લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીએ જોર પકડ્યું! દક્ષિણ ગુજરાતમાં વરસાદનું યલો ઍલર્ટ, જુઓ હવામાનની ટેલેસ્ટ આગાહી | gujarat weather forecast yellow alert for south gujarat

by

Thenewsdk

Updated: 22-06-2026, 08.21 PM

Follow us:

રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીએ જોર પકડ્યું! દક્ષિણ ગુજરાતમાં વરસાદનું યલો ઍલર્ટ, જુઓ હવામાનની ટેલેસ્ટ આગાહી | gujarat weather forecast yellow alert for south gujarat


Gujarat Weather Forecast: ગુજરાતમાં હજુ વિધિવત ચોમાસાની રાહ જોવી પડે તેવી સ્થિતિ છે. પરંતુ ટ્રફ સિસ્ટમના કારણે આગામી 6 દિવસ રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ અને ધૂળની ડમરીઓ ઉડવાની સાથે પ્રી-મોન્સૂન એક્ટિવિટી જોર પકડશે. હવામાન વિભાગ અનુસાર, 22 જૂને સુરત, વલસાડ, ડાંગ, નવસારી જિલ્લામાં ભારે વરસાદનું યલો ઍલર્ટ છે. જ્યારે આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી 

IMD મુજબ, 23 જૂનના રોજ અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં થોડા સ્થળોએ વરસાદી માહોલ રહેશે. તેમજ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે મેઘગર્જના થવાની સંભાવના છે.  

24થી 26 જૂનની આગાહી 

આગામી 24થી 26 જૂન દરમિયાન સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લામાં ગાજવીજ સાથે છૂટોછવાયો વરસાદ પડી શકે છે.   

અમદાવાદમાં બફારો યથાવત્ રહેશે

અમદાવાદ અને આસપાસના વિસ્તારો માટેની આગાહી મુજબ, સામાન્ય રીતે આકાશ વાદળછાયું રહેશે અને સાંજના સમયે કે રાત્રે એક-બે સ્પેલમાં ગાજવીજ સાથે હળવા ઝાપટાં પડી શકે છે. જો કે, તાપમાનમાં કોઈ મોટો ઘટાડો થવાની સંભાવના નથી. સિટીનું મહત્તમ તાપમાન 41 ડિગ્રીની આસપાસ રહેતા બફારો યથાવત્ રહેશે.  

દેશમાં ચોમાસાની સ્થિતિ 

ભારતીય હવામાન વિભાગ(IMD)ના જણાવ્યા અનુસાર, દેશમાં નૈઋત્યનું ચોમાસું ઝડપભેર આગળ વધી રહ્યું છે. 22 જૂનના રોજ ચોમાસું મધ્ય અરબી સમુદ્ર, મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટક, છત્તીસગઢ, ઓડિશા, ઝારખંડ અને બિહારના કેટલાક વધુ ભાગોમાં આગળ વધ્યું છે. આગામી 48 કલાકમાં મુંબઈ સહિત મહારાષ્ટ્રના બાકીના ભાગોમાં પણ ચોમાસું બેસી જવા માટે સાનુકૂળ સંજોગો સર્જાયા છે.

રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીએ જોર પકડ્યું! દક્ષિણ ગુજરાતમાં વરસાદનું યલો ઍલર્ટ, જુઓ હવામાનની ટેલેસ્ટ આગાહી 3 - image

રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીએ જોર પકડ્યું! દક્ષિણ ગુજરાતમાં વરસાદનું યલો ઍલર્ટ, જુઓ હવામાનની ટેલેસ્ટ આગાહી 4 - image

રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીએ જોર પકડ્યું! દક્ષિણ ગુજરાતમાં વરસાદનું યલો ઍલર્ટ, જુઓ હવામાનની ટેલેસ્ટ આગાહી 5 - image

રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીએ જોર પકડ્યું! દક્ષિણ ગુજરાતમાં વરસાદનું યલો ઍલર્ટ, જુઓ હવામાનની ટેલેસ્ટ આગાહી 6 - image

રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીએ જોર પકડ્યું! દક્ષિણ ગુજરાતમાં વરસાદનું યલો ઍલર્ટ, જુઓ હવામાનની ટેલેસ્ટ આગાહી 7 - image



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤