લોડ થઈ રહ્યું છે...
--:--:--

એન્ટરટેઇનમેન્ટ

વીરદાસની હોરર ફિલ્મ બારા નંબરમાં શ્રિયા પિલગાંવકરની એન્ટ્રી | Shriya Pilgaonkar’s entry in Virdas’ horror film Baara Number

by

Thenewsdk

Updated: 13-06-2026, 05.45 AM

Follow us:

વીરદાસની હોરર ફિલ્મ બારા નંબરમાં શ્રિયા પિલગાંવકરની એન્ટ્રી | Shriya Pilgaonkar’s entry in Virdas’ horror film Baara Number



photo 1781285537357

– ફિલ્મમાં ફાઉન્ડ ફૂટેજનો પ્રયોગ કરવામાં આવશે 

– અરુણોદય સિંહ, અહસાસ ચન્ના, અતુલ કુલકર્ણી સહિતના સહકલાકારો હશે

મુંબઈ : સચીનની પુત્રી શ્રિયાએ ૨૦૧૩માં તેની કારકિર્દીની શરૂઆત કરી હતી પણ હવે તેનું સ્થાન ફિલ્મ ઉદ્યોગમાં મજબૂત બનતું જાય છે.

 શ્રિયા પિલગાંવકર હવે વીર દાસની આગામી હોરર ફિલ્મ ‘બારા નંબર’માં જોવા મળશે. કવિ શાસ્ત્રીના સહનિર્માણમાં બની રહેલી આ ફિલ્મમાં નવતર ફાઉન્ડ ફૂટેજ સ્ટાઇલનો પ્રયોગ કરવામાં આવશે. 

આ ફિલ્મમાં હીરો વીર દાસ છે જ્યારે હિરોઇન શ્રિયા પિલગાંવકર બનશે. 

આ ફિલ્મમાં શીબા ચડ્ઢા, અરૂણોદય સિંહ, અહસાસ ચન્ના અને અતુલ કુલકર્ણી પણ મહત્વની ભૂમિકાઓમાં જોવા મળશે. ફિલ્મની સ્ટોરી અને શ્રિયાની ભૂમિકા વિશે વધુ માહિતી જારી કરવામાં આવી નથી. 

શ્રિયા પિલગાંવકરની  આ વર્ષમાં ત્રણ મોટી ફિલ્મો આવી છે. પ્રિયદર્શનની ફિલ્મ ‘હૈવાન’માં તે અક્ષયકુમાર અને સૈફ અલીખાન સાથે જોવા મળી હતી. એ પછી ‘મિર્ઝાપુરઃ ધ ફિલ્મ’માં પણ તેની મહત્વની ભૂમિકા છે. અને હવે શ્રિયા ‘બારા નંબર’ નામની હોરર ફિલ્મમાં કામ કરી પોતાનું સ્થાન ફિલ્મ જગતમાં મજબૂત કરશે 



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤