લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

સંખેડાની ત્રણ પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવમાં સાંસદ જશુભાઈ રાઠવાના હસ્તે બાળકોને પ્રવેશ અપાયો

by

Thenewsdk

Updated: 27-06-2026, 01.09 PM

Follow us:

સંખેડાની ત્રણ પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવમાં સાંસદ જશુભાઈ રાઠવાના હસ્તે બાળકોને પ્રવેશ અપાયો


સંખેડા તાલુકાની પીપળીયા, લાછરસ અને વાસણા પ્રાથમિક શાળામાં ૨૪મા શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

સાંસદ જશુભાઈ રાઠવાના હસ્તે બાલવાટિકા અને ધોરણ ૧ના ભૂલકાઓને કીટ આપી શાળામાં પ્રવેશ અપાવવામાં આવ્યો. આ કાર્યક્રમમાં બાળકો અને વાલીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

પીપળીયા પ્રાથમિક શાળામાં સાંસદે શાળાના ટ્રાન્સપોર્ટેશન વાહનને લીલી ઝંડી આપી શુભારંભ કરાવ્યો હતો. જ્યારે લાછરસ શાળાના સ્થાપના દિન નિમિત્તે સાંસદના હસ્તે કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રવેશોત્સવ કાર્યક્રમમાં જીલ્લા ઉપપ્રમુખ રાયસિંગભાઈ ભીલ, જીલ્લા સદસ્ય છાયાબેન વસાવા, તાલુકા ભાજપ પ્રમુખ જૈમીનભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાજપુત સહિતના અધિકારીઓ, સરપંચો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.



Source link

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤