લોડ થઈ રહ્યું છે...
--:--:--

IPL 2026સ્પોર્ટ્સ

‘મારે ફક્ત રમવું નથી પણ 20 વર્ષ સુધી ક્રિકેટ જગત પર રાજ કરવું છે…’, સ્ટાર બેટર વૈભવ સૂર્યવંશીનો હુંકાર | Vaibhav Suryavanshi Interview: Want to Dominate Cricket for 20 Years

by

Thenewsdk

Updated: 07-06-2026, 09.17 AM

Follow us:

‘મારે ફક્ત રમવું નથી પણ 20 વર્ષ સુધી ક્રિકેટ જગત પર રાજ કરવું છે…’, સ્ટાર બેટર વૈભવ સૂર્યવંશીનો હુંકાર | Vaibhav Suryavanshi Interview: Want to Dominate Cricket for 20 Years



photo 1780804068650

Vaibhav Suryavanshi : આઇપીએલ 2026 (IPL 2026) માં બેટિંગથી ધમાકો મચાવનારા અને તાજેતરમાં જ ભારતીય ટી-20 ટીમમાં પસંદગી પામેલા ડાબોડી યુવા ઓપનર વૈભવ સૂર્યવંશીએ પોતાના ઇરાદા સ્પષ્ટ કરી દીધા છે. રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા એક ખાસ ઇન્ટરવ્યૂના પ્રોમોમાં વૈભવ સૂર્યવંશીએ હુંકાર ભરતા જણાવ્યું છે કે, તે ક્રિકેટના મેદાન પર ફક્ત રમવા માટે નથી આવ્યો, પરંતુ આગામી બે દાયકા (20 વર્ષ) સુધી વર્લ્ડ ક્રિકેટ પર પ્રભુત્વ જમાવવા (Dominate કરવા) માટે આવ્યો છે.

વિરાટ કોહલી સાથેની મુલાકાત: એક સપના જેવી ક્ષણ

આઇપીએલ 2026 ના ફાઇનલ મેચ બાદ વૈભવે ટીમ મેનેજર રોમી ભિન્ડરને આપેલા ઇન્ટરવ્યૂમાં દિગ્ગજ ક્રિકેટર વિરાટ કોહલી સાથેની મુલાકાતનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. વૈભવે ભાવુક થતા કહ્યું, “જ્યારે વિરાટ ભૈયાએ આવીને મારા ખભા પર હાથ મૂક્યો, ત્યારે મને ખરેખર એવું લાગી રહ્યું હતું કે મારું કોઈ મોટું સપનું પૂરું થઈ ગયું છે. તે પળ મારા માટે અવિસ્મરણીય હતી.”

ઓરેન્જ કેપ અને એવોર્ડ્સ પર મોટો ખુલાસો

ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવીને ‘ઓરેન્જ કેપ’ જીતવા અંગે વૈભવે રસપ્રદ વાત શેર કરી હતી. તેણે કહ્યું, “મારું સપનું હતું કે હું આ કેપને માત્ર એક વાર અડીને જોઉં. મેં આખી ટૂર્નામેન્ટ દરમિયાન આના વિશે વિચાર્યું નહોતું, કારણ કે જો વધારે વિચારો તો નજર લાગી જાય છે! હું બસ એટલું જ ઇચ્છતો હતો કે જે પણ સ્ટેજ પર રમું, ત્યાં મારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપું.” વૈભવે આઇપીએલ 2026 ની ફાઇનલ બાદ એક કે બે નહીં, પરંતુ ઓરેન્જ કેપ, પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ, સુપરસ્ટ્રાઇકર ઓફ ધ સિઝન, ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સિઝન અને સિઝનમાં સૌથી વધુ સિક્સર ફટકારવા સહિતના કુલ 5 મોટા એવોર્ડ્સ પોતાના નામે કર્યા હતા.

‘મારે ત્રણેય ફોર્મેટ રમવા છે’

રાજસ્થાન રોયલ્સ ફાઇનલમાં ન પહોંચી શકી તે અંગે અફસોસ વ્યક્ત કરતા વૈભવે કહ્યું કે, જો છેલ્લી મેચમાં વહેલી વિકેટો ન પડી હોત તો અમે ફાઇનલ બહાર બેસીને જોતા ન હોત, પણ મેદાન પર રમી રહ્યા હોત. આગામી વર્ષોમાં ટીમ માટે 2, 3, 4 કે 5 ટ્રોફી જીતવાનો તેણે આત્મવિશ્વાસ દર્શાવ્યો હતો. રેડ બોલ (ટેસ્ટ) ક્રિકેટ વિશે વાત કરતા આ યુવા સ્ટારે જણાવ્યું, “મને રેડ બોલ ક્રિકેટ રમવું ખૂબ ગમે છે અને હું તેનાથી જ પ્રેક્ટિસ પણ કરું છું. મારું સપનું ભારત માટે ત્રણેય ફોર્મેટ (ટેસ્ટ, વનડે, ટી-20) રમવાનું છે અને એવું રમવું છે કે આગામી 10 થી 20 વર્ષ સુધી મારો દબદબો રહે.”

નોંધનીય છે કે, આઇપીએલના શાનદાર પ્રદર્શનના જોરે વૈભવ સૂર્યવંશીની ભારતીય સીનિયર ટીમમાં પસંદગી થઈ ચૂકી છે અને તે આગામી આયર્લેન્ડ પ્રવાસ, ઇંગ્લેન્ડ પ્રવાસ તેમજ એશિયન ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતો જોવા મળશે.





Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤