લોડ થઈ રહ્યું છે...
--:--:--

એન્ટરટેઇનમેન્ટ

છૂટાછેડા બાદ ઉઠતાં સવાલો પર ભડકી મૌની રોય, ટ્રોલ્સની બોલતી બંધ કરતા કહ્યું- હું ગે નથી | mouni roy addresses rumours about her sexual orientation gay after separation from suraj nambiar

by

Thenewsdk

Updated: 13-06-2026, 06.48 PM

Follow us:

છૂટાછેડા બાદ ઉઠતાં સવાલો પર ભડકી મૌની રોય, ટ્રોલ્સની બોલતી બંધ કરતા કહ્યું- હું ગે નથી | mouni roy addresses rumours about her sexual orientation gay after separation from suraj nambiar


Mouni Roy Openup After Divorce: બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રી મૌની રોય છેલ્લા કેટલાક સમયથી પોતાની પ્રોફેશનલ લાઈફ કરતાં પર્સનલ લાઈફ અને તેના છૂટાછેડાને લઈને ભારે ચર્ચામાં છે. પતિ સૂરજ નામ્બિયારથી અલગ થયા બાદ સોશિયલ મીડિયા પર મૌનીના સેક્સ્યુઅલ ઓરિએન્ટેશનને લઈને અનેક પ્રકારની વાહિયાત અફવાઓ ઉડી રહી હતી. હવે આ તમામ ટ્રોલ્સ અને અફવાઓ પર મૌની રોયે એક યુટ્યુબ ચેટ દરમિયાન ખુલ્લેઆમ વાત કરી છે અને તેને પોતાના જીવનની સૌથી મોટી અફવા ગણાવી છે.

બોલિવૂડની સૌથી મોટી અફવા: ‘હું ગે (લેસ્બિયન) છું!’

તાજેતરમાં એક યુટ્યુબ ચેનલ પર આપેલા ઇન્ટરવ્યુમાં જ્યારે મૌની રોયને પૂછવામાં આવ્યું કે, “તેણે અત્યાર સુધી બોલિવૂડમાં પોતાના વિશે સાંભળેલી સૌથી મોટી અને અજીબોગરીબ અફવા કઈ છે?”

ત્યારે મૌનીએ સહેજ પણ ખચકાટ વગર હસતા હસતા જવાબ આપ્યો, “ઓહ, એ જ કે હું ગે (લેસ્બિયન) છું.” મૌનીએ આ ડાયરેક્ટ નિવેદન આપીને તે તમામ ટ્રોલ્સના મોં બંધ કરી દીધા છે જેઓ તેના અંગત જીવનને લઈને સોશિયલ મીડિયા પર મનઘડંત વાર્તાઓ બનાવી રહ્યા હતા.

છૂટાછેડા બાદ ઉઠતાં સવાલો પર ભડકી મૌની રોય, ટ્રોલ્સની બોલતી બંધ કરતા કહ્યું- હું ગે નથી 2 - image

મુશ્કેલ સમયમાં મહિલા મિત્રો બની આશાનું કિરણ

વર્ષ 2022માં સૂરજ નામ્બિયાર સાથે લગ્નગ્રંથિથી જોડાયેલી મૌની રોય વર્ષ 2026માં તેનાથી સત્તાવાર રીતે અલગ થઈ ગઈ છે. સૂરજથી અલગ થયા પછીના મુશ્કેલ તબક્કાને યાદ કરતા 40 વર્ષીય મૌનીએ જણાવ્યું કે તે ખૂબ નસીબદાર છે કે તેની પાસે સપોર્ટ સિસ્ટમ તરીકે મજબૂત પરિવાર અને મિત્રો છે.

મૌનીએ પોતાની મહિલા મિત્રોના વખાણ કરતા કહ્યું કે, “હું મારી જાતને બહુ ભાગ્યશાળી માનું છું કે મારી ગર્લફ્રેન્ડ્સે હંમેશા મારો સાથ આપ્યો છે. તેઓ મારા સારા, ખરાબ અને સૌથી મુશ્કેલ ફેઝમાં મારી સાથે ખડકની જેમ ઊભી રહી છે. તમારા જીવનમાં એવી સ્ત્રીઓ હોવી ખૂબ જ જરૂરી છે જે તમને હંમેશા આગળ વધવા માટે પ્રોત્સાહિત કરે. મારી ગર્લફ્રેન્ડ્સ દુનિયામાં બેસ્ટ છે.”

દિશા પટણી સાથેની મિત્રતા પર પણ રહે છે લોકોની નજર

મૌની રોય અવારનવાર સોશિયલ મીડિયા પર તેની મહિલા મિત્રો સાથેની તસવીરો શેર કરતી રહે છે. ખાસ કરીને બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટણી સાથેની તેની મિત્રતા હંમેશા નેટીઝન્સનું ધ્યાન ખેંચે છે. ઇન્સ્ટાગ્રામ પર બંને અવારનવાર વેકેશન અને પાર્ટીના ફોટોઝ શેર કરતી હોય છે.

આ પણ વાંચો: ચટણી-રોટી ખાઈને દિવસો વીતાવ્યા, 20 વર્ષ સુધી ઘરે ન ગયા…: ‘પંચાયત’ના ‘પ્રધાનજી’નો સંઘર્ષ

હાલમાં જ દિશા પટણીના જન્મદિવસ પર પણ મૌનીએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ શેર કરીને એક ખાસ અને ઈમોશનલ નોટ લખી હતી, જેમાં તેણે દિશાને પોતાના જીવનનો ‘મેજિક’ ગણાવી હતી અને તેના પર પ્રેમ વરસાવ્યો હતો. પ્રોફેશનલ ફ્રન્ટની વાત કરીએ તો, મૌની રોય તાજેતરમાં જ વર્ષ 2026માં રિલીઝ થયેલી જાણીતા ડિરેક્ટર ડેવિડ ધવનની ફિલ્મ ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’માં મહત્ત્વના રોલમાં જોવા મળી હતી.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤