લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

LRD ભરતી: લોકરક્ષક કેડરની 12733 જગ્યાઓ માટે આવતીકાલે પરીક્ષા, 2.63 લાખથી વધુ ઉમેદવારો મેદાનમાં | gprb lokrakshak constable exam in gujarat

by

Thenewsdk

Updated: 13-06-2026, 08.34 PM

Follow us:

LRD ભરતી: લોકરક્ષક કેડરની 12733 જગ્યાઓ માટે આવતીકાલે પરીક્ષા, 2.63 લાખથી વધુ ઉમેદવારો મેદાનમાં | gprb lokrakshak constable exam in gujarat



LRD Exam Updates: ગુજરાત પોલીસ હેઠળ ભરતી જાહેરાત ક્રમાંક GPRB/202526/1 લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા આવતીકાલે રવિવારે 14 જૂન, 2026ના રોજ રાજ્યની કુલ 879 શાળા/કોલેજોમાં યોજાશે. જેમાં LRDની કુલ 12,733 જગ્યાઓ માટે 2.63 લાખથી વધુ ઉમેદવારોની કસોટી છે.

2.63 લાખથી વધુ ઉમેદવારોની કસોટી

પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાાંક GPRB/202526/1 લોકરક્ષક કેડરની શારીરિક પરીક્ષાનું પરિણામ ગત 2 એપ્રિલ, 2026ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 1.73 લાખથી વધુ પુરુષ ઉમેદવાર અને કુલ 89,405 મહિલા ઉમેદવાર શારીરિક કસોટીમાં પાસ થયા હતા. આમ કુલ 2,63,345 લાખથી વધુ ઉમેદવારો LRDની લેખિત પરીક્ષા આપશે. 

પરીક્ષા કેન્દ્ર પર બાયોમેટ્રિક અને વેરીફિકેશન સમયસર પૂર્ણ થઈ શકે તે માટે બોર્ડે ઉમેદવારને સમયસર પોતાના પરીક્ષા કેન્દ્ર ખાતે પહોંચવા સૂચન કર્યું છે. તેમજ પરીક્ષા અંગેની કોઈપણ પ્રકારની સચોટ માહિતી માટે ઉમેદવારોએ ફક્ત ગુજરાત પોલીસ ભરતી બોર્ડની વેબસાઇટ તથા X (Twitter) ચેક કરતા રહેવું. વધુ માહિતી પોલીસ ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઇટ gprb.gujarat.gov.in પરથી મળી રહેશે.

લોકરક્ષક કેડર (Lok rakshak Cadre) – કુલ 12,733 જગ્યા

• બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ: 6942

• હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ: 2458

• હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ (SRPF):3002

• જેલ સિપાહી (પુરુષ): 300

• જેલ સિપાહી (મહિલા /મેટ્રન): 31



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤