર કર્યા હતા. પરંતુ હવે આ સીઝન પૂરી થયા બાદ તેની ફી વધીને સીધી 2 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. દેશ જ નહીં પરંતુ વિદેશી બ્રાન્ડ્સ પણ આ યુવા ખેલાડીને પોતાના પ્રમોશન માટે સાઇન કરવા લાઈનમાં ઉભા છે.

ક્રિકેટ પંડિતોનું માનવું છે કે જો આજે ફરીથી આઈપીએલનું ઓક્શન થાય, તો વૈભવ સૂર્યવંશીને આરામથી 20 કરોડથી વધુની રકમ મળી શકે છે. જોકે, રાજસ્થાન રોયલ્સ હવે તેને કોઈપણ કિંમતે પોતાની સાથે જ રાખવા માંગશે.

ક્રિસ ગેલનો 14 વર્ષ જૂનો ઐતિહાસિક રેકોર્ડ તોડ્યો

વૈભવ સૂર્યવંશીએ આઈપીએલ 2026માં રનની સુનામી લાવીને ઓરેન્જ કેપ પોતાના નામે કરી હતી. આ સિવાય તે ‘ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સીઝન’ અને ‘સુપર સ્ટ્રાઇકર ઓફ ધ સીઝન’ પણ બન્યો હતો.

IPL 2026માં વૈભવ સૂર્યવંશીના આંકડા:

કુલ ઇનિંગ્સ: 16

કુલ રન: 776

સદી/અડધી સદી: 1 સદી અને 5 અડધી સદી

કુલ છગ્ગા: 72 (નવો રેકોર્ડ)

આ પણ વાંચો: ટીમ ઇન્ડિયામાં નવા કોચની આગમન: સચિન-ગાંગુલી સાથે રમી ચૂકેલા ખેલાડીની એન્ટ્રી

ખાસ વાત એ છે વૈભવ પ્લેઓફની બંને મેચોમાં સદી ચૂક્યો હતો, જેમાં તે એલિમિનેટરમાં 97 રને અને ક્વોલિફાયર-2માં 96 રને આઉટ થયો હતો. આ સીઝનમાં વૈભવે કુલ 72 સિક્સર ફટકારીને ઇતિહાસ રચી દીધો છે. તેણે ક્રિસ ગેલનો વર્ષ 2012 નો રેકોર્ડ તોડ્યો છે, જેમાં ગેલે એક સીઝનમાં 59 છગ્ગા માર્યા હતા.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤