લોડ થઈ રહ્યું છે...
--:--:--

IPL 2026સ્પોર્ટ્સ

ટ્રાય સિરીઝ ફાઈનલમાં ઈન્ડિયા-A ચેમ્પિયન, શ્રીલંકાને 66 રનથી હરાવ્યું, વૈભવની તોફાની ઈનિંગ | India A Wins Tri Series Final: Defeats Sri Lanka A By 66 Runs As Vaibhav Suryavanshi Blasts 92

by

Thenewsdk

Updated: 21-06-2026, 08.28 PM

Follow us:

ટ્રાય સિરીઝ ફાઈનલમાં ઈન્ડિયા-A ચેમ્પિયન, શ્રીલંકાને 66 રનથી હરાવ્યું, વૈભવની તોફાની ઈનિંગ | India A Wins Tri Series Final: Defeats Sri Lanka A By 66 Runs As Vaibhav Suryavanshi Blasts 92



photo 1782053913455

IND A vs SL A Final  : દામ્બુલાના રણગિરી દામ્બુલા ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાયેલી ટ્રાય સિરીઝની રોમાંચક ફાઈનલ મેચમાં ઈન્ડિયા-A ટીમે શ્રીલંકા-A સામે 66 રને શાનદાર વિજય મેળવીને ખિતાબ પોતાના નામે કરી લીધો છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 9 વિકેટે 377 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો, જેના જવાબમાં શ્રીલંકાની આખી ટીમ 47.1 ઓવરમાં 311 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. આ જીત સાથે જ ભારતે ટુર્નામેન્ટમાં પોતાની તાકાતનો પરિચય આપ્યો છે.

વૈભવ સૂર્યવંશીએ 11 બોલમાં ફિફ્ટી ફટકારી

ભારતની આ ઐતિહાસિક જીતમાં ઓપનર વૈભવ સૂર્યવંશીએ અદભુત પ્રદર્શન કર્યું હતું. તેણે માત્ર 11 બોલમાં 5 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી પોતાની તોફાની ફિફ્ટી પૂરી કરી હતી. તેણે મેચના ત્રીજા ઓવરમાં જ 26 રન ઝૂડી કાઢીને ટીમનો સ્કોર 3 ઓવરમાં 50 રનને પાર પહોંચાડ્યો હતો. વૈભવ સૂર્યવંશીએ માત્ર 9 ઓવર રમીને 92 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી, જેના કારણે ભારત એક મોટા સ્કોર તરફ આગળ વધી શક્યું હતું.

તિલક વર્મા, પ્રિયાંશ આર્યા, ઋતુરાજની પણ દમદાર બેટિંગ

વૈભવ ઉપરાંત ભારતીય ઈનિંગ્સમાં પ્રિયાંશ આર્યાએ 39 રન અને ઋતુરાજ ગાયકવાડે 40 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે કેપ્ટન તિલક વર્માએ જવાબદારીપૂર્વક બેટિંગ કરતા 90 બોલમાં 67 રન બનાવ્યા હતા. મધ્યમ ક્રમમાં કુમાર કુશાગ્રના 36 રન અને અંતિમ ઓવરોમાં અનુકૂલ રોયે માત્ર 15 બોલમાં ફટકારેલા ધમાકેદાર 39 રનની મદદથી ભારતે શ્રીલંકા સામે 378 રનનો મજબૂત લક્ષ્યાંક મૂક્યો હતો.

આ પણ વાંચો : વૈભવે મેદાન ધ્રૂજાવ્યું: એક પણ સિંગલ વિના અર્ધ સદી, 10 ચોગ્ગા, 8 છગ્ગા… 20 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો

શ્રીલંકન ટીમની નબળી શરૂઆત

378 રનના પહાડ જેવા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકા-A ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ભારતીય બોલર યશ ઠાકુરે પાવરપ્લેમાં જ ઓપનર નિરોશન ડિકવેલા (25 રન), અવિષ્કા ફર્નાન્ડો (3 રન) અને નુવાનીદુ ફર્નાન્ડો (21 રન)ને આઉટ કરીને શ્રીલંકાની કમર તોડી નાખી હતી. ત્યારબાદ સદીરા સમરવિક્રમાના 52 રન અને કેપ્ટન સહાન અરાચિગેના 38 રનની મદદથી શ્રીલંકાએ વાપસી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ લાંબો સમય ટકી શક્યા નહોતા.

વિપ્રજ નિગમ-યશ ઠાકુરની 3-3 વિકેટ

શ્રીલંકા તરફથી વાનુજા સહાને સૌથી વધુ 62 રન અને વિજયકાંત વ્યાસકાંતે 39 રન બનાવીને લડત આપી હતી. જોકે, ભારતીય બોલરોના નિયમિત અંતરે પ્રહારોના કારણે શ્રીલંકાની ટીમ લક્ષ્યથી ઘણી દૂર રહી ગઈ હતી. ભારત તરફથી બોલિંગમાં વિપ્રજ નિગમ અને યશ ઠાકુરે શાનદાર પ્રદર્શન કરતા 3-3 વિકેટ ઝડપી હતી. આ સિવાય અનુકૂલ રોયને 2 સફળતા મળી હતી, જ્યારે કેપ્ટન તિલક વર્મા અને અશોક શર્માએ 1-1 વિકેટ મેળવીને ભારતની જીત નિશ્ચિત કરી હતી.

આ પણ વાંચો : અફઘાનિસ્તાન સામેની વનડેમાં રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલનો કમાલ, તોડયા અનેક મોટા રેકોર્ડ



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤