લોડ થઈ રહ્યું છે...
--:--:--

IPL 2026સ્પોર્ટ્સ

નાઈટ ક્લબ વિવાદ: બેન સ્ટોક્સ તો બચી ગયો પણ હવે ઈંગ્લિશ ક્રિકેટ બોર્ડ અને મેનેજમેન્ટ પર ગંભીર સવાલ | ben stokes cleared nightclub controversy ecb management under fire

by

Thenewsdk

Updated: 22-06-2026, 05.04 PM

Follow us:

નાઈટ ક્લબ વિવાદ: બેન સ્ટોક્સ તો બચી ગયો પણ હવે ઈંગ્લિશ ક્રિકેટ બોર્ડ અને મેનેજમેન્ટ પર ગંભીર સવાલ | ben stokes cleared nightclub controversy ecb management under fire



photo 1782127919296

Ben Stokes Return As Captain: ન્યૂઝીલેન્ડ સામે 25 જૂનથી શરૂ થઈ રહેલી ત્રીજી અને નિર્ણાયક ટેસ્ટ મેચ પહેલા ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમને પિચ પર તો મોટી રાહત મળી છે, પરંતુ પિચની બહાર નવો વિવાદ વકર્યો છે. લંડનના એક નાઇટ ક્લબ વિવાદમાં ક્લીન ચિટ મળ્યા બાદ કેપ્ટન બેન સ્ટોક્સ અને ફાસ્ટ બોલર ગસ એટકિન્સનની ટીમમાં વાપસી થઈ ચૂકી છે. આ બંને ખેલાડીઓ ટ્રેન્ટ બ્રિજ ટેસ્ટ માટે ઉપલબ્ધ રહેશે અને સ્ટોક્સ ફરી ટીમની કમાન સંભાળશે. જોકે, આ સમગ્ર ઘટનાક્રમે ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ અને ટીમ મેનેજમેન્ટની આંતરિક કાર્યપદ્ધતિના ધજાગરા ઉડાવી દીધા છે.

કોચના નિવેદન અને વાસ્તવિકતા વચ્ચે વિરોધાભાસ

લોર્ડ્સ ટેસ્ટમાં શાનદાર જીત બાદ ઇંગ્લિશ કેમ્પમાં ભારે ઉત્સાહ હતો. કેપ્ટન બેન સ્ટોક્સ અને મુખ્ય કોચ બ્રેન્ડન મેકકુલમ એશિઝમાં મળેલી કારમી હારને ભૂલીને ટીમને નવી દિશા આપવાના દાવા કરી રહ્યા હતા, ત્યાં જ નાઇટ ક્લબ વિવાદે આખી બાજી પલટી નાખી. વિવાદ બાદ સ્ટોક્સને બીજી ટેસ્ટમાંથી બહાર કરાયા ત્યારે કોચ મેકકુલમે જાહેરમાં ચિંતા વ્યક્ત કરી હતી કે તેઓ કેપ્ટનની સ્થિતિને લઈને ચિંતિત છે. પરંતુ, તેના ગણતરીના દિવસોમાં જ સ્ટોક્સ કાઉન્ટી ક્રિકેટમાં ડરહામ તરફથી રમતા દેખાતા ફેન્સ અને ક્રિકેટ વિવેચકો આશ્ચર્યમાં મુકાયા હતા. આ ઘટનાએ સાબિત કર્યું કે ટીમ મેનેજમેન્ટ અને ખેલાડીઓ વચ્ચે પરસ્પર સંવાદનો મોટો અભાવ છે.

પૂર્વ કેપ્ટનો એલિસ્ટર કુક અને માઇકલ વોનના આકરા પ્રહારો

આ વિવાદ પર બોર્ડના ટોચના અધિકારીઓએ સાધેલા મૌન પર પૂર્વ દિગ્ગજોએ આકરા પ્રહારો કર્યા છે:

માઇકલ વોન: ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટને સનસનીખેજ દાવો કર્યો છે કે, ઇંગ્લિશ ક્રિકેટ બોર્ડમાં બેઠેલા કેટલાક શક્તિશાળી લોકો બેન સ્ટોક્સને ફરીથી કેપ્ટન તરીકે જોવા જ નહોતા માંગતા.

એલિસ્ટર કુક: ઇંગ્લેન્ડના આ દિગ્ગજ પૂર્વ કેપ્ટને નેતૃત્વ સામે સવાલ ઉઠાવતા પૂછ્યું કે, “આખરે બોર્ડનું નેતૃત્વ ક્યાં છે? જો આવા મોટા વિવાદોમાં મુખ્ય નિર્ણય લેનારા લોકો જ આગળ આવીને જવાબદારી નહીં સ્વીકારે, તો સિસ્ટમ કઈ રીતે ચાલશે?”

હાસ્યાસ્પદ બન્યો ‘કર્ફ્યૂ વિવાદ’: ખેલાડીઓને નિયમોની ખબર જ નહોતી!

આ વિવાદનો સૌથી ચોંકાવનારો વળાંક કર્ફ્યૂના નિયમોને લઈને આવ્યો. શરૂઆતમાં ECBએ આક્ષેપ કર્યો હતો કે સ્ટોક્સ અને એટકિન્સને ટીમના કર્ફ્યૂના નિયમો તોડ્યા છે. પરંતુ ટૂંક સમયમાં જ ક્રિકેટ ડિરેક્ટર રોબ કીએ ખુલાસો કર્યો કે ગસ એટકિન્સનને તો એ ખબર જ નહોતી કે ટીમમાં કોઈ કર્ફ્યૂ પણ લાગુ છે!

આ મામલે આખરે કોચ બ્રેન્ડન મેકકુલમે પણ હથિયાર હેઠા મૂકવા પડ્યા અને સ્વીકાર્યું કે કર્ફ્યૂની શરતો ખેલાડીઓને લેખિતમાં આપવામાં આવી નહોતી. તેમણે વચન આપ્યું છે કે ભવિષ્યમાં આવા નિયમો વધુ પ્રોફેશનલ રીતે લાગુ કરાશે. ટીકાકારો પૂછી રહ્યા છે કે જો આંતરરાષ્ટ્રીય સ્તરની ટીમના ખેલાડીઓ જ નિયમોથી અજાણ હોય, તો આ લાપરવાહીની જવાબદારી કોની?

મુશ્કેલ સમયમાં સ્ટોક્સની વાપસી ઇંગ્લેન્ડ માટે બૂસ્ટર ડોઝ

તમામ વિવાદોની વચ્ચે ઇંગ્લેન્ડ માટે સૌથી સકારાત્મક પાસું બેન સ્ટોક્સનું મેદાન પર પરત ફરવું છે. તેની ગેરહાજરીમાં બીજી ટેસ્ટ દરમિયાન ટીમનું સંતુલન સંપૂર્ણ ખોરવાઈ ગયું હતું, જેના કારણે ન્યૂઝીલેન્ડ સામે શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. સ્ટોક્સે તાજેતરમાં જ કાઉન્ટીમાં ડરહામ માટે 95 રનની શાનદાર ઇનિંગ રમીને ફોર્મમાં હોવાના સંકેત આપ્યો છે, જે છેલ્લા 1 વર્ષમાં તેનો સર્વોચ્ચ સ્કોર છે.

આ પણ વાંચો: ઈંગ્લેન્ડ પર ICC ની ચાબુક, WTC પોઈન્ટ કાપવાની સાથે ભારે દંડ પણ ફટકાર્યો, જાણો શું હતો વાંક

એશિઝની હાર અને હવે આ નાઇટ ક્લબ વિવાદના કારણે ઇંગ્લિશ ક્રિકેટની છબી ખરડાઈ છે. હવે 3 મેચની શ્રેણી 1-1ની બરાબરી પર છે, ત્યારે ટ્રેન્ટ બ્રિજ ખાતે રમાનારી ત્રીજી ટેસ્ટ મેચ માત્ર સિરીઝ જીતવા માટેની નથી, પરંતુ ઇંગ્લિશ ક્રિકેટ માટે પોતાની ગુમાવેલી પ્રતિષ્ઠા પાછી મેળવવાની જંગ બની રહેશે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤