લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

છાયાપુરી-પિલોલ વચ્ચે બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત, વડોદરા-દાહોદ મેમુ આંશિક રદ | Some trains affected due to block between Chhayapuri Pilol Vadodara Dahod MEMU partially cancelled

by

Thenewsdk

Updated: 13-06-2026, 05.06 PM

Follow us:

છાયાપુરી-પિલોલ વચ્ચે બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત, વડોદરા-દાહોદ મેમુ આંશિક રદ | Some trains affected due to block between Chhayapuri Pilol Vadodara Dahod MEMU partially cancelled



Western Railways : પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ હેઠળ વડોદરા-ગોધરા રેલખંડ પર છાયાપુરી અને પિલોલ સ્ટેશનો વચ્ચે આવેલા બ્રિજ નંબર 10A પર હાલના સ્ટીલ ગર્ડર્સને પી.એસ.સી. (PSC) સ્લેબથી બદલવાની કામગીરી માટે ટ્રાફિક બ્લોક લેવામાં આવનાર છે. 

આ કામગીરીને કારણે આવતીકાલે તા.14 જૂનના રોજ કેટલીક મુસાફર ટ્રેનોના સંચાલન પર અસર પડશે.

વડોદરાથી દાહોદ જતી વડોદરા-દાહોદ મેમુ 14 જૂનના રોજ વડોદરા અને ગોધરા વચ્ચે રદ રહેશે.

તે ઉપરાંત ઉધનાથી હસનપુર રોડ જતી ઉધના-હસનપુર રોડ સ્પેશિયલ ટ્રેન 14 જૂનના રોજ 2 કલાક 15 મિનિટ મોડી એટલે કે રી-શેડ્યૂલ કરીને દોડાવવામાં આવશે.

રેલવે તંત્ર દ્વારા મુસાફરોને ટ્રેનના સમય, સ્ટોપેજ અને  સ્થિતિ અંગેની માહિતી માટે ભારતીય રેલવેની સત્તાવાર વેબસાઇટ તથા રેલવન એપની મદદ લેવાની અપીલ કરવામાં આવી છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤