લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

રાજકોટમાં મિત્રોની વિકૃતિથી કંટાળી આધેડનો આપઘાત : ફોટો વાઈરલ કરવાની ધમકી આપી 20 લાખ માગ્યાનો સુસાઈડ નોટમાં ઉલ્લેખ | Rajkot Suicide Case: Man Ends Life Due To Blackmailing And Photo Viral Threats By Friends

by

Thenewsdk

Updated: 05-06-2026, 05.59 PM

Follow us:

રાજકોટમાં મિત્રોની વિકૃતિથી કંટાળી આધેડનો આપઘાત : ફોટો વાઈરલ કરવાની ધમકી આપી 20 લાખ માગ્યાનો સુસાઈડ નોટમાં ઉલ્લેખ | Rajkot Suicide Case: Man Ends Life Due To Blackmailing And Photo Viral Threats By Friends



Rajkot Suicide Case : રાજકોટમાં માનસિક વિકૃત મિત્રોના ત્રાસ અને બ્લેકમેલિંગથી કંટાળીને એક આધેડે આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટના રાજકોટ તાલુકાના હોડથલી ગામની છે, જ્યાં હરિભાઈ જાદવ નામના વ્યક્તિએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. જોકે, આપઘાત કરતા પહેલાં મૃતકે એક સુસાઈડ નોટ પણ લખી છે, જેમાં ચોંકાવનારા ખુલાસા થયા છે.

સુસાઈડ નોટમાં પાડોશીઓ સહિત 8 લોકોના નામ

મળતી માહિતી મુજબ, હરિભાઈએ આપઘાત કરતા પહેલાં લખેલી સુસાઈડ નોટમાં તેમના શેઢા પાડોશી નરેશભાઈ અને રવજીભાઈના નામનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. આ ઉપરાંત, તેમની સાથે અન્ય 6 અજાણ્યા લોકો પણ સામેલ હોવાની વાત સુસાઈડ નોટમાં લખવામાં આવી છે.

ફોટા પાડી 20 લાખ રૂપિયાની માગણી કરી

સુસાઈડ નોટમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, આ વિકૃત શખ્સો હરિભાઈ પાસે પરાણે વિકૃત કામ કરાવતા હતા, અને ત્યારબાદ તેના ફોટા પાડી લીધા હતા. આ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપીને આ ટોળકી હરિભાઈને બ્લેકમેલ કરી રહી હતી, અને તેમની પાસે 20 લાખ રૂપિયાની મસમોટી રકમની માગણી કરવામાં આવી રહી હતી.

પુત્રને જમીન વેચીને રૂપિયા આપી દેવા કહ્યું હતું

આ માનસિક ત્રાસ એટલો અસહ્ય બની ગયો હતો કે, મૃતકે આપઘાત કરતા પહેલાં પોતાના પુત્ર સાથે સમગ્ર ઘટના અંગે વાતચીત પણ કરી હતી. તેમણે પુત્રને જમીન વેચીને આ નાણાં ચૂકવી દેવા માટે જણાવ્યું હતું, જેથી આ બદનામી અને ત્રાસમાંથી મુક્તિ મળી શકે. પરંતુ આખરે આ ગંભીર માનસિક દબાણ ન જીરવી શકતા તેમણે આપઘાતનું પગલું ભરી લીધું. હાલમાં હરિભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક તપાસ માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો છે. સુસાઈડ નોટના આધારે પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધીને બ્લેકમેલ કરનારા વિકૃત શખ્સોની ધરપકડ કરવા માટે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤