મોરબીના હળવદ તાલુકાના જુના દેવળીયામાં હિટ એન્ડ રનની ઘટના બની છે. શાળાએથી ઘરે પરત ફરી રહેલી ૪ વિદ્યાર્થીનીઓને બાઇકસવારે અડફેટે લીધી હતી જેમાં ૧૧ વર્ષીય વિદ્યાર્થિનીનું મોત નીપજ્યુ છે. જ્યારે ૩ ઇજાગ્રસ્ત વિદ્યાર્થિનીઓ સારવાર હેઠળ છે. ઘટનાને પગલે વાલીઓમાં ભારે આક્રોશ છે.
હળવદના જુના દેવળીયામાં હિટ એન્ડ રનની ઘટનામાં એકનું મોત નીપજ્યુ છે. શાળાએથી ઘરે પરત ૯ વિદ્યાર્થિનીઓ ફરી રહી હતી આ સમયે રસ્તા પર પૂરપાટ ઝડપે જતા બાઇકસવારે ૪ વિદ્યાર્થિનીઓને અડફેટે લીધી હતી. જેમાં ૧૧ વર્ષીય વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું હતું. પોલીસ ઘટનાના ૩ કલાક પછી સ્થળ પર આવી હતી. પોલીસે ભોગ બનનાર પરિવારને ધમકાવ્યો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. ઘટનાને પગલે વાલીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ૯માંથી ૪ વિદ્યાર્થિનીઓને બાઇકચાલકે ટક્કર મારી હતી. ઘટનામાં ૧૧ વર્ષીય રોશની ઠાકોરનું મોત થયું છે જ્યારે અન્ય ૩ ઇજાગ્રસ્ત વિદ્યાર્થિનીઓ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પોલીસ ઘટનાના ૩ કલાક પછી સ્થળ પર આવી હતી.
પોલીસે ભોગ બનનાર પરિવારને ધમકાવ્યો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. ઘટનાને પગલે વાલીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. રોષે ભારાયેલા લોકોએ પોલીસ પાસે કડક કાર્યવાહીની માગ કરી છે.




Leave a Comment