લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

નસવાડી તા.માં માત્ર ૧૦ મીમી વરસાદથી રાહ જોતા ખેડૂતોને

by

Thenewsdk

Updated: 27-06-2026, 01.07 PM

Follow us:

નસવાડી તા.માં માત્ર ૧૦ મીમી વરસાદથી રાહ જોતા ખેડૂતોને


નસવાડી તાલુકામાં વરસાદ ખેંચાતા ખેડૂતો માટે ખેતી બચાવવાનો મુખ્ય આધાર હવે વીજ પુરવઠો બન્યો છે. જોકે અનિયમિત ખેતી વીજળીના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. નિયમિત વીજ પુરવઠાની માંગ ઉઠી છે.

ખેતીપ્રધાન નસવાડી તાલુકામાં ૧૫ જૂન બાદ માત્ર ૧૦ મીમી વરસાદ નોંધાતા ખેડૂતો ચિંતિત બન્યા છે. હાલ અંદાજે ૪૦ ટકા વિસ્તારમાં વાવેતર થયું છે. પરંતુ વરસાદના અભાવે પાક સુકાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે ખેતી માટે મળતો વીજ પુરવઠો અનિયમિત હોવાથી કપાસ સહિતના પાકને પૂરતું પાણી આપી શકાતું નથી.

સરકારે ખેડૂતોને ૧૦ કલાક વીજ પુરવઠો આપવાની જાહેરાત કરી હોવાની ચર્ચા છે. સ્થાનિક કચેરીમાં તે અંગે કોઈ સત્તાવાર પત્ર ન મળ્યાનું જણાવવામાં આવી રહ્યું છે. ખેડૂતોનું કહેવું છે કે ૧૦ કલાક નહીં તો ઓછામાં ઓછા ૮ કલાક નિયમિત વીજ પુરવઠો મળે.

તો વાવેતર કરેલો પાક બચાવી શકાય. તાલુકાભરમાંથી ખેડૂતો દ્વારા એમજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓને તાત્કાલિક ધ્યાન આપવા માંગ કરવામાં આવી છે. તાલુકામાં કરાયેલું વાવેતર વરસાદ ન પડે અને વીજ પુરવઠો નીયમીત નહી અપાય તો ફેલ થવાના આરે નસવાડી તાલુકામા વરસાદ વહેલો આવશે કરી ખેડૂતો વાવેતર કર્યું પરંતુ વરસાદ માંડ એક ઝાપટું પડ્યું. તેવામાં વીજ કંપનીના ઈજનેરો વીજ મેન્ટેન્સ બાબતે ધ્યાન આપતા નથી. જેને લઈ ખેતી વીજ પાવર સમસ્યાથી ખેડૂતો હેરાન બન્યા છે.

આગામી દિવસોમા ખેતી વીજ પાવર રેગ્યુલર નહીં મળે તો ખેડૂતો હવે વીજ કચેરી ઉપર ઉગ્ર રજૂઆત કરવા ગામે ગામથી આવાનું મન બનાવી રહ્યા છે. ૮ ક્લાક સારી રીતે ખેતી માટે વીજ પાવર આપો નસવાડી તાલુકામા વરસાદ આધારિત ખેતી કરતા ખેડૂતોની પરિસ્થિતિખરાબ છે. પરંતુ વીજ કનેકશન ધરાવતા ખેડૂતોને તો વીજ પાવર સારીરીતે આપો. કપાસનુ વાવેતર કર્યા બાદ હજુ ખેતરો પલડ્યા નથી અનેવરસાદ ખેંચાઈ ગયો છે. હવે અમારે તો ખેતી ફેલ થાય તેવી પરિસ્થિતીછે.

વીજ કંપનીમા પૂછપરછ કરી તો હજુ દસ ક્લાક વિજ પાવર જાહેરકરાયો તે પત્ર નથી આવ્યો. આઠ ક્લાક સારી રીતે ખેતી વીજ પાવર મળેતોય ખેડૂતોને શાંતિ થાય. આ બાબતે ઉચ્ચ ઈજનેરો, નેતાઓએ ધ્યાનઆપવું જોઈએ. વરસાદ પડ્યો હોત તો ખેતી વીજ પાવર સમસ્યા નરહેતી. વરસાદ નથી પડ્યો એટલે અમારે ખેતી વીજ પાવર જોઈએ છે.: – વનરાજસિંહ રાજપરમાર, ખેડૂત, પલાસણી…



Source link

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤