![]()
અમદાવાદ : અમેરિકા અને ઈરાન વચ્ચે કરાર થવાની આશા વધતાં ક્રૂડ ઓઇલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. આજે, બ્રેન્ટ ક્રૂડ લગભગ ૪ ટકા ઘટીને ૮૭ ડોલર પ્રતિ બેરલ ઉતરી આવ્યું હતું. નિષ્ણાતો કહે છે કે જો બંને દેશો વચ્ચે કરાર થાય અને તણાવ ઓછો થશે, તો ક્રૂડ તેલના ભાવ વધુ ઘટી શકે છે.
રેટિંગ એજન્સી ફિચ માને છે કે ક્ડ તેલના ભાવ હવે હોર્મુઝ સ્ટ્રટ સંપૂર્ણપણે ક્યારે ખુલશે તેના પર નિર્ભર છે. એજન્સીનો અંદાજ છે કે જુલાઈના અંત સુધીમાં સ્ટ્રેટ ખુલી શકે છે. જો આવું થાય, તો બજારમાં તેલનો પુરવઠો વધશે, જે વર્ષના અંત સુધી કિંમતો પર દબાણ લાવી શકે છે.
ફિચના મતે, મે અને જુલાઈ વચ્ચે બ્રેન્ટ ક્ડ ઓઇલનો સરેરાશ ભાવ ૧૦૦ થી ૧૧૦ ડોલર પ્રતિ બેરલ રહેવાની ધારણા છે. ઓગસ્ટમાં તે ઘટીને લગભગ ૮૦ અને સપ્ટેમ્બરમાં ૭૦ થડોલર થઈ શકે છે.ફેબુ્રઆરી ૨૦૨૬ માં, પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો તે પહેલાં, બ્રેન્ટ ક્ડ તેલ પ્રતિ બેરલ ૭૦ ડોલરની આસપાસ હતું. જોકે, પરિસ્થિતિ વધુ વણસી જતાં, તેલના ભાવ ઝડપથી વધીને ૧૨૫ ડોલર પ્રતિ બેરલ થયા હતા. હવે, યુદ્ધનો અંત અને વાટાઘાટો દ્વારા ઉકેલની આશા સાથે, તેલના ભાવ ફરીથી ૧૦૦ ડોલરની નીચે આવી ગયા છે.
સાઉદી અરેબિયા, યુએઈ, ઇરાક, કુવૈત અને ઈરાનમાંથી તેલ આ માર્ગ દ્વારા વૈશ્વિક બજારોમાં પહોંચે છે. ભારત અને ચીન આ તેલ શિપમેન્ટના સૌથી મોટા ખરીદદારોમાંના એક છે.જાણકારોના મતે, ભવિષ્યમાં કોઈ સમાચારને કારણે તેલના ભાવ અચાનક વધે તો પણ રોકાણકારો તેને નફો બુક કરવાની તક તરીકે જોઈ શકે છે, કારણ કે બજાર હવે ફરીથી માંગ અને પુરવઠાના વાસ્તવિક ડેટા પર ધ્યાન આપી રહ્યું છે.
ચીન પણ તેલના ભાવ પર દબાણનું એક મુખ્ય કારણ છે. વિશ્વનો સૌથી મોટો તેલ આયાતકાર ચીન પહેલા જેટલું તેલ ખરીદી રહ્યો નથી. રાબોબેંકના અહેવાલ મુજબ, મે મહિનામાં ચીનની દરિયાઈ તેલની આયાત ઘટીને ૬.૭ મિલિયન બેરલ પ્રતિ દિવસ થઈ ગઈ, જે છેલ્લા ૧૦ વર્ષમાં સૌથી નીચો સ્તર છે.


Leave a Comment