લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

બોડેલીના ઉંચાપાણમાં નિર્માણધિન કોન્ટ્રાકટરને ગેરકાયદેસર રીતે સરકારી જમીનમાં માટી ખોદકામ કરતા રૂ.૨.૯૭ લાખનો દંડ

by

Thenewsdk

Updated: 29-06-2026, 11.47 AM

Follow us:

બોડેલીના ઉંચાપાણમાં નિર્માણધિન કોન્ટ્રાકટરને ગેરકાયદેસર રીતે સરકારી જમીનમાં માટી ખોદકામ કરતા રૂ.૨.૯૭ લાખનો દંડ


બોડેલી તાલુકાના ઉંચાપાણ ગામે એક નિર્માણધિન હોસ્ટેલના કોન્ટ્રાકટરને સરકારી જમીનમાંથી ગેરકાયદેસર રીતે માટી ખોદીને તેનો ઉપયોગ કરવા બદલ ખાણ-ખનીજ વિભાગ દ્વારા રૂ.૨.૯૭ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ મામલે સરપંચની ભુમિકાની તપાસ તાલુકા વિકાસ અધિકારી કરી રહ્યા છે.

સર્વ શિક્ષા અભિયાન દ્વારા બોડેલી તાલુકાના ઉંચાપાણ ગામે ૩ કરોડ ૫૦ લાખના ખર્ચે એક બોયઝ હોસ્ટેલ બનાવવા માટે મા‚તિ ક્ધસ્ટ્રકશનને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો. આ નિર્માણ કાર્ય દરમિયાન કોન્ટ્રાકટરે ગામની ગૈચર જમીનમાંથી કોઈપણ સરકારી તંત્રની મંજુર વગર ગેરકાયદેસર રીતે માટી ખોદી કાઢી હતી. અને તેનો ઉપયોગ હોસ્ટેલના બિલ્ડિંગના નિર્માણમાં કર્યો હતો. જેની જાણ ગ્રામજનોને થતાં આ ગેરકાયદેસર પ્રવૃત્તિની જાણ સરપંચ અને કોન્ટ્રમકટર વિરુદ્ધ મુખ્યમંત્રી સુધી રજુઆત કરતા આ રજુઆતના પગલે મુખ્યમંત્રીએ સમગ્ર મામલાની તપાસના આદેશો આપ્યા હતા. આ તપાસના ભાગ‚પે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ ઉંચાપાણ ગામે પહોંચ્યા હતા. અને સમગ્ર બાબતને લઈ તપાસ હાથ ધરી હતી. તપાસમાં ગેરરિતી જણાઈ આવતા ખાણ ખનીજ વિભાગે કોન્ટ્રાકટરને ‚.૨.૯૭ લાખનો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત સરકારી જમીનમાંથી માટી કાઢવા માટે છુટ આપવા અને ઠરાવો કરી આપવા બદલ સરપંચ સામે બોડેલી તાલુકા વિકાસ અધિકારીએ તપાસ શ‚ કરી છે. હવે સરપંચ સામે શુ પગલા લેવાય છે તે જોવાનુ રહ્યુ…



Source link

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤