લોડ થઈ રહ્યું છે...
--:--:--

બિઝનેસ

અમેરિકા-ઈરાન વચ્ચે કરાર થવાની આશાએ ક્રૂડ 70 ડોલર સુધી ઘટવાની વકી | Crude oil prices could fall to 70 on hopes of a deal between the US and Iran

by

Thenewsdk

Updated: 13-06-2026, 07.15 AM

Follow us:

અમેરિકા-ઈરાન વચ્ચે કરાર થવાની આશાએ ક્રૂડ 70 ડોલર સુધી ઘટવાની વકી | Crude oil prices could fall to 70 on hopes of a deal between the US and Iran



photo 1781280173718

અમદાવાદ : અમેરિકા અને ઈરાન વચ્ચે કરાર થવાની આશા વધતાં ક્રૂડ ઓઇલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. આજે, બ્રેન્ટ ક્રૂડ લગભગ ૪ ટકા ઘટીને ૮૭ ડોલર પ્રતિ બેરલ ઉતરી આવ્યું હતું. નિષ્ણાતો કહે છે કે જો બંને દેશો વચ્ચે કરાર થાય અને તણાવ ઓછો થશે, તો ક્રૂડ તેલના ભાવ વધુ ઘટી શકે છે.

રેટિંગ એજન્સી ફિચ માને છે કે ક્ડ તેલના ભાવ હવે હોર્મુઝ સ્ટ્રટ સંપૂર્ણપણે ક્યારે ખુલશે તેના પર નિર્ભર છે. એજન્સીનો અંદાજ છે કે જુલાઈના અંત સુધીમાં સ્ટ્રેટ ખુલી શકે છે. જો આવું થાય, તો બજારમાં તેલનો પુરવઠો વધશે, જે વર્ષના અંત સુધી કિંમતો પર દબાણ લાવી શકે છે.

ફિચના મતે, મે અને જુલાઈ વચ્ચે બ્રેન્ટ ક્ડ ઓઇલનો સરેરાશ ભાવ ૧૦૦ થી ૧૧૦ ડોલર પ્રતિ બેરલ રહેવાની ધારણા છે. ઓગસ્ટમાં તે ઘટીને લગભગ ૮૦ અને સપ્ટેમ્બરમાં ૭૦ થડોલર થઈ શકે છે.ફેબુ્રઆરી ૨૦૨૬ માં, પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો તે પહેલાં, બ્રેન્ટ ક્ડ તેલ પ્રતિ બેરલ ૭૦ ડોલરની આસપાસ હતું. જોકે, પરિસ્થિતિ વધુ વણસી જતાં, તેલના ભાવ ઝડપથી વધીને ૧૨૫ ડોલર પ્રતિ બેરલ થયા હતા. હવે, યુદ્ધનો અંત અને વાટાઘાટો દ્વારા ઉકેલની આશા સાથે, તેલના ભાવ ફરીથી ૧૦૦ ડોલરની નીચે આવી ગયા છે.

સાઉદી અરેબિયા, યુએઈ, ઇરાક, કુવૈત અને ઈરાનમાંથી તેલ આ માર્ગ  દ્વારા વૈશ્વિક બજારોમાં પહોંચે છે. ભારત અને ચીન આ તેલ શિપમેન્ટના સૌથી મોટા ખરીદદારોમાંના એક છે.જાણકારોના મતે, ભવિષ્યમાં કોઈ સમાચારને કારણે તેલના ભાવ અચાનક વધે તો પણ રોકાણકારો તેને નફો બુક કરવાની તક તરીકે જોઈ શકે છે, કારણ કે બજાર હવે ફરીથી માંગ અને પુરવઠાના વાસ્તવિક ડેટા પર ધ્યાન આપી રહ્યું છે.

ચીન પણ તેલના ભાવ પર દબાણનું એક મુખ્ય કારણ છે. વિશ્વનો સૌથી મોટો તેલ આયાતકાર ચીન પહેલા જેટલું તેલ ખરીદી રહ્યો નથી. રાબોબેંકના અહેવાલ મુજબ, મે મહિનામાં ચીનની દરિયાઈ તેલની આયાત ઘટીને ૬.૭ મિલિયન બેરલ પ્રતિ દિવસ થઈ ગઈ, જે છેલ્લા ૧૦ વર્ષમાં સૌથી નીચો સ્તર છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤