લોડ થઈ રહ્યું છે...
--:--:--

દેશ-વિદેશ

ઝારખંડમાં ટળ્યો મોટો રાજકીય ભૂકંપ! JMMના આ નિર્ણયથી કોંગ્રેસના નેતાઓએ લીધો રાહતનો શ્વાસ | Jharkhand Rajya Sabha Election 2026 : Resolves Congress Dispute

by

Thenewsdk

Updated: 06-06-2026, 08.01 PM

Follow us:

ઝારખંડમાં ટળ્યો મોટો રાજકીય ભૂકંપ! JMMના આ નિર્ણયથી કોંગ્રેસના નેતાઓએ લીધો રાહતનો શ્વાસ | Jharkhand Rajya Sabha Election 2026 : Resolves Congress Dispute



Jharkhand Rajya Sabha Election 2026 : ઝારખંડ મુક્તિ મોરચા (JMM)એ રાજ્યસભા ચૂંટણી માટે લાતેહારના પૂર્વ ધારાસભ્ય બૈદ્યનાથ રામને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. આ નિર્ણય સાથે જ મહાગઠબંધનમાં બેઠકોની વહેંચણીને લઈને ચાલી રહેલો વિવાદ હાલ પૂરતો શાંત થતો દેખાઈ રહ્યો છે. હવે રાજ્યસભાની 2 બેઠકો પર કોંગ્રેસ અને JMMના એક-એક ઉમેદવાર ચૂંટણી મેદાનમાં સામસામે હશે. ગઠબંધન ધર્મને નિભાવતા JMMએ કોંગ્રેસ સાથે વધતી કડવાશ વચ્ચે એક ડગલું પાછળ ખેંચ્યું છે. JMMના વરિષ્ઠ નેતા અને પ્રવક્તા સુપ્રિયો ભટ્ટાચાર્યએ આ જાહેરાત કરતા જણાવ્યું કે, બૈદ્યનાથ રામ પાર્ટીના મજબૂત અને સમર્પિત કાર્યકર્તા છે. આદિવાસી અને પછાત વર્ગના પ્રતિનિધિત્વને મજબૂત કરવામાં તેમની ભૂમિકા મહત્વપૂર્ણ રહી છે.

વિવાદની શરૂઆત કેવી રીતે થઈ હતી?

ઝારખંડની જે 2 બેઠકો પર રાજ્યસભાની ચૂંટણી થવાની છે, તેના માટે કોંગ્રેસે પહેલાથી જ પ્રણવ ઝાને પોતાના સત્તાવાર ઉમેદવાર બનાવી દીધા હતા. આનાથી JMM નારાજ થયું હતું, કારણ કે JMMનો આરોપ હતો કે, કોંગ્રેસે તેમને વિશ્વાસમાં લીધા વિના જ નામની જાહેરાત કરી દીધી હતી.

નારાજ JMMએ ત્યારે એવું વલણ અપનાવ્યું હતું કે, તેઓ બંને બેઠકો પર પોતાના ઉમેદવાર ઉતારશે. જો JMM બંને બેઠકો પર ચૂંટણી લડે, તો કોંગ્રેસના ઉમેદવાર માટે રાજ્યસભા પહોંચવું મુશ્કેલ બની જાત અને ગઠબંધનમા તકરાર વધી શકતી હતી.

8 જૂને થશે નામાંકન

સુપ્રિયો ભટ્ટાચાર્યએ માહિતી આપી છે કે, આ બેઠક માટે નામાંકન 8 જૂને થશે, અને આ દરમિયાન ખુદ સીએમ હેમંત સોરેન પણ હાજર રહેશે. તેમણે મહાગઠબંધનના અન્ય પક્ષો કોંગ્રેસ અને આરજેડી (RJD) પાસેથી પણ સમર્થનની આશા વ્યક્ત કરી છે. તેમણે સ્વીકાર્યું કે બેઠકોની વહેંચણીને લઈને કેટલાક મતભેદો હતા, પરંતુ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એવો નિર્ણય લેવાયો છે, જે બધાને અનુકૂળ હોય. વર્તમાન અંકગણિત મુજબ કોઈ પણ પક્ષ પાસે એકલા એટલા ધારાસભ્યો નથી કે, તે રાજ્યસભા માટે 2 ઉમેદવારોને એકસાથે મેદાનમાં ઉતારી શકે.

બીજી તરફ, કોંગ્રેસના ઉમેદવાર પ્રણવ ઝાએ શનિવારે નામાંકન પત્ર ખરીદીને પ્રક્રિયાની શરૂઆત કરી દીધી છે. આ પ્રસંગે ઝારખંડ પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ કેશવ મહતો કમલેશ સહિત પાર્ટીના ઘણા વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા.

ઝારખંડ વિધાનસભાનું વર્તમાન ગણિત

વિધાનસભાના વર્તમાન આંકડાઓ પર નજર કરીએ તો ઝારખંડમાં રાજ્યસભાની 1 બેઠક જીતવા માટે 28 મતોની જરૂરિયાત હોય છે.

મહાગઠબંધન (કુલ 56 ધારાસભ્યો) : JMM પાસે 34, કોંગ્રેસ પાસે 16, આરજેડી પાસે 4 અને ડાબેરી પક્ષો પાસે 2 ધારાસભ્યો છે.

NDA ગઠબંધન : ભાજપ પાસે 21, આજસુ (AJSU) પાસે 1, જેડીયુ (JDU) પાસે 1 અને એલજેપી (LJP) પાસે 1 ધારાસભ્ય છે. આ સિવાય 1 અપક્ષ ધારાસભ્ય છે.

આ આંકડાકીય સ્થિતિ જોતા મહાગઠબંધનની સ્થિતિ બંને બેઠકો પર ખૂબ મજબૂત દેખાઈ રહી છે, અને વિવાદ ટળ્યા બાદ બંને પક્ષોની જીત સરળ બની ગઈ છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤