લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

રાજ્યની તમામ સરકારી-અર્ધસરકારી કચેરીઓ, બોર્ડ-કોર્પોરેશનો અને જાહેર ઇમારતોમાં ઊર્જા કાર્યક્ષમતા તેમજ બચત માટે એક વ્યાપક ઝુંબેશ શરૂ

by

Thenewsdk

Updated: 27-06-2026, 03.08 PM

Follow us:

રાજ્યની તમામ સરકારી-અર્ધસરકારી કચેરીઓ, બોર્ડ-કોર્પોરેશનો અને જાહેર ઇમારતોમાં ઊર્જા કાર્યક્ષમતા તેમજ બચત માટે એક વ્યાપક ઝુંબેશ શરૂ


ગ્લોબલ વો‹મગ અને દિન-પ્રતિદિન વધતા જતા તાપમાનને કારણે વીજળીની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે. આ સ્થિતિને પહોંચી વળવા માટે રાજ્યની તમામ સરકારી-અર્ધસરકારી કચેરીઓ, બોર્ડ-કોર્પોરેશનો અને જાહેર ઇમારતોમાં ઊર્જા કાર્યક્ષમતા તેમજ બચત માટે એક વ્યાપક ઝુંબેશ શરૂ થઈ છે. ગુજરાત સરકારના ઊર્જા બચાવો અભિયાન અંતર્ગત ઊર્જા અને પેટ્રોકેમિકલ તેમજ માર્ગ અને મકાન વિભાગ દ્વારા સંયુક્ત રીતે આયોજિત આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય કામકાજની ક્ષમતાને અસર કર્યા વિના બિનજરૂરી વીજ વપરાશ ઘટાડીને નાણાકીય શિસ્ત અને પર્યાવરણીય લક્ષ્યાંકો પ્રાપ્ત કરવાનો છે.

રાજ્ય સરકાર તમામ જાહેર ક્ષેત્રોમાં ઊર્જા કાર્યક્ષમતા, ઊર્જા ઉત્પાદન, ટકાઉ વિકાસ અને ખર્ચ-અસરકારકતાને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે. રાજ્યની સરકારી કચેરીઓ અને વહીવટી ઇમારતો એ સંસ્થાકીય વીજળી વપરાશનો એક મહત્વપૂર્ણ ભાગ છે. જ્યાં કામકાજની ક્ષમતાને અસર કર્યા વિના મોટા પ્રમાણમાં ઊર્જા બચાવી શકાય છે, જેને અનુલક્ષીને રાજ્ય સરકાર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. હવે નવા નિયમો

ઓફિસ સમય પૂર્ણ થયા બાદ, સપ્તાહના અંતે અથવા જાહેર રજાઓના દિવસોમાં તમામ લાઈટ, પંખા, એસી અને કમ્પ્યુટર સિસ્ટમ ફરજિયાત બંધ રહેશે.

જે અધિકારીઓ રજા પર કે ફિલ્ડ ડ્યુટી પર હોય કે ખાલી કેબિનના વીજ ઉપકરણો પણ બંધ રાખવા પડશે

કચેરીના વડાઓએ દૈનિક દેખરેખ રાખવાની રહેશે તેમજ દરેક મોટા વિભાગમાં ‘નોડલ અધિકારી’ ની નિમણૂક થશે.

એસીનું તાપમાન ૨૪ ડિગ્રી સેલ્સીયસ

બીઇઇના નોટિફિકેશન અનુસાર, તમામ સરકારી કચેરીઓમાં એર કન્ડીશનરનું ડિફોલ્ટ ટેમ્પરેચર સેટિંગ ફરજિયાત ૨૪ ડિગ્રી સેલ્સીયસ રાખવાનું રહેશે.

કચેરીના કોરિડોર્સ, મીટિંગ રૂમ, પા‹કગ એરિયા અને શૌચાલયોમાં આપમેળે કામ કરતા ઓકયુ. સેન્સર્સ અને ટાઈમર આધારિત ઓટોમેશન કંટ્રોલ સિસ્ટમ્સ સ્થાપિત થશે.

કચેરી સમય બાદ એટલે કે સાંજે ૬ વાગ્યા પછી વોટર કુલર બંધ કરવા અને સવારે ૯ વાગ્યા પછી જ ચાલુ કરવાની વ્યવસ્થા ગોઠવામાં આવશે.

જાણી લો સરકાર કઈ કઈ રીતે બની રહી છે કડક

સરકારી ઇમારતોમાં જૂની પરંપરાગત લાઈટોને બદલીને વીજળી બચાવતી આધુનિક led લાઈટો આવશે

ભવિષ્યની ખરીદીમાં ૫-સ્ટાર રેટિંગવાળા સાધનોને જ પ્રાથમિકતા અપાશે.

મનપા અને નગરપાલિકાઓમાં સેન્ટ્રલાઇઝ કંટ્રોલ મોનિટરિંગ સિસ્ટમ- મારફતે સ્ટ્રીટ લાઈટો ચાલુ-બંધ થશે

સૂર્યોદય અને સૂર્યાસ્તના ખગોળીય સમય સાથે સેન્ટ્રલ લિંક કરી દરરોજ ૬૦ મિનિટની સીધી વીજ બચત કરાશે.

રાત્રે ૧૨ થી સવારે ૪ વાગ્યા સુધીના ઓછા ટ્રાફિક વાળા સમયે પ્રાયોગિક ધોરણે એકાંતરે પોલની લાઈટો બંધ રખાશે.

હવે સીડીઓ ચઢવાના દિવસો પાછા આવશે. બહુમાળી મકાનોમાં લિફ્ટનો ઉપયોગ ઘટાડી અને સીડીનો ઉપયોગ વધારાશે

દિવસે સૂર્યપ્રકાશ મળતો હોય તો ઓછામાં ઓછી લાઈટોનો વપરાશનો પ્રયત્ન થશે. સરકારી કચેરીઓમાં સોલાર પેનલ સિસ્ટમ લાગી શકે તેવી ખુલ્લી જગ્યા હોય તો પ્રધાન્ય રાજ્ય સરકારના આ આદેશોનો યોગ્ય અમલ થાય, તે માટે દેખરેખનું યોગ્ય માળખું તૈયાર કરવામાં આવ્યું છે. તમામ વિભાગોએ આગામી ૪૫ દિવસની અંદર પોતાનો “ઓફિસ એનર્જી એફિશિયન્સી એક્શન પ્લાન” તૈયાર કરી ગુજરાત ઊર્જા વિકાસ એજન્સી- સબમિટ કરવાનો રહેશે. આ ઉપરાંત ઊર્જા વપરાશ અંગેના ત્રિમાસિક અહેવાલો મોકલવાના અને દર વર્ષે થર્ડ-પાર્ટી એનર્જી ઓડિટર્સ દ્વારા ફરજિયાત ઊર્જા ઓડિટ કરાવવાનું રહેશે. જે કચેરીઓ આ અભિયાનમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરશે તેમને પ્રોત્સાહિત કરી સન્માનિત પણ કરાશે.



Source link

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤