લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

અમદાવાદ: દાણીલીમડાના સ્ક્રેપ વેપારી સાથે ઓડિશાના બે શખ્સોએ આચરી રૂપિયા 43.62 લાખની ઠગાઈ | ahmedabad danilimda scrap trader cheated of 43 lakhs by odisha thugs police complaint

by

Thenewsdk

Updated: 17-06-2026, 10.18 PM

Follow us:

અમદાવાદ: દાણીલીમડાના સ્ક્રેપ વેપારી સાથે ઓડિશાના બે શખ્સોએ આચરી રૂપિયા 43.62 લાખની ઠગાઈ | ahmedabad danilimda scrap trader cheated of 43 lakhs by odisha thugs police complaint



Ahmedabad Danilimda fraud case: અમદાવાદ શહેરના દાણીલીમડામાં આવેલી કબાડી માર્કેટમાં ઓટોમોબાઈલ સ્ક્રેપનો વ્યવસાય કરતા વેપારી સાથે ઓડિશાના બે શખ્સોએ માલ-સામાન ન આપીને રૂપિયા 43.62 લાખની છેતરપિંડી આચરી છે.જેની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસ તપાસ શરૂ કરવામાં આવી છે.

આરોપીઓએ સરકારી ટેન્ડરના બહાને સ્ક્રેપનો માલ આપવાની વાત કરી હતી. શરૂઆતમાં રૂપિયા 12 લાખ મેળવીને સમયસર સ્ક્રેપનો માલ પહોંચાડી વેપારીનો વિશ્વાસ કેળવ્યો હતો અને ત્યારબાદ લાખો રૂપિયા પડાવી લીધા હતા. રૂપિયા મેળવ્યા પછી આરોપીઓએ ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. વેપારી જ્યારે ઓડિશા ખાતે પોતાની ઉઘરાણી માટે ગયા, ત્યારે તેમને ધક્કા મારીને કાઢી મૂકવામાં આવ્યા હતા અને માલ સામાન કે રૂપિયા આપવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. આ બનાવ અંગે દાણીલીમડા પોલીસે બે શખ્સો સામે છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગ્યાસપુર ખાતે રહેતા અને દાણીલીમડાની કબાડી માર્કેટમાં વેપાર કરતા આધેડે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ઓડિશાના પુરી ખાતે કંપની ધરાવતા બે લોકો સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર, 4 વર્ષ પહેલાં તેમના એક સંબંધી મારફતે આરોપીઓ સાથે પરિચય થયો હતો. આરોપીઓએ પોતે સરકારી ટેન્ડર ભરીને સ્ક્રેપના માલસામાનનું મોટા પાયે કામકાજ કરતા હોવાની વાત કરી હતી.

આથી, શરૂઆતમાં તા. 10 માર્ચ 2023ના રોજ સ્ક્રેપનો માલ ખરીદવા માટે રૂપિયા 12 લાખ આપ્યા હતા. તે સમયે સમયસર માલ સામાન મળી જતાં વેપારીને આરોપીઓ પર વિશ્વાસ બેસી ગયો હતો. ત્યારબાદ, એક વર્ષ પછી વેપારીએ રૂપિયા 2.26 કરોડનું પેમેન્ટ કર્યું હતું. જેની સામે આરોપીઓએ રૂપિયા 1.82 કરોડનો જ માલ સામાન આપ્યો હતો, જ્યારે બાકીના રૂપિયા 43.62 લાખનો માલ સામાન આપ્યો ન હતો અને ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું હતું. જેથી વેપારી છેતરાયા હોવાનું અહેસાસ થતાં તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤