લોડ થઈ રહ્યું છે...
--:--:--

દેશ-વિદેશ

વડાપ્રધાન મોદીએ નહેરુનો સળંગ 12 વર્ષ PM રહેવાનો રૅકોર્ડ તોડ્યો, કહ્યું- ‘જનસેવા જ સુશાસનની સૌથી મોટી કસોટી…’ | PM Modi Becomes India s Longest Serving Elected PM Breaks Jawaharlal Nehru s Record

by

Thenewsdk

Updated: 10-06-2026, 10.42 AM

Follow us:

વડાપ્રધાન મોદીએ નહેરુનો સળંગ 12 વર્ષ PM રહેવાનો રૅકોર્ડ તોડ્યો, કહ્યું- ‘જનસેવા જ સુશાસનની સૌથી મોટી કસોટી…’ | PM Modi Becomes India s Longest Serving Elected PM Breaks Jawaharlal Nehru s Record




PM Modi longest serving elected Prime Minister: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતના સૌથી લાંબા સમય સુધી સતત સેવા આપનારા દેશના પ્રથમ ચૂંટાયેલા વડાપ્રધાન બની ગયા છે. તેમણે પોતાના કાર્યકાળના 4,399 દિવસ સફળતાપૂર્વક પૂર્ણ કરીને ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુનો વર્ષો જૂનો રૅકોર્ડ તોડી નાખ્યો છે. વડાપ્રધાન મોદીનો આ મહત્ત્વનો તબક્કો કેન્દ્ર સરકારમાં તેમના 12 વર્ષથી વધુના શાસનકાળ અને અવિરત જનસેવાને દર્શાવે છે.

આ ઐતિહાસિક સિદ્ધિના અવસરે પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પ્રેરણાદાયી પોસ્ટ શેર કરી છે. તેમણે લખ્યું કે, ‘જનસેવા જ સુશાસનની સૌથી મોટી કસોટી છે. નમ્રતા, સમર્પણ અને કર્તવ્યનિષ્ઠા સાથે નિરંતર કાર્ય કરનારી વ્યક્તિ જ જનતાનો વિશ્વાસ સંપાદિત કરી શકે છે.”‘

કેન્દ્ર સરકારમાં 12 વર્ષ પૂર્ણ થવા પર પીએમ મોદીનો સંદેશ

આ પૂર્વે પીએમ મોદીના નેતૃત્વમાં ભાજપ સરકારે કેન્દ્રમાં પોતાના સફળ 12 વર્ષ પૂર્ણ કર્યા હતા, તે સમયે પણ તેમણે દેશવાસીઓ માટે એક ખાસ પોસ્ટ શેર કરી હતી. પીએમ મોદીએ લખ્યું હતું કે, ‘રાષ્ટ્ર નિર્માણ માટે સમર્પણ અને સેવાભાવ આપણી અમૂલ્ય મૂડી રહ્યા છે. વિતેલા 12 વર્ષોમાં ‘સબકા સાથ, સબકા વિકાસ’ની ભાવનાથી પ્રેરિત નિરંતર પ્રયાસોના કારણે જ આજે આપણે એક સશક્ત અને આત્મનિર્ભર ભારત તરફ આગળ વધી રહ્યા છીએ.’

અમેરિકન દૂત સર્જિયો ગોરે પાઠવી ખાસ શુભકામનાઓ

પીએમ મોદી ભારતના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા ચૂંટાયેલા વડાપ્રધાન બનતા વૈશ્વિક સ્તરેથી પણ તેમને વધામણી મળી રહી છે. અમેરિકન દૂત સર્જિયો ગોરે સોશિયલ મીડિયા પર એક ખાસ સંદેશ પોસ્ટ કરીને પીએમ મોદીને આ અદ્ભુત સિદ્ધિ બદલ હાર્દિક બધાઈ આપી હતી. સર્જિયો ગોરે પોતાના સંદેશમાં લખ્યું કે, ‘ભારતના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા ચૂંટાયેલા વડાપ્રધાન બનવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખૂબ-ખૂબ અભિનંદન. આ અભૂતપૂર્વ ઉપલબ્ધિ દાયકાઓ સુધીની તેમની સમર્પિત જનસેવા અને મજબૂત નેતૃત્વનું એક સશક્ત પ્રમાણ છે! તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ-ખૂબ શુભેચ્છાઓ!’

આ પણ વાંચો: ભારતમાં પાક.ના ગેંગસ્ટર-આતંકવાદી નેટવર્કનો ખુલાસો, 18 સ્થળોએ દરોડા

વડાપ્રધાન મોદીએ કેવી રીતે તોડ્યો જવાહરલાલ નેહરુનો રૅકોર્ડ?

ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ વર્ષ 1947થી લઈને 1964માં તેમનું અવસાન થયું ત્યાં સુધી વડાપ્રધાન પદ પર રહ્યા હતા. જોકે, તેમના એ કુલ કાર્યકાળમાં વર્ષ 1951-52માં યોજાયેલી ભારતની પ્રથમ સામાન્ય ચૂંટણીઓ પહેલાના વર્ષોનો પણ સમાવેશ થતો હતો, એટલે કે તેઓ તે સમયગાળા દરમિયાન સીધા ચૂંટાયેલા વડાપ્રધાન નહોતા. જ્યારે બીજી તરફ દેશના પૂર્વ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ પણ લગભગ 16 વર્ષ સુધી દેશની સેવા કરી હતી, પરંતુ તેમનો આ કાર્યકાળ બે અલગ-અલગ સમયગાળામાં વહેંચાયેલો હતો.

આમ, લોકશાહી ઢબે સતત જનસમર્થન મેળવીને દેશના સૌથી લાંબા સમય સુધી સેવા કરનારા વડાપ્રધાન તરીકે હવે નરેન્દ્ર મોદીનું નામ મોખરે આવી ગયું છે. 26 મે, 2014ના રોજ દેશના વડાપ્રધાન તરીકે પ્રથમવાર પદ સંભાળ્યા બાદ પીએમ મોદીએ વર્ષ 2019 અને ત્યારબાદ વર્ષ 2024ની સામાન્ય ચૂંટણીઓમાં સતત પ્રચંડ જનાદેશ હાસિલ કર્યો છે અને તેઓ સતત ત્રીજી વખત વડાપ્રધાન બનીને દેશનું નેતૃત્વ કરી રહ્યા છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤