નસવાડી ટાઉનના કવાંટ રોડ પર છેલ્લા ૧૫ દિવસથી ગટરનું દુષિત પાણી ઉભરાઈ રહ્યું છે. વિસ્તારમાં ભારે દુર્ગંધ ફેલાઈ છે. ગ્રામજનોમાં રોષ છે.
નસવાડી ગ્રામ પંચાયતમાં જાણ કર્યા બાદ પણ કામગીરી પર કોઈ ધ્યાન આપતું નથી. દુષિત પાણીથી વિસ્તારમાં રોગચાળાની દહેશત ઉભી થઈ છે. શાળા જતા બાળકો બીમાર પડી જશે તેવી ભીતિ છે. સરકાર સ્વચ્છતા માટે જાહેરાતો કરે છે. જાહેર રોડ પર ઉભરાતી ગટરો કોઈને કેમ દેખાતી નથી તેવા સવાલો ઉઠ્યા છે. નસવાડી તાલુકામાં શાળા પ્રવેશ ઉત્સવ યોજાયો હતો. નસવાડી-કવાંટનો આ મુખ્ય રોડ છે.
આ જ રોડ પરથી ઉત્સવમાં આવેલા અધિકારીઓ, નેતાઓ પસાર થયા હતા. તેમને જાહેર રોડ પર ઉભરાતી ગટરો કેમ ન દેખાઈ તેવો પ્રશ્ન પણ લોકો કરી રહ્યા છે. જે જગ્યાએ ગટર ઉભરાઈ રહી છે ત્યાંથી પસાર થતા વાહનચાલકો, રાહદારીઓ મોઢા પર માલ મૂકવા મજબૂર બન્યા છે. દુર્ગંધ એટલી તીવ્ર છે. કેટલાક જાગૃત ગ્રામજનોનું કહેવું છે કે, તાલુકાની સરકારી કચેરીમાં બેસી સ્વચ્છતાની વાતો કરતા અધિકારીઓ એકવાર નસવાડી-કવાંટ રોડ પર આવી જુએ તો લોકોની હાલત સમજાય. વિસ્તારમાંથી માંગ ઉઠી છે કે નસવાડી ગ્રામ પંચાયતના તલાટી, સરપંચ, સભ્યો તાત્કાલિક સ્થળ મુલાકાત કરે અને ગટર સફાઈ કરાવે તે જરી છે.
શાળા જતા બાળકો દુષિત પાણી માંથી જવા મજબુર છે. નસવાડી ગ્રામ પંચાયત મા અંદરો અંદર કકળાટ ભલે હોય પરંતુ જાહેર રોડ ઉપર ઉભરાઈ રહેલ ગટર ના દુષિત પાણી બાળકો ગ્રામજનો ને બીમાર પાડશે. સરપંચ તલાટી બ આવી સ્થળ મુલાકાત લઈ કામગીરી કરાવી જોઈએ. માથું ફાટી જાય એવી દુર્ગંધ મારતા પાણી માંથી સૌ પસાર થાય છે. બેન્ક આંગણે આ સ્થિતિ છે. સ્વછતા ની વાતો કરતા અધિકારી ઓ એકવાર આ બાબતે પણ ધ્યાન આપો તો સા. :- નોફિલ મેમણ, સ્થાનિક વકીલ નસવાડી….




Leave a Comment