લોડ થઈ રહ્યું છે...
--:--:--

IPL 2026સ્પોર્ટ્સ

આ દેશના ડેપ્યુટી PM પણ છે વિરાટ કોહલીના ફેન! આઈપીએલ 2026ની જીત પર આપ્યું મોટું નિવેદન | australian deputy pm richard marles fan of virat kohli

by

Thenewsdk

Updated: 02-06-2026, 12.53 PM

Follow us:

આ દેશના ડેપ્યુટી PM પણ છે વિરાટ કોહલીના ફેન! આઈપીએલ 2026ની જીત પર આપ્યું મોટું નિવેદન | australian deputy pm richard marles fan of virat kohli



photo 1780384992801

IPL 2026: IPL 2026ની ફાઈનલમાં 75 રનની શાનદાર ઇનિંગ રમીને RCBને ચેમ્પિયન બનાવનાર વિરાટ કોહલીની ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી PM રિચર્ડ માર્લ્સે ખૂબ પ્રશંસા કરી છે. માર્લ્સે વિરાટ કોહલીની મેચ વિનિંગ ઈનિંગની પ્રશંસા કરતા ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સ જૉશ હેઝલવુડ અને ટિમ ડેવિડના પ્રદર્શનની પણ પ્રશંસા કરી. આ બંને ખેલાડી IPL 2026માં RCB ટીમનો હિસ્સો હતા.

માર્લ્સ વિરાટ કોહલીના મોટા ફેન છે. માર્લ્સે કહ્યું કે, ગત વર્ષે જ્યારે   IPLની ફાઈનલ થઈ હતી તેના એક દિવસ પહેલાં હું અહીં જ હતો, આ વખતે પણ એવું જ થયું. આ વખતે પણ અમે RCBને ચેમ્પિયન બનતા જોઈ.

શું બોલ્યા માર્લ્સ?

તેમણે કહ્યું કે, ‘રવિવાર (1 જૂન)ના રોજ IPL ફાઈનલમાં RCBની જીતનો હીરો રહેલ વિરાટ કોહલી 75 રન બનાવીને અણનમ રહ્યા હતો અને તેને “મેન ઓફ ધ મેચ” પસંદ કરવામાં આવ્યો હતો. મને એ વાત ગમી કે તેમની સાથે જોશ હેઝલવુડ અને ટિમ ડેવિડ પણ હતા. RCBની IPL જીતમાં પણ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાર્ટનરશિપની સ્પષ્ટ ઝલક નજર આવી.’

કોહલી ઓસ્ટ્રેલિયામાં મોટું નામ

રિચર્ડ માર્લ્સે ‘રન-મશીન’ વિરાટ કોહલીની પ્રશંસામાં કહ્યું કે, આ સમયે કોહલી ઓસ્ટ્રેલિયામાં એક મોટું નામ છે, પરંતુ જ્યારે હું મોટો થઈ રહ્યો હતો ત્યારે ભારતીય ક્રિકેટના કેપ્ટન બિશન સિંહ બેદીનું તે સમયે મહાન નામ હતું. ક્રિકેટને લઈને બંને દેશો (ભારત-ઓસ્ટ્રેલિયા)માં ખૂબ દિવાનગી છે.

રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલ મેચમાં ગુજરાત ટાઇટન્સને 155/8 ના સ્કોર પર રોક્યા બાદ આરસીબીએ 18 ઓવરમાં મેચ જીતી લીધી હતી. મેચમાં વિરાટ કોહલીએ 42 બોલમાં 3 છગ્ગા અને 9 ચોગ્ગા સાથે 75 રનની અણનમ ઇનિંગ રમી હતી. ટિમ ડેવિડે 17 બોલમાં 4 બાઉન્ડ્રી સાથે 24 રન બનાવ્યા હતા. જ્યારે જોશ હેઝલવુડે 4 ઓવરમાં 37 રન આપીને 2 વિકેટ ઝડપી હતી.

GTને હરાવીને RCB બની IPL 2026 ચેમ્પિયન

રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલ મેચમાં ગુજરાત ટાઈટન્સને 155/8 ના સ્કોર પર રોક્યા બાદ RCBએ 18 ઓવરમાં મેચ જીતી લીધી હતી. મેચમાં વિરાટ કોહલીએ 42 બોલમાં 3 છગ્ગા અને 9 ચોગ્ગા સાથે 75 રનની અણનમ ઈનિંગ રમી હતી. ટિમ ડેવિડે 17 બોલમાં 4 બાઉન્ડ્રી સાથે 24 રન બનાવ્યા હતા. જ્યારે જોશ હેઝલવુડે 4 ઓવરમાં 37 રન આપીને 2 વિકેટ ઝડપી હતી.

રિચર્ડ માર્લ્સે નવી દિલ્હીમાં એક કોમ્યુનિટી ઈવેન્ટમાં ભાગ લીધો હતો, જેમાં ભારતીય ક્રિકેટના દિગ્ગજ કપિલ દેવના એનજીઓ ‘ખુશી’ સાથે ઓસ્ટ્રેલિયાની વિકાસ ભાગીદારીની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી PM અને કપિલ દેવ બાળકો સાથે વાતચીત કરતા અને ક્રિકેટ રમતા નજર આવ્યા.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤