અમદાવાદના સિંગરવામાં કાળજું કંપાવી મૂકે તેવી ઘટના સામે આવી છે. એક યુવતીને તાંત્રિક સાથે પ્રેમ થયો અને પછી તાંત્રિકે લગ્નની ના પાડતાં યુવતીએ પડતું મૂક્યું હોવાનો મામલો સામે આવ્યો છે. ઘટનાની વિગત એવી છે કે અમદાવાદની એક યુવતીને તાંત્રિક સાથે પ્રેમસંબંધ બંધાયો હતો, તાંત્રિક પહેલેથી જ પરિણિત હતો અને પોતે બે સંતાનો પિતા હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ આરોપીએ મહિલાને લગ્નની લાલચ આપી સંબંધ બનાવ્યો હતો, પરંતુ બાદમાં લગ્નની ના પાડી દેતાં યુવતીએ સાતમા માળેથી કૂદી જીવન ટૂંકાવ્યું.
આરોપી ૨૦ જૂને યુવતીને નોકરીના સ્થળેથી સિંગરવા સ્થિત અધિયા ફ્લેટ પર લઈ ગયો હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે. ફ્લેટ નીચે બંને વચ્ચે કોઈ મુદ્દે બોલાચાલી હોવાનો આક્ષેપ થયો છે.
ઘટના પહેલાનો એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યો છે. પરિવારે આક્ષેપ કર્યો છે કે સીસીટીવીમાં આરોપી પહેલાં લિફ્ટથી ઉપર જતો જોવા મળી રહ્યો હતો અને થોડા સમય પછી તે નીચે આવી સ્થળ છોડતો જોવા મળી રહ્યો હતો. આ મામલે ઓઢવ પોલીસે અકસ્માતે મોતનો મામલો નોંધી પરિવારના આક્ષેપોને પણ અનુરૂપ તપાસ શરૂ કરી છે.




Leave a Comment