લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

અમદાવાદ: વહેલી સવારે ઘરની બહારથી પશુની ચોરી કરતી ગેંગનો આરોપી ઝડપાયો, દોઢ વર્ષથી ફરાર હતો | Ahmedabad Police Arrest Cow Theft Gang Accused Who Was Absconding for 1 5 Years

by

Thenewsdk

Updated: 22-06-2026, 02.02 PM

Follow us:

અમદાવાદ: વહેલી સવારે ઘરની બહારથી પશુની ચોરી કરતી ગેંગનો આરોપી ઝડપાયો, દોઢ વર્ષથી ફરાર હતો | Ahmedabad Police Arrest Cow Theft Gang Accused Who Was Absconding for 1 5 Years



Ahmedabad Cow Theft Case: અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમને મોટી સફળતા મળી છે. ચાંગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત વર્ષ 2025માં થયેલી પશુ ચોરીના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી નાસતા-ફરતા વોન્ટેડ આરોપી કમરૂદ્દીન ઉર્ફે લાલા મીરને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. પકડાયેલો આરોપી રીઢો ગુનેગાર છે અને તેની સામે અલગ-અલગ જિલ્લામાં અનેક ગુનાઓ નોંધાયેલા છે.

વહેલી સવારે કારમાં આવીને ગાયની ચોરી કરી હતી

મળતી માહિતી અનુસાર, વર્ષ 2025માં ચાંગોદર ગામમાં રહેતા અને ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા કેતનગીરી ગોસ્વામીની ગાયને વહેલી સવારે કારમાં આવેલા ચાર શખસો ચોરી કરીને ભાગી રહ્યા હતા. આ દરમિયાન કેતનગીરી જાગી જતાં તેણે ચોરોનો પીછો પણ કર્યો હતો, પરંતુ આરોપીઓ ગાયને કારમાં ભરીને ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા. આ અંગે ચાંગોદરા પોલીસમાં પશુ ચોરીનો ગુનો નોંધાયો હતો.

આ પણ વાંચો: અમદાવાદ: બગોદરા-વટામણ હાઇવે પર કેમિકલ ચોરીનું કૌભાંડ ઝડપાયું, 34 લાખના મુદ્દામાલ સાથે બેની ધરપકડ

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ઝડપી પાડ્યો

ચાંગોદર પોલીસ આ ગુનાના આરોપીઓને શોધી રહી હતી, તે દરમિયાન અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે આ ગેંગનો મુખ્ય વોન્ટેડ આરોપી કમરૂદ્દીન ઉર્ફે લાલા મીર શહેરમાં આસપાસ ફરી રહ્યો છે. ક્રાઇમ બ્રાન્ચે વોચ ગોઠવીને આરોપીને દબોચી લીધો હતો અને હવે તેને કાયદેસરની કાર્યવાહી તથા આગળની પૂછપરછ માટે ચાંગોદર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

પકડાયેલ આરોપી સામે અમદાવાદ ગ્રામ્ય, વડોદરા અને સુરેન્દ્રનગર સહિત વિવિધ પોલીસ સ્ટેશનોમાં પશુ ચોરી, ચોરી, પ્રોહિબિશન અને અન્ય ગંભીર પ્રકારના કુલ 16 ગુનાઓ નોંધાયેલા હોવાનું પણ સામે આવ્યું છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤