થોડાં
દિવસો પૂર્વે બે વખત પોસ્ટ ઓફિસને બોંબથી ઉડાવી દેવાની ધમકી બાદ હવે મનપાની ઓફિસને
ધમકી ભર્યો મેઈલ મળ્યો
મહાનગરપાલિકાના
સત્તાવાર મેઈલ આઈડીમાં મેસજ આવ્યા બાદ બોંબ અને ડૉગ સ્ક્વોર્ડ, એસઓજી, એલસીબી અને ફાયરની ટીમોએ ઓફિસમાં તપાસ કરી ઃ કંઈ શંકાસ્પદ નહી મળતા કચેરી
રાબેતા મુજબ શરૃ કરાઈ, તંત્રએ રાહતનો શ્વાસ લીધો
ભાવનગર –
થોડાં દિવસો પૂર્વે ભાવનગરની હેડ પોસ્ટ ઓફિસને અલગ-અલગ બે
વખત બોંબથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેઈલ મળ્યો હતો. જે બાદ હવે ભાવનગર
મહાનગરપાલિકાની ઓફિસને બોંબથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેઈલ ખાલિસ્તાની સમર્થકો
દ્વારા કરવામાં આવતા એજન્સીઓ સતર્ક થઈ છે. ભાવનગર પોલીસની બોંબ અને ડૉગ સ્ક્વોર્ડ,
એસઓજી, એલસીબી અને ફાયરની ટીમોએ સમગ્ર મનપા
કચેરીના પરિસરનું પાંચ કલાક સુધી સઘન ચેકિંગ કયું હતું. પરંતુ કંઈ શકાસ્પદ નહી
મળતા બપોરે ૩.૩૦ કલાકે કચેરીની કામગીરી રાબેતા મુજબ શરૃ કરી દેવામાં આવી હતી.
થોડાં
દિવસો પૂર્વે અલગ-અલગ બે વખત ભાવનગરની હેડ પોસ્ટ ઓફિસને બોંબથી ઉડાવી દેવાની ધમકી
ભર્યો ઈ-મેઈલ મળ્યો હતો. જે બાદ આજે ભાવનગર મહાનગરપાલિકાની ઓફિસના સત્તાવાર મેઈલ
આઈડી પર સવારે ૯.૩૨ કલાકે મનપા કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેઈલ મળતા
એજન્સીઓ સતર્ક થઈ છે. ખાલિસ્તાની નેશનલ આર્મી દ્વારા ઓફિસને બપોરે ૩.૧૧ કલાકે
બોંબથી ઉડાવી દેવામાં આવશે તેવા મેઈલની જાણ પોલીસને કરતા ભાવનગર પોલીસની બોંબ અને
ડૉગ સ્ક્વોર્ડ, એસઓજી, એલસીબી, ગંગાજળિયા
પોલીસ સ્ટાફ અને ફાયરની ટીમોએ સહિત પોલીસના ધાડેધાડા મનપા કચેરીમાં ઉતારી દેવામાં
આવ્યા હતા અને કચેરીને સંપૂર્ણપણે ખાલી કરાવી પોલીસની એજન્સીઓએ મહાનગરપાલિકાની
ઓફિસના પરિસરનું સતત પાંચ કલાક સુધી સઘન ચેકિંગ કર્યું હતું. જેમાં પોલીસને કંઈ
શંકાસ્પદ નહી મળતા ઓલ ક્લિયરન્સ થયાં પછી બપોરે ૩.૩૦ કલાકે મહાનગરપાલિકાની કચેરીની
કામગીરી રાબેતા મુજબ શરૃ કરી દેવામાં આવી હતી. વધુમાં મનપા કચેરીને બોંબથી ઉડાવી
દેવાની ધમકી કોણે મોકલી છે અને ઈ-મેઈલ મોકલનારા સ્ત્રોત અને સત્યતા અંગેની તપાસ
પોલીસ દ્વારા શરૃ કરી દેવામાં આવી છે અને લોકોને અફવા પર ધ્યાન નહી આપવા પણ અપીલ
કરવામાં આવી છે. આમ, મનપા કચેરીમાં તપાસ દરમિયાન કંઈ
શંકાસ્પદ નહી મળતા તંત્રને હાશકારો થયો છે અને એજન્સીઓ સતર્ક થઈ છે. મળતી વિગતો
પ્રમાણે વડોદરા અને સુરત મહાનગરપાલિકાની ઓફિસને આ પ્રકારની ધમકી મળી હતી.
ધમકી
ભર્યો મેઈલ મળ્યા બાદ પોલીસને જાણ કરી હતીઃ ડે.મ્યૂનિ.કમિશનર
આ
મામલે નાયબ મ્યૂનિસિપલ કમિશનર જીનેષ મહેતાએ જણાવ્યું હતું કે, કોર્પોરેશનને સવારે
૯.૩૦ કલાકના અરસામાં મેઈલ મળ્યો હતો. જે મેઈલ પોલીસને ફોરવર્ડ કરી પોલીસની સૂચના
બાદ બપોરે ૧ કલાક આસપાસ કચેરી ખાલી કરવામાં આવી હતી. સંપૂર્ણ તપાસ બાદ નોર્મલ
ડિક્લેર થતાં કચેરીની કામગીરી ફરી રાબેતા મુજબ શરૃ કરી દેવામાં આવી છે.
‘ગુજરાત બોલેગા ખાલિસ્તાન બોમ્બ ધમાકા-આઈઈડી કાર‘
ખાલિસ્તાન
નેશનલ આર્મીના નામે મળેલા મેઈલમાં એવી ધમકી આપવામાં આવી હતી કે, ગુજરાત બોલેગા ખાલિસ્તાન
બોંબ ધમાકા-આઈઈડી કાર, મેયર, મ્યૂનિસિપલ
ઓફિસ એટ૩ઃ૧૧ પીએમ, મેયર, મ્યૂનિસિપલ
કમિશનર ‘સબનું એક સલાહ, કોઈ વે ઓફિસ ના
જાઓ‘ આ ઉપરાંત મેઈલમાં ગૃહમંત્રી ઓફિસ, સ્કુલમાં પણ બોંબની ધમકી આપવામાં આવી છે. નિજ્જરના મોતનો બદલો લેવા
અલગ-અલગ સ્થળે બોંબની બ્લાસ્ટ થશે તેવું મેઈલમાં જણાવાયું છે.
સંપૂર્ણ
તપાસમાં કંઈ મળ્યું નથી, મેઈલ કોણે મોકલ્યો તે દિશામાં તપાસ શરૃઃ સીટી ડિવાયએસપી
આ
મામલે સીટી ડિવાયએસપી આર.આર.સિંઘાલે જણાવ્યું હતું કે, ઈનપુટના આધારે સ્થાનિક
પોલીસ તેમજ બોંબ સ્ક્વોર્ડ, ડોગ સ્ક્વોર્ડ, એસઓજી, એલસીબીની ટીમોએ પહોંચીને સંપૂર્ણ ચેકિંગ
કર્યું હતું. પરંતુ મેઈલ પ્રમાણેની કોઈ વસ્તુ મળી નથી. મેઈલ કોણે મોકલ્યો તે
દિશામાં તપાસ શરૃ કરવામાં આવી છે.


Leave a Comment