લોડ થઈ રહ્યું છે...
--:--:--

દેશ-વિદેશ

TMCના ‘સંકટમોચક’ જ બન્યા બળવાખોર! વધુ બે સાંસદોની ભાજપના નેતા સાથે બંધ બારણે બેઠક | TMC Crisis Deepens As Mamata Banerjee Ally Sudip Bandyopadhyay Meets BJP Leader

by

Thenewsdk

Updated: 13-06-2026, 07.39 PM

Follow us:

TMCના ‘સંકટમોચક’ જ બન્યા બળવાખોર! વધુ બે સાંસદોની ભાજપના નેતા સાથે બંધ બારણે બેઠક | TMC Crisis Deepens As Mamata Banerjee Ally Sudip Bandyopadhyay Meets BJP Leader



West Bengal Politics News : પશ્ચિમ બંગાળના રાજકારણમાં સત્તાનો પલટો થયા બાદ તૃણમૂલ કોંગ્રેસ(TMC)ના વડા મમતા બેનર્જા પર એક પછી એક મુશ્કેલી આવી રહી છે. તાજેતરના અહેવાલોમાં ચોંકાવનારી વાત એ છે કે, હવે TMCના સંકટમોચક અને મમતાના ખાસ કહેવાતા નેતા જ બળવાખોર બની ગયા છે અને તેમણે ભાજપ નેતા સાથે મુલાકાત પણ કરી લીધી છે. એટલું જ નહીં, આ મુલાકાતમાં પાર્ટીના અન્ય નેતા અને અભિનેત્રી શતાબ્દી રોય પણ સામેલ હોવાની વિગતો સામે આવી છે.

TMCમાં બળવાખોરોની સંખ્યા વધી ! વધુ બે બળવો કરવાની તૈયારીમાં

મળતી વિગતો મુજબ, ટીએમસીના બળવાખોર જૂથના નેતા અને અભિનેત્રી શતાબ્દી રોય અને મમતાના મહત્ત્વના નેતા સુદીપ બંદોપાધ્યાયે શનિવારે દિલ્હી પહોંચ્યા હતા અને સીધા જ કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા ભૂપેન્દ્ર યાદવના નિવાસસ્થાને પહોંચ્યા હતા. ટીએમસીની વર્તમાન સ્થિતિ એવી છે કે, 19 સાંસદોએ બળવો કરીને પોતે અસલી ટીએમસી હોવાનો દાવો ઠોક્યો છે અને હવે સુદીપ બંદોપાધ્યાય બળવાખોર બની જતાં હવે કુલ બળવાખોરોની સંખ્યા વધી ગઈ છે.

આ પણ વાંચો : ભક્તોની આસ્થા સાથે ચેડાં? અયોધ્યાના રામ મંદિરમાં દાન ચોરીના આરોપ મામલે ટ્રસ્ટની SIT તપાસની માંગ

દીદીની ઊંઘ ઊડી જાય તેવી ઘટના

બંદોપાધ્યાયની બળવાખોરી કરવાની હિલચાલ મમતા દીદીની ઊંઘ ઉડાડી દે તેવી ઘટના છે, કારણ કે તેઓ અને તેમની પત્ની નયના બંદોપાધ્યાય મુખ્યમંત્રી મમતા બેનર્જાના ખૂબ જ નજીકના હોવાનું અને સંકટમોચક હોવાનું મનાય છે. નયના ટીએમસીના ધારાસભ્ય છે. ભાજપ નેતા સાથે મુલાકાત કર્યા બાદ બંદોપાધ્યાય ટીએમસીના બળવાખોર સાંસદોના જૂથમાં સામેલ થઈ જવાની અટકળો ચાલી રહી છે. અગાઉ પણ બળવાખોર સાંસદ ભૂપેન્દ્ર યાદવના ઘરે અકઠા થયા હતા. ત્યારપછી કેટલાક સાંસદો શતાબ્દી રોયના ઘરે પણ ગયા હતા. બંદોપાધ્યાય કોલકાતા ઉત્તર લોકસભા મતવિસ્તારના કદાવર સાંસદ છે અને તેઓ આ મતક્ષેત્રમાંથી સતત જીતતા આવ્યા છે. એટલું જ નહીં, તેઓ કોલકાતાના સ્થાનિક સંગઠન પર મજબૂત પક્કડ ધરાવે છે. 

સંકટમોચક બંદોપાધ્યાય બળવાખોર કેમ બન્યા?

રાજકીય ચર્ચાઓ મુજબ, સુદીપ બંદોપાધ્યાયને ટીએમસીના સૌથી જૂના અને વરિષ્ઠ નેતાઓના મુખ્ય ચહેરા માનવામાં આવે છે. ઘણી બાબતોમાં તેમની અને અભિષેક બેનર્જા વચ્ચે સૈદ્ધાંતિક મતભેદ હોવાની ચર્ચા છે, જોકે મમતા બેનર્જાના સમર્થનના કારણે બંદોપાધ્યાયનો દરજ્જો ટોચ પર બનેલો રહ્યો છે. મમતાએ તેમની પત્નીની હાર થવા છતાં તેણીને વિધાનસભામાં ડેપ્યુટી લીડર બનાવ્યા હતા. બંદોપાધ્યાય ટીએમસીના સંસ્થાપક સભ્યોમાં સામેલ છે. તેઓ શતાબ્દી રોય સાથે દેખાતાં રાજકારણ ગરમાયું છે. હવે એવી ચર્ચાઓ તેજ થઈ ગઈ છે કે, શું જૂના નેતાઓ સાથે હોવાના કારણે મમતા બેનર્જા પાર્ટી પર પોતાની પક્કડ યથાવત્ રાખી શકશે.

આ પણ વાંચો : રશિયા પાસેથી તેલ ખરીદીને કશું ખોટું નથી કર્યું…, યુરોપના જ દેશે ભારતનો કર્યો બચાવ



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤