મૌલિક ઉપાધ્યાય, અમદાવાદ
ભગવાન જગન્નાથની આગામી 149મી રથયાત્રાને અનુલક્ષીને અમદાવાદ શહેર પોલીસ દ્વારા અત્યારથી જ સુરક્ષા વ્યવસ્થાને લઈને અભૂતપૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શહેરની શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આ વર્ષે પોલીસે સુરક્ષા કવચમાં આધુનિક ટેકનોલૉજીનો સમન્વય કર્યો છે. આ અંતર્ગત રથયાત્રાના સમગ્ર રૂટ પર 100થી વધુ ઈલેક્ટ્રિક વાહનો (EV બાઇક) દ્વારા પોલીસ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે.
આધુનિક ટેકનોલૉજી સાથે સુરક્ષાની કવાયતરથયાત્રાના સંવેદનશીલ વિસ્તારો અને મુખ્ય માર્ગો પર પોલીસની હાજરી વધુ અસરકારક બને તે માટે આ વર્ષે પરંપરાગત પેટ્રોલિંગની સાથે ‘ગ્રીન અને સ્માર્ટ’ પોલીસિંગ પર ભાર મૂકવામાં આવ્યો છે. જેસીપી (સેક્ટર-1) નીરજ બડગુજર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ડીસીપી સ્તરના અધિકારીઓએ રૂટ પર ખુદ પેટ્રોલિંગ કરીને સુરક્ષા વ્યવસ્થાનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું.
પોલીસ પેટ્રોલિંગના મુખ્ય મુદ્દાઓ100થી વધુ EV બાઇક દ્વારા રથયાત્રાના સમગ્ર રૂટ પર સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી દરેક ગલી અને મુખ્ય માર્ગ પર ચાંપતી નજર રાખી શકાય. રથયાત્રાના સંવેદનશીલ રૂટ પર પોલીસ જવાનોનો ખાસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે, જે દરેક ગતિવિધિ પર નજર રાખી રહ્યા છે. રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે હેતુથી પોલીસે અત્યારથી જ આ આધુનિક કવાયત હાથ ધરીને ગુનાખોરી અને અસામાજિક તત્વો પર અંકુશ મેળવવાની તૈયારી કરી લીધી છે. જેસીપી નીરજ બડગુજરે સ્થળ પર જઈને સુરક્ષાની સમીક્ષા કરી હતી અને જરૂરી સૂચનાઓ આપી હતી, જેથી સુરક્ષા વ્યવસ્થામાં કોઈ પણ પ્રકારની કમી ન રહી જાય. પોલીસ તંત્રની આ સજ્જતા ભક્તોમાં પણ સુરક્ષાની લાગણી જન્માવી રહી છે. રથયાત્રા દરમિયાન કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ સંપૂર્ણપણે કટિબદ્ધ છે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/Facebook: https://www.facebook.com/tv13gujarati/ Youtube: https://www.youtube.com/@tv13gujaratidigitalTwitter : https://x.com/tv13gujaratiInstagram : https://instagram.com/tv13gujaratilinkedin : https://www.linkedin.com/company/9095…WhatsApp Channel : https: //whatsapp.com/channel/0029Va5h5lFLikgFQ1gJxZ2U WhatsApp Group : https://chat.whatsapp.com/L1eF5HL2qu51EIqrPVyoHB
Source link
મારું ગુજરાત
Ahmedabad: 149મી રથયાત્રાની સુરક્ષા માટે પોલીસ સજ્જ, 100થી વધુ EV બાઈક દ્વારા રૂટ પર સઘન પેટ્રોલિંગ


Leave a Comment