લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

Vadodara: લાંચ કેસમાં માંજલપુર પોલીસ સ્ટેશનના PSI અને ASI સસ્પેન્ડ, ભ્રષ્ટાચારીઓ પર તવાઈ

by

Thenewsdk

Updated: 29-06-2026, 11.25 PM

Follow us:

Vadodara: લાંચ કેસમાં માંજલપુર પોલીસ સ્ટેશનના PSI અને ASI સસ્પેન્ડ, ભ્રષ્ટાચારીઓ પર તવાઈ



અમિત ઠાકોર, વડોદરા
પોલીસ તંત્રમાં શિસ્ત અને પ્રમાણિકતાના દાવાઓ વચ્ચે વડોદરાના માંજલપુર પોલીસ સ્ટેશનમાંથી સામે આવેલા લાંચકાંડને પગલે પોલીસ વિભાગમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ફરિયાદીને હેરાન-પરેશાન કરીને લાંચની માંગણી કરનાર PSI મલ્લિકા પરમાર અને ASI જયકિશન ગામેતી સામે પોલીસ કમિશનરે આકરી કાર્યવાહી કરતા બંનેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે. જેને લઈ પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે. 
શું હતો સમગ્ર મામલો?પ્રાપ્ત વિગતો અનુસાર, માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI મલ્લિકા પરમાર અને ASI જયકિશન ગામેતી પર એક ફરિયાદીને ખોટી રીતે હેરાન કરવાનો આરોપ છે. ફરિયાદી પાસેથી કામ પતાવવાના બદલામાં 25 હજાર રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી. આ લાંચની રકમને લઈને લાંબા સમયથી ખેંચતાણ ચાલતી હતી.
ટ્રેપ અને ધરપકડભ્રષ્ટાચાર વિરોધી અભિયાનના ભાગરૂપે ફરિયાદીએ કરેલી ફરિયાદના આધારે એસીબી  દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન, 10 હજાર રૂપિયાની લાંચ લેતા ASI જયકિશન ગામેતીને રંગે હાથે ઝડપી લેવામાં આવ્યો હતો. આ ઘટના બાદ પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી.
PSI મલ્લિકા પરમાર ભૂગર્ભમાંલાંચકાંડમાં પોતાના સહયોગી ASI ની ધરપકડ બાદ અને પોતાની સંડોવણી બહાર આવતા PSI મલ્લિકા પરમાર ધરપકડના ડરથી ભૂગર્ભમાં ઉતરી ગયા છે. હાલમાં પોલીસ તેમની શોધખોળ કરી રહી છે. આ ઘટનાએ ફરી એકવાર પોલીસ વિભાગની છબી ખરડાઈ છે, જેને સુધારવા માટે પોલીસ કમિશનર દ્વારા આ કડક પગલું ભરવામાં આવ્યું છે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/Facebook: https://www.facebook.com/tv13gujarati/ Youtube: https://www.youtube.com/@tv13gujaratidigitalTwitter : https://x.com/tv13gujaratiInstagram : https://instagram.com/tv13gujaratilinkedin : https://www.linkedin.com/company/9095…WhatsApp Channel :  https: //whatsapp.com/channel/0029Va5h5lFLikgFQ1gJxZ2U WhatsApp Group :  https://chat.whatsapp.com/L1eF5HL2qu51EIqrPVyoHB



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.