લોડ થઈ રહ્યું છે...
--:--:--

લાઇફ સ્ટાઇલ

Womens Health Women with PCOS should include these foods in their breakfast | Gujarat News

by

Thenewsdk

Updated: 30-06-2026, 04.34 PM

Follow us:

Womens Health Women with PCOS should include these foods in their breakfast | Gujarat News


આજે સ્ત્રીઓમાં PCOS (પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ) ખૂબ જ સામાન્ય અને ગંભીર સમસ્યા બની ગઈ છે. આજના સમયમાં આપણી જીવનશૈલી અને આહાર (Diet) તેને નિયંત્રિત કરવામાં સૌથી મુખ્ય ભૂમિકા ભજવે છે. PCOS ના કારણે મહિલાઓમાં વજન વધવું, હોર્મોનલ અસંતુલન અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ જેવી તકલીફો જોવા મળે છે. જો તમે PCOS ને કંટ્રોલ કરવા માંગો છો, તો તેની શરૂઆત સવારના આ હેલ્ધી નાસ્તાથી કરો. આ ખોરાક તમારા બ્લડ સુગરના સ્તર નિયંત્રણમાં રાખશએ અને તમને દિવસભર એનર્જેટિક રાખશે. PCOS-ફ્રેન્ડલી નાસ્તાના વિકલ્પો છે, જેને તમે રસોડામાં સરળતાથી બનાવી શકો છો.

મહિલાઓ માટે PCOSની સમસ્યા માટે બેસ્ટ નાસ્તા

ઓટ્સ અને ચણાના લોટના ચીલા : 

આપણે સામાન્ય રીતે સવારના નાસ્તામાં પોહા કે ઉપમા ખાવાનું પસંદ કરીએ છીએ, પરંતુ તેમાં કાર્બોહાઇડ્રેટ્સનું પ્રમાણ વધુ હોય છે, જે PCOS માં બ્લડ શુગરનું લેવલ બગાડી શકે છે. તેના બદલે ચણાનો લોટ અને ઓટ્સના ચીલા બેસ્ટ ઓપ્શન છે. ચણાના લોટ અને ઓટ્સમાં ભરપૂર માત્રામાં પ્રોટીન અને ફાઇબર હોય છે, જે શરીરને ધીમે-ધીમે એનર્જી આપે છે.

બનાવવાની રીત:  ઓટ્સને મિક્સરમાં પીસી લો. તેમાં થોડો ચણાનો લોટ, સ્વાદ અનુસાર મીઠું, મનપસંદ સમારેલા શાકભાજી (જેમ કે ડુંગળી, ટામેટાં, કેપ્સિકમ) અને લીલા મરચાં ઉમેરી ખીરું તૈયાર કરો. નોન-સ્ટીક તવા પર થોડું ઓલિવ ઓઇલ અથવા ગાયનું ઘી લગાવીને તેને બંને બાજુથી શેકી લો. આ નાસ્તો લાંબા સમય સુધી પેટ ભરેલું રાખશે અને ક્રેવિંગ્સ (ભૂખ) ઓછી કરશે.

દેશી ટ્વિસ્ટ: મગની દાળના ઇડલી અથવા ઢોસા  : 

સામાન્ય ચોખાના ઢોસા કે ઇડલીનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ (Glycemic Index) ખૂબ ઊંચો હોય છે, જે PCOS ધરાવતી મહિલાઓ માટે ગુણકારી નથી. તેથી, ચોખાના બદલે મગની દાળનો ઉપયોગ કરવો જોઈએ. તે શા માટે ખાસ છે? મગની દાળ A complex કાર્બોહાઇડ્રેટ્સ અને પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છે, જે શરીરમાં ઇન્સ્યુલિનનું સ્તર અચાનક વધવા દેતું નથી.

બનાવવાની રીત: મગની દાળને (ફોતરા વાળી કે મોગર) આખી રાત પાણીમાં પલાળી રાખો. સવારે તેને આદુ, લીલા મરચાં અને સહેજ પાણી ઉમેરીને મિક્સરમાં સ્મૂધ પીસી લો. આ ખીરામાંથી તમે ગરમાગરમ સોફ્ટ ઇડલી અથવા ક્રિસ્પી ઢોસા બનાવી શકો છો. તેને પૌષ્ટિક નારિયેળની ચટણી સાથે સર્વ કરો.

આ પણ વાંચો : Protein Powder at Home: બજારનો મોંઘો પાવડર છોડો, ઘરે જ બનાવો નેચરલ પ્રોટીન પાવડર

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )



Source link

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤