લોડ થઈ રહ્યું છે...
--:--:--

IPL 2026સ્પોર્ટ્સ

હિંસાના કારણે ટીમ ઈન્ડિયાના આયરલેન્ડ પ્રવાસ પર સંકટના વાદળ! 48 કલાકમાં લેવાશે મોટો નિર્ણય | Belfast Violence Puts Indias Tour Of Ireland In Jeopardy Vaibhav Suryavanshis Debut Likely Delayed

by

Thenewsdk

Updated: 12-06-2026, 01.13 PM

Follow us:

હિંસાના કારણે ટીમ ઈન્ડિયાના આયરલેન્ડ પ્રવાસ પર સંકટના વાદળ! 48 કલાકમાં લેવાશે મોટો નિર્ણય | Belfast Violence Puts Indias Tour Of Ireland In Jeopardy Vaibhav Suryavanshis Debut Likely Delayed



photo 1781250204424

Belfast Violence: ટીમ ઈન્ડિયા હાલમાં અફઘાનિસ્તાનની યજમાની કરી રહી છે. એકમાત્ર ટેસ્ટ મેચ બાદ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચોની વન-ડે સિરિઝ રમાશે. આ સિરિઝ પૂરી થતાં જ ભારતીય ખેલાડીઓ UKના પ્રવાસે જશે. ભારતને આયર્લેન્ડ સામે બે મેચની T20 સિરિઝ રમવાની છે, ત્યારબાદ ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ જવા રવાના થશે.  જોકે, બેલફાસ્ટમાં ફાટી નીકળેલી હિંસાના કારણે ભારતના આયર્લેન્ડ પ્રવાસ પર સંકટના વાદળો ઘેરાયા છે. ક્રિકેટ આયર્લેન્ડે આ અંગે એક સત્તાવાર નિવેદન પણ જારી કર્યું છે. હાલમાં એ કન્ફર્મ નથી કે ભારતની મેચ બેલફાસ્ટથી અન્ય કોઈ સ્થળે શિફ્ટ થશે કે પછી આ આખો પ્રવાસ જ રદ કરી દેવામાં આવશે. BCCI અને ક્રિકેટ આયર્લેન્ડ હાલની પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. જો ભારતનો આયર્લેન્ડ પ્રવાસ રદ થશે તો વૈભવ સૂર્યવંશીએ ડેબ્યૂ માટે વધુ રાહ જોવી પડી શકે છે.

લિસબર્નમાં યોજાનારો ઈન્ટર-પ્રોવિન્શિયલ T20 ફેસ્ટિવલ રદ કરી દેવામાં આવ્યો છે. ગુરુવારે ક્રિકેટ આયર્લેન્ડે પુષ્ટિ કરી છે કે રવિવારે યોજાનારી આઈરિશ સિનિયર કપ અને નેશનલ કપની મેચો અંગે આગામી 48 કલાકમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે.

48 કલાકમાં લેવાશે મોટો નિર્ણય

ક્રિકેટ આયર્લેન્ડે એક સત્તાવાર નિવેદનમાં કહ્યું કે, ‘ક્રિકેટ આયર્લેન્ડ હાલમાં જે વિસ્તારોમાં અશાંતિનો માહોલ છે ત્યાની પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને આ રવિવારે યોજાનારી આઈરિશ સિનિયર કપ અને નેશનલ કપની મેચો અંગે આગામી 48 કલાકમાં નિર્ણય લેવામાં આવશે.’

નિવેદનમાં આગળ કહેવામાં આવ્યું કે, ‘અમે સંબંધિત અધિકારીઓ અને અમારા પ્રોવિન્શિયલ યુનિયનો સાથે સતત સંપર્કમાં છીએ. ખેલાડીઓ, કોચ, મેચ અધિકારીઓ અને સમર્થકોની સુરક્ષા અમારા માટે સૌથી મહત્વપૂર્ણ છે. આ અંગે જેમ જેમ વધુ માહિતી મળશે, તેમ તેમને જાણ કરવામાં આવશે.’

બેલફાસ્ટ હિંસા

એક અહેવાલ પ્રમાણે BCCI પણ બેલફાસ્ટની સ્થિતિ પર બાજ નજર રાખી રહ્યું છે. સિરિઝ શરૂ થતાં પહેલા બેલફાસ્ટમાં વણસેલી સ્થિતિએ BCCIની ચિંતા વધારી દીધી છે. તાજેતરમાં બેલફાસ્ટમાં થયેલી ચાકુબાજીની એક ઘટના બાદ પ્રવાસીઓ વિરુદ્ધ હિંસા ફાટી નીકળી છે.

હુમલાનો વીડિયો વાઈરલ થયા બાદ વંશીય તણાવ વધી ગયો છે અને ઘણા વિસ્તારોમાં હિંસક પ્રદર્શનો શરૂ થઈ ગયા છે. બુકાનીધારી પ્રદર્શનકારીઓએ અનેક વાહનોને આગ ચાંપી દીધી છે, દુકાનો તથા વ્યાપારિક પ્રતિષ્ઠાનોને નિશાન બનાવ્યા છે અને જાહેર સંપત્તિને ભારે નુકસાન પહોંચાડ્યું છે.

આ પણ વાંચો: ફીફા વર્લ્ડ કપના ઈતિહાસમાં પહેલીવાર! ઓપનિંગ મેચમાં ગોલ કરતાં વધુ રેડ કાર્ડ અપાયા

BCCIના એક સૂત્રએ જણાવ્યું કે બેલફાસ્ટની વર્તમાન પરિસ્થિતિ પર ઝીણવટભરી નજર રાખવામાં આવી રહી છે. બંને મેચ ક્યાં યોજાશે તે આયર્લેન્ડ ક્રિકેટ બોર્ડ પર નિર્ભર રહેશે. જો તેમની તરફથી કોઈ રિક્વેસ્ટ આવશે તો અમે તેના પર વિચાર કરીશું.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤