લોડ થઈ રહ્યું છે...
--:--:--

દેશ-વિદેશ

રિલાયન્સ ઈન્ફ્રાએ ટ્રેડિંગ પ્રતિબંધો હટાવવા સેબીના દરવાજા ખખડાવ્યા | Reliance Infra knocks on SEBI’s doors to lift trading restrictions

by

Thenewsdk

Updated: 08-06-2026, 05.55 AM

Follow us:

રિલાયન્સ ઈન્ફ્રાએ ટ્રેડિંગ પ્રતિબંધો હટાવવા સેબીના દરવાજા ખખડાવ્યા | Reliance Infra knocks on SEBI’s doors to lift trading restrictions



સાત લાખ રિટેલ રોકાણકારોનું હિત આગળ ધરીને

કંપનીએ દલીલ કરી કે લિક્વિડિટી પ્રભાવિત થવાથી છૂટક રોકાણકારોને શેરનું વાસ્તવિક મૂલ્ય નથી મળતું

નવી દિલ્હી: અનિલ અંબાણીની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે પોતાના શેર પર લગાવવામાં આવેલા ટ્રેડિંગ પ્રતિબંધોની સમીક્ષા કરવા એનએસઈ, બીએસઈ તેમજ સેબી સમક્ષ અપીલ કરી છે. કંપનીના જણાવ્યા અનુસાર હાલના પ્રતિબંધોથી સાત લાખથી વધુ નાના અને રિટેલ રોકાણકારોનું હિત જોખમાઈ રહ્યું છે. આ સંબંધે કંપનીએ નિયામક તેમજ એક્સચેન્જને એક ઔપચારિક આવેદન સોંપ્યું છે.

કંપનીના જણાવ્યા અનુસાર વર્તમાન નિયમો અંતર્ગત તેના શેરોમાં અઠવાડિયામાં માત્ર એક જ વાર પાંચ ટકા સીમિત મૂલ્યની અંદર  ટ્રેડિંગની અનુમતિ છે. રિલાયન્સ ઈન્ફ્રાની દલીલ છે કે એનાથી શેરની કિંમતનું મૂલ્યાંકન કંપનીના વાસ્તવિક પ્રદર્શન અને ભાવિની સંભાવનાઓની બદલે ટેકનીકલ ધોરણે થઈ રહ્યું છે.રિલાયન્સ ઈન્ફ્રાએ જણાવ્યું કે આ પ્રતિબંધોને કારણે બજારમાં લિક્વિડિટી પ્રભાવિત થઈ રહી છે અને રોકાણકારો માટે પોતાના શેરો ઉચિત મૂલ્યમાં વેચવા મુશ્કેલ થઈ રહ્યું છે. વિશેષ રૂપે લોઅર સર્કિટની સ્થિતિમાં રિટેલ રોકાણકારોએ ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. કંપનીનો દાવો છે કે આ વ્યવસ્થા બજારના સુચારુ સંચાલન માટે પણ અનુકૂળ નથી.

કંપનીએ એવો પણ ઉલ્લેખ કર્યો કે નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ (એનસીએલએટી) દ્વારા નાદારી કાર્યવાહી પર રોક લગાવ્યા છતાં આ પ્રતિબંધ જારી છે. રિલાયન્સ ઈન્ફ્રાના જણાવ્યા અનુસાર કંપનીનું સંચાલન હજી પણ બોર્ડ ઓફ ડાયરેક્ટરના નિયંત્રણમાં છે. 



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤