લોડ થઈ રહ્યું છે...
--:--:--

બિઝનેસ

ઈક્વિટી ફંડોમાં મે મહિનામાં રોકાણ પ્રવાહ 40 ટકા ઘટીને રૂ.22,908કરોડ | Investment inflows in equity funds fell by 40 per cent to Rs 22 908 crore in May

by

Thenewsdk

Updated: 11-06-2026, 07.15 AM

Follow us:

ઈક્વિટી ફંડોમાં મે મહિનામાં રોકાણ પ્રવાહ 40 ટકા ઘટીને રૂ.22,908કરોડ | Investment inflows in equity funds fell by 40 per cent to Rs 22 908 crore in May



photo 1781108561792

મુંબઈ : મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ માટે મે મહિનો કંગાળ કામગીરીનો નીવડયો છે. ઉદ્યોગ પર મંદીના વાદળો ઘેરાયા હોય એમ કામગીરી કથળવા લાગી છે. મે મહિનામાં મ્યુચ્યુઅલ ફંડોમાંથી રોકાણકારોએ જંગી કુલ રૂ.૬૪,૦૦૪ કરોડનું રોકાણ પાછું ખેંચ્યું છે, એટલે કે રિડમ્પશનનું મોટું દબાણ ઉદ્યોગમાં જોવાયું છે. આ ફેરફાર મુખ્યત્વે ડેટ ફંડ ફ્લોમાં તીવ્ર ઉલટફેર અને વિવિધ શ્રેણીઓમાં ઓછા આઉટફ્લોને કારણે થયો હતો. ઈક્વિટી ફંડોમાં મે મહિનામાં ચોખ્ખું રોકાણ એપ્રિલના રૂ.૩૮,૪૪૦ કરોડની તુલનાએ ૪૦ ટકા ઘટીને રૂ.૨૨,૯૦૮ કરોડ નોંધાયું છે.

ઈક્વિટીમાં મિડ કેપ ફંડોમાં રૂ.૪૩૮૫ કરોડ અને સ્મોલ કેપ ફંડોમાં રૂ.૪૯૪૬ કરોડનું રોકાણ નોંધાયું છે. જો કે ફ્લેક્સી-કેપ ફંડોમાં રોકાણ રૂ.૧૦,૧૪૮ કરોડની તુલનાએ ઘટીને રૂ.૫૧૭૬ કરોડ અને સેક્ટરલ અને થીમેટિક ફંડોમાં રોકાણ ૬૭ ટકા ઘટીને રૂ.૬૪૮ કરોડ રહ્યો છે. લાર્જ-કેપ ફંડોમાં રોકાણ પ્રવાહ રૂ.૨૫૨૫ કરોડની તુલનાએ ઘટીને રૂ.૧૫૯૩ કરોડ રહ્યો છે.

ડેટ મ્યુચ્યુઅલ ફંડોએ એપ્રિલ ૨૦૨૬માં રૂ.૨.૪૭ લાખ કરોડનું ફંડ આકર્ષયા બાદ મે ૨૦૨૬ મહિનામાં રૂ.૯૬,૯૪૯ કરોડની ચોખ્ખી જાવક-આઉટફ્લો જોવાયો છે. મહિના દરમિયાન ઉદ્યોગના એકંદર આઉટફ્લો પાછળનું સૌથી મોટું કારણ તીવ્ર ટર્નઅરાઉન્ડ હતું. હાઈબ્રિક ફંડ્સમાંથી મે મહિનામાં રૂ.૧૦,૫૬૦  કરોડ આકર્ષયા, જે એપ્રિલમાં રૂ.૨૦,૫૬૫ કરોડ રહ્યા હતા, પરંતુ તે સકારાત્મક જોવાયું હતું.

અન્ય સ્કિમોમાં કે જેમાં ઈટીએફ અને ઈન્ડેક્સ લિન્ક્ડ પ્રોડક્ટસ છે, એમાં પણ એપ્રિલમાં રૂ.૨૦,૦૮૨ કરોડ અને માર્ચમાં રૂ.૩૦,૭૬૮ કરોડની તુલનાએ મે મહિનામાં રોકાણ પ્રવાહ નજીવો રૂ.૩૬૨ કરોડ રહ્યો છે. સોલ્યુશન લક્ષી સ્કિમોમાં જેમાં નિવૃતિ અને ચિલ્ડ્રન ફંડોનો સમાવેશ છે, તેમાં રોકાણ રૂ.૨૭૦ કરોડનું થયું છે. ક્લોઝ-એન્ડેડ અને ઈન્ટર્વલ સ્કિમોમાં એપ્રિલના રૂ.૪૪૬૭ કરોડની તુલનાએ મે મહિનામાં રૂ.૧૧૫૬ કરોડની ચોખ્ખી જાવક-ઉપાડ નોંધાયો છે.

ગોલ્ડ ઈટીએફમાં રોકાણ પ્રવાહ એપ્રિલના રૂ.૩૦૪૦ કરોડની તુલનાએ મે મહિનામાં ચોખ્ખો રૂ.૭૨૫ કરોડનો ઉપાડ-રિડમ્પશન જોવાયું છે. સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઈપી)માં રોકાણ એપ્રિલના રૂ.૩૧૧૧૫ કરોડની તુલનાએ નજીવું ઘટીને રૂ.૩૦,૯૫૪ કરોડ રહ્યું છે. આ ઘટાડો ઈક્વિટી ફંડના પ્રવાહમાં વ્યાપક ઘટાડા સાથે આવ્યો, જે મહિના દરમિયાન ૪૦ ટકા ઘટયો છે. જો કે એકંદર ઈક્વિટી પ્રવાહમાં તીવ્ર મંદીની તુલનાએ એસઆઈપી યોગદાનમાં ઘટાડો પ્રમાણમાં સાધારણ રહ્યો હતો. 

એસઆઈપી પ્રવાહ પણ સતત ત્રીજા મહિને રૂ.૩૦,૦૦૦ કરોડના આંકથી ઉપર રહ્યો છે. ગોલ્ડ ઈટીએફમાં રોકાણકારો મોટાપાયે નફો બુક કર્યો છે. જેમાં જાન્યુઆરીમાં રૂ.૨૪,૦૪૦ કરોડ અને એપ્રિલમાં રૂ.૩૦૪૦ કરોડનું ચોખ્ખું રોકાણ નોંધાયું હતું.

મ્યુચ્યુઅલ ફંડોમાં વિવિધ કેટેગરીમાં કેટલું રોકાણ-ઉપાડ

ફંડ કેટેગરી

મે

એપ્રિલ

માર્ચ

૨૦૨૬

૨૦૨૬

૨૦૨૬

ઈક્વિટી ફંડો

૨૨,૯૦૭

૩૮,૪૪૦

૪૦,૪૫૦

ડેટ ફંડ કેટેગરી

-૯૬,૯૪૮

,૪૭,૪૯૦

-૨,૯૪,૯૮૭

હાઈબ્રિડ ફંડો

૧૦,૫૬૦

૨૦,૫૬૫

-૧૬૫૩૮

અન્ય સ્કિમો

૩૬૨

૨૦,૦૮૨

૩૦,૭૬૭

સોલ્યુશન. સ્કિમો

૨૭૦

૩૦૭

૨૫૬

ક્લોઝ એન્ડેડ-ઈન્ટર્વલ

-૧૧૫૫

-૪૪૬૭

૨૨૬

કુલ રોકાણ/ઉપાડ

-૬૪,૦૦૩

,૨૨,૪૧૭

-૨,૩૯,૮૨૬



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤