લોડ થઈ રહ્યું છે...
--:--:--

દેશ-વિદેશ

નબળા ચોમાસાથી મોંઘવારી ભડકે બળશે : આરબીઆઇ | Inflation will flare up due to weak monsoon: RBI

by

Thenewsdk

Updated: 23-06-2026, 05.30 AM

Follow us:

નબળા ચોમાસાથી મોંઘવારી ભડકે બળશે : આરબીઆઇ | Inflation will flare up due to weak monsoon: RBI



– રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનાં બુલેટિનમાં ડોમેસ્ટિક ગ્રોથ અંગે પણ ચિંતા વ્યક્ત કરાઇ

– અમેરિકા-ઇરાનની શાંતિ સમજૂતી તૂટશે તો નાણાકીય અસ્થિરતાનું જોખમ, રોકાણ ઘટશે, ખાદ્યની સુરક્ષા સામે પડકાર સર્જાશે

– ભૂ-રાજકીય તણાવ, વેપારમાં અવરોધોની ભારત પર અસર થવાની આશંકા

મુંબઇ : નબળું દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ડોમેસ્ટિક ગ્રોથ અને મોંઘવારીનાં અંદાજ માટે મુશ્કેલી ઉભી કરી શકે છે તેમ રિઝર્વ બેંકનાં બુલેટિનમાં સોમવારે જણાવવામાં આવ્યું છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે બીજી તરફ વૈશ્વિક અર્થતંત્રની સ્થિતિ હજુ પણ અનિશ્ચિત બનેલી છે. 

જૂનનાં બુલેટિનમાં અર્થતંત્રની સ્થિતિ પર છપાયેલા એક લેખમાં જણાવવામાં આવ્યું છે કે પશ્ચિમ એશિયામાં તાજેતરની વચગાળાની શાંતિ સમજૂતી છતાં જિયોપોલિટિકલ તંગદિલી અને વેપારમાં અવરોધો બનેલા છે.

આર્ટિકલમાં જણાવવામાં આવ્યું છે કે અમેરિકા-ઇરાનની વચ્ચે વચગાળાની શાંતિ સમજૂતીથી થોડીક રાહત મળ્યા પછી પણ વૈશ્વિક અર્થતંત્રની સ્થિતિ નાજુક બનેલી છે. 

તેમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે જો આ સમજૂતી તૂટશે તો મોંઘવારીમાં વધારો, જરૂરી એનર્જી ઇન્ફ્રાસ્ટ્રકચરમાં અવરોધ, રોકાણ ખર્ચમાં વિલંબ, ફૂડ સિક્યુરિટીની ચિંતાઓ, નાણાકીય સ્થિરતા પર ખરાબ અસર જેવા મોટા જોખમ ફરીથી પેદા થઇ શકે છે. 

મુશ્કેલ વૈશ્વિક વાતાવરણની વચ્ચે ખાનગી ખર્ચ અને ફિકસ્ડ રોકાણનાં જોરે ભારતીય અર્થતંત્ર ૨૦૨૫-૨૬નાં ચોથા કવાર્ટરમાં ૭.૮ ટકાનાં દરે વધ્યું છે. 

શરૂઆતનાં બે મહિનાનાં હાઇ ફ્રિકવન્સી ઇન્ડિકેટર ૨૦૨૬-૨૭માં પણ અર્થતંત્રની ઝડપ બની રહેવાનાં સંકેત આપે છે.  મેમાં વધારો છતાં કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (સીપીઆઇ) આધારિત ફુગાવો અંકુશમાં રહ્યો છે. એફડીઆઇનાં ઇનફ્લો અને પૂરતા વિદેશી મુદ્રા ભંડારનાં જોરે ભારતનું બાહ્ય સેક્ટર મજબૂત બની રહ્યું છે. ભારતીય અર્થતંત્રે આ અનિશ્ચિત વાતાવરણમાં પણ અન્ય દેશોની સરખામણીમાં સારો દેખાવ કર્યો છે અને મજબૂત ફંડામેન્ટલ્સને કારણે તે આંચકા સહન કરી શક્યું છે.

ભારતીય અર્થતંત્ર માટે ખતરાની ઘંટી વાગી

કોર સેક્ટરનો વૃદ્ધિદર મેમાં સાત મહિનાના તળિયે પહોંચી 0.5 ટકા થયો

કોર સેક્ટરમાં કુલ આઠમાંથી પાંચ ઉદ્યોગોમાં નકારાત્મક અને ત્રણમાં જ હકારાત્મક વૃદ્ધિદર જોવાયો

નવી દિલ્હી : ભારતના કોર સેકટરનો વૃદ્ધિદર સાત મહિનાના તળિયે પહોંચતા મેમાં ૦.૫ ટકા થયો છે. જ્યારે એપ્રિલમાં કોર સેક્ટરનો વૃદ્ધિદર ૧.૮ ટકા હતો. કોલસા અને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સમાં જોવા મળેલા નોંધપાત્ર સંકોચનના લીધે આ ઘટાડો જોવા મળ્યો છે, એમ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જારી કરેલા ડેટામાં જણાવાયું હતું. ઇન્ડેક્સમાં ૨૮.૪ ટકા ભારાંક ધરાવતા પેટ્રોલિયમ પ્રોડક્ટ્સમાં વૃદ્ધિદર ૪૨ મહિનાની નીચી સપાટીએ ૮.૭ ટકા છે. જ્યારે કોલસાનું ઉત્પાદન ૧૦ મહિનાની નીચી સપાટી ૯.૩ ટકા નોંધાયું છે. 

બેન્ક ઓફ બરોડાના ચીફ ઇકોનોમિસ્ટ મદન સબનવીસના જણાવ્યા મુજબ કંપનીઓએ વધુને વધુ કાર્યક્ષમ રીતે ઇન્વેન્ટરી સંચાલન પર ધ્યાન કેન્દ્રિત કરતાં કોલસાએ નકારાત્મક વૃદ્ધિ નોંધાવી છે. ગયા વર્ષે મેના ૧.૨ ટકાની તુલનાએ આ વર્ષે નીચી વૃદ્ધિ જોવા મળી છે કારણ કે પ્રતિકૂળ બેઝ ઇફેક્ટના લીધે પેટ્રોલિયમ સેક્ટરના ઉત્પાદનમાં ઘટાડો થયો છે.

આંકડાએ વધુમાં બતાવ્યું છે કે મહિના દરમિયાન આઠમાંથી પાંચ કોર સેક્ટરે ઘટાડો નોંધાવ્યો હતો. ફક્ત સ્ટીલ, સિમેન્ટ અને વીજ ક્ષેત્રએ જ વૃદ્ધિ નોંધાવી હતી. 

ક્રૂડ ઓઇલનું ઉત્પાદન ગયા મહિનાના ૩.૯ ટકાની તુલનાએ ૪.૬ ટકા ઘટયું છે. નેચરલ ગેસનું ઉત્પાદન ત્રણ મહિનાના નીચલા સ્તરે પહોંચીને ૪.૯ ટકા થયું છે. ખાતર ઉત્પાદન ક્ષેત્રે સ્થિતિ હળવી થઈ છે અને એપ્રિલના ૮.૬ ટકા ઘટાડા સામે મેમાં ફક્ત ૦.૯ ટકા ઘટાડો નોંધાયો હતો. 

સબનવીસે જણાવ્યું હતું કે ક્રુડ ઓઇલ, નેચરલ ગેસ અને રિફાઇનરી પ્રોડક્ટ્સના ઉત્પાદનમાં ઘટાડાનુ કારણ ક્રૂડ ઓઇલની મોટાપાયા પર આયાત અને તેના હળવા બનેલા ભાવ છે. નેચરલ ગેસના કિસ્સામાં જોઈએ તો સપ્લાય ચેઇનની તકલીફ દૂર કરવામાં આવતા સ્થાનિક ઉત્પાદનમાં ઘટાડો થયો હતો. આ ઉપરાંત પેટ્રો પ્રોડક્ટ્સની નીચી નિકાસે પણ ઉત્પાદનમાં થયેલા ઘટાડામાં મહત્ત્વનો ફાળો આપ્યો હતો. 

બીજી બાજુએ વીજ ઉત્પાદન વધીને ૨૪ મહિનાની ઊંચી સપાટીએ પહોંચતા મેમાં ૮.૭ ટકા થયુ હતુ, જ્યારે એપ્રિલમાં તે ૫.૬ ટકા હતું. તેનું કારણ ભારે ગરમીના લીધે ઊંચી વીજ માંગ હતી. તેમા પણ પુનઃપ્રાપ્ય ઉર્જાનો હિસ્સો સૌથી વધુ હતો અને કોલસા આધારિત વીજળીનો હિસ્સો સૌથી ઓછો હતો. તેના લીધે ઇલેક્ટ્રિસિટી ઇન્ડેક્સ ઓલટાઇમ હાઈ પર પહોંચતા ૨૩૭.૫ થઈ ગયો હતો. વીજ ક્ષેત્રની તેજીના લીધે કોર સેક્ટરને મેમાં પોઝિટિવ રહેવામાં સફળતા મળી હતી. 

સિમેન્ટ સેક્ટરે ત્રણ મહિનાનો ઊંચો ઉત્પાદન વૃદ્ધિદર ૮.૪ ટકા નોંધાવ્યો હતો. જ્યારે સ્ટીલ સેક્ટરે પાંચ ટકાનો વૃદ્ધિદર નોંધાવ્યો હતો. કોર સેક્ટર ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડકશન (આઇઆઇપી)માં ૪૦ ટકા હિસ્સો ધરાવે છે. બેન્ક ઓફ બરોડાનું માનવું છે કે મેમાં આઇઆઇપી વૃદ્ધિ એકથી ૧.૫ ટકાની વચ્ચે રહેશે.જ્યારે ઇકરાની રેન્જ બેથી ત્રણ ટકાની રહેશે.

ઓક્ટોબર ૨૦૨૫માં ૦.૧ ટકાનું સંકોચન નોંધાવ્યા પછી ઇન્ડેક્સ ઓફ એઇટ કોર ઇન્ડસ્ટ્રીઝ (આઇસીટી)એ  સૌથી ધીમો વિસ્તરણ દર નોંધાવ્યો છે. ક્યુમ્યુલેટિવ ધોરણે જોઈએ તો ઇન્ડેક્સ એપ્રિલથી મે ૨૦૨૬-૨૭ના સમયગાળા દરમિયાન ૦.૧ ટકાના દરે વૃદ્ધિ પામ્યો હતો. મેમાં આઇસીટી ગયા મહિનાના ૧૬૬થી ઉચકાઈને ૧૭૧ થયો હતો. 



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤