નસવાડી અને બોડેલી તાલુકાના ખેડુતો માટે જીવાદોરી સમાન એવી માંડવા બ્રાન્ચ કેનાલમાં, સાતબેડીયા ગામ પાસે, રિપેરીંગના કામ દરમિયાન ભારે બેદરકારી સામે આવી છે. માંડવા બ્રાન્ચ કેનાલના મુખ્ય ગેટમાં લીકેજ હોવાના કારણે પાણીનો બગાડ થઈ રહ્યો છે. આ સમસ્યાના ઉકેલવા માટે કોન્ટ્રાકટરે યોગ્ય રિપેરીંગની પ્રક્રિયા અપનાવવાને બદલે કેનાલની પેરાફિટ(બહારની દિવાલ)ને તોડી નાંખી અને કેનાલની વચ્ચોવચ મોટા પ્રમાણમાં ગ્રેવલ(પથ્થર અને માટી)ભરી દીધેલ છે.
આ પગલાનો હેતુ પાણીના પ્રવાહને સંપુર્ણપણે રોકવાનો હતો. જેથી ગેટમાંથી થતુ લીકેજ બંધ થાય. જોકે આ કામગીરીના કારણે હવે કેનાલમાં પાણીનો પ્રવાહ આગળ વધી રહ્યો નથી. આ પરિસ્થિતિમાં જયારે પણ વરસાદ ખેંચાય અને ખેડુતોને સિંચાઈ માટે પાણીની જર પડે ત્યારે આ ગ્રેવલના ઢગલા પાણીના માર્ગમાં અવરોધ ઉભો કરશે. ત્યારે આ કેનાલ પર નિર્ભર હજારો ખેડુતોની મુશ્કેલી વધી શકે છે. જેના પરિણામે નસવાડી અને બોડેલી તાલુકાના અનેક ગામોના ખેડુતોને આગામી દિવસોમાં સિંચાઈના પાણી માટે વલખા મારવા પડી શકે છે.આ અણધાર્યો નિર્ણય ખેડુતોના ૫ાકને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. જયારે કેનાલના ગેટના રિપેરીંગ માટે વૈકલ્પિક યોગ્ય પદ્ધતિઓ કેમ ન અપનાવવામાં આવી. શુ આ કામગીરી કે પેરાફિટ તોડવાની પરવાનગી લેવામાં આવી હતી. શુ તે નિયમ મુજબ છે…? આ ગ્રેવલ કયારે અને કેવી રીતે દુર કરવામાં આવશે. જેથી ભવિષ્યમાં પાણીનો પ્રવાહ સરળતાથી થઈ શકે. જેવા અનેક પ્રશ્ર્રનો ઉભ થયા છે. કોન્ટ્રાકટર દ્વારા મનફાવે તેમ કામગીરી કરાવવામાં આવી રહી છે. આ મામલે સ્થાનિક ખેડુતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.




Leave a Comment