લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

નર્મદામાં ફરી ‘દૂધ સંજીવની’ યોજનાના પેકેટોનો બગાડ, વારંવાર તંત્રની ઘોર બેદરકારી સામે તપાસની ઉઠી માંગ | narmada dediapada dudh sanjeevani milk packets found abandoned on road

by

Thenewsdk

Updated: 17-06-2026, 10.53 PM

Follow us:

નર્મદામાં ફરી ‘દૂધ સંજીવની’ યોજનાના પેકેટોનો બગાડ, વારંવાર તંત્રની ઘોર બેદરકારી સામે તપાસની ઉઠી માંગ | narmada dediapada dudh sanjeevani milk packets found abandoned on road



Dudh Sanjeevani Yojana Milk Packets Wasted: નર્મદાના સાગબારા અને ડેડિયાપાડા વચ્ચેના મુખ્ય માર્ગ પર કણબીપીઠા નજીક આંગણવાડીના બાળકો માટેના ‘દૂધ સંજીવની’ના ઘણા પેકેટ્સ રસ્તા પર મળી આવતા ચકચાર મચી છે. આદિજાતિ બાળકોને પોષણ પૂરું પાડવા માટેની આ સરકારી યોજનાના પેકેટો આ રીતે રસ્તા પર કઈ રીતે પહોંચ્યા, તે એક ગંભીર તપાસનો વિષય બન્યો છે.

અગાઉ ઘાટોલી વિસ્તારમાંથી પેકેટ મળ્યા હતા

રાજ્ય સરકાર દ્વારા આદિવાસી બાળકોના આરોગ્ય અને પોષણ માટે આ દૂધની વ્યવસ્થા કરવામાં આવે છે. મહત્વનું છે કે અગાઉ પણ ડેડિયાપાડાના ઘાટોલી વિસ્તારમાં આવી જ ઘટના સામે આવી હતી. આવી ઘટનાઓ વારંવાર બનવી તે યોજનાના વિતરણ અને દેખરેખ વ્યવસ્થામાં રહેલી ખામીઓ તરફ આંગળી ચીંધે છે.

સ્થાનિકોમાં ભારોભાર રોષ

બાળકોના હક્કના આ પોષણયુક્ત આહારનો આ પ્રકારે બગાડ થતા સ્થાનિકોમાં પણ નારાજગી જોવા મળી રહી છે. સરકારી સંપત્તિનો આ બગાડ કોની બેદરકારીનું પરિણામ છે – સપ્લાય ચેઈન, પરિવહન કે પછી અન્ય કોઈ વહીવટી ક્ષતિ? તે અંગે સઘન તપાસ જરૂરી છે. હાલ તો તંત્ર દ્વારા આ મામલે યોગ્ય તપાસ કરી, જવાબદારો સામે કાયદાકીય કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી છે.

આ પણ વાંચો: મેઘરાજાના અમી છાંટણા! વીજળીના કડાકા સાથે બગોદરામાં ધોધમાર વરસાદ, અમદાવાદમાં પણ ઝાપટાં

બેદરકારીનું કેન્દ્ર ક્યાં?

આ પ્રકારે બિનવારસી હાલતમાં મળી આવવા તે માત્ર એક વહીવટી ક્ષતિ નથી, પરંતુ કુપોષણ સામે લડી રહેલા આદિવાસી બાળકોના હક્ક સાથે ખિલવાડ છે. અગાઉ પણ ઘાટોલી વિસ્તારમાં આવી જ ઘટના બની ચૂકી હોવા છતાં, તંત્ર દ્વારા કોઈ નક્કર પાઠ કેમ ન શીખવામાં આવ્યા? આ આખી કડીમાં બેદરકારીનું કેન્દ્ર ક્યાં છે? શું આ મામલે માત્ર કાગળ પરની તપાસ કરીને સંતોષ માની લેવાશે, કે પછી બાળકોના હક્ક પર ત્રાપ મારનારા જવાબદારો સામે કોઈ દાખલારૂપ કડક કાયદાકીય પગલાં ભરાશે?





Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤