લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

1.77 crore fraud under the guise of weight loss medicine, cyber police bust call center in Gurugram

by

Thenewsdk

Updated: 30-06-2026, 01.53 PM

Follow us:

1.77 crore fraud under the guise of weight loss medicine, cyber police bust call center in Gurugram



સુરત સાયબર ક્રાઈમ પોલીસે વજન ઘટાડવાની દવાના નામે દેશભરમાં આચરવામાં આવતા કરોડોના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. ‘Curest Science & Wellness Pvt. Ltd.’ નામની નકલી કંપની બનાવી ફેક વેબસાઇટ અને સોશિયલ મીડિયા પર લોભામણી જાહેરાતો દ્વારા મહિલાઓને નિશાન બનાવતી આ ગેંગે 1.77 કરોડથી વધુની છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. સુરત પોલીસની ટીમે ગુરુગ્રામમાં દરોડા પાડી 100 થી 150 ટેલીકોલર્સ સાથે ચાલતા આ કોલ સેન્ટરનો ભાંડો ફોડ્યો છે, જેમાં સંડોવાયેલા મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

આ રીતે ચાલતું હતું ઠગાઈનું નેટવર્ક

આ ગેંગ અત્યંત આયોજનબદ્ધ રીતે કામ કરતી હતી. આરોપી હેના ‘તન્વી શર્મા’ બનીને, નિશા કુમારી ‘પ્રિયા ગુપ્તા’ના નામે અને અસરલાન ‘ડૉ. એમ. કે. ખન્ના’ તથા ‘ડૉ. આકાશ મલ્હોત્રા’ બનીને ફોન પર ભોગ બનનાર મહિલાઓનો વિશ્વાસ જીતતા હતા. જ્યારે મોહમ્મદ હુસનૈ ઉર્ફે રાહુલ રાજ અને ઓમ પ્રકાશ રજાક કુરિયર બોય બનીને રોકડ રકમની ઉઘરાણી કરતા હતા. પોલીસની તપાસમાં એવી આશંકા સેવાઈ રહી છે કે આ ગેંગે છેલ્લા 4 વર્ષમાં દેશભરમાં આશરે 75 થી 80 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી છે, જે સાયબર જગતમાં મોટો ખુલાસો છે.

પોલીસની મોટી કાર્યવાહી અને ફરાર આરોપીઓની શોધખોળ

સુરત પોલીસે અત્યાર સુધીમાં 4 આરોપીઓની ધરપકડ કરી છે. આ રેકેટના મુખ્ય સૂત્રધારો પૈકી અમિત ગૌરવ અને પંકજ શર્મા જેઓ કંપનીના ડિરેક્ટર છે, તેમજ મેનેજર દીપક અને ડૉક્ટર બનીને ફરતા અસરલાન હાલ ફરાર છે. પોલીસ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તેમની સઘન શોધખોળ શરૂ કરવામાં આવી છે. સાયબર પોલીસે આ સાથે જ સામાન્ય નાગરિકોને અપીલ કરી છે કે તેઓ આવી લોભામણી જાહેરાતો અને ઓનલાઇન મેડિકલ સ્કીમથી સાવચેત રહે અને કોઈપણ શંકાસ્પદ વ્યવહાર કરતા પહેલા તપાસ કરી લે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤