લોડ થઈ રહ્યું છે...
--:--:--

દેશ-વિદેશ

Himachal Pradesh: વરસાદનું આગમન થતા જ શિમલામાં લેન્ડસ્લાઇડ, મંડી નેશનલ હાઇવે બંધ

by

Thenewsdk

Updated: 01-07-2026, 01.41 PM

Follow us:

Himachal Pradesh: વરસાદનું આગમન થતા જ શિમલામાં લેન્ડસ્લાઇડ, મંડી નેશનલ હાઇવે બંધ


હિમાચલ પ્રદેશમાં દક્ષિણપશ્ચિમ ચોમાસાના આગમન સાથે હવામાને તેની અસર દર્શાવવાનું શરૂ કરી દીધું છે. રાજધાની શિમલામાં ભારે વરસાદને કારણે લેન્ડ સ્લાઇડ થઇ હોવાનું સામે આવ્યુ છે. કાટમાળ નીચે ધસી આવતા વાહનવ્યવહારને અસર પહોંચી હતી. બંને તરફ વાહનોની લાંબી કતાર જોવા મળી.વહીવટીતંત્રએ ટ્રાફિકને વૈકલ્પિક માર્ગ તરફ વાળ્યો છે જ્યારે જાહેર બાંધકામ વિભાગ (PWD) એ કાટમાળ દૂર કરવા માટે JCB મશીનો સ્થળ પર મોકલ્યા છે.

30 જૂને ભારે વરસાદથી 45 રસ્તા બંધ 

હિમાચલ પ્રદેશ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ જણાવ્યું હતું કે 30 જૂને વરસાદને કારણે 45 રસ્તા બંધ કરવામાં આવ્યા હતા. સૌથી વધુ મંડીમાં (28 રસ્તા) બંધ થયા હતા, ત્યારબાદ કુલ્લુ (12), ઉના (2) અને લાહૌલ-સ્પિતિ (1)નો ક્રમ આવે છે. જોકે, ત્યારથી મોટાભાગના રસ્તાઓ પુનઃસ્થાપિત કરવામાં આવ્યા છે. વધુમાં, વરસાદને કારણે 84 ટ્રાન્સફોર્મર બંધ કરવામાં આવ્યા છે.

ટેમ્પો ભૂસ્ખલનનો ભોગ બન્યો

વરસાદને કારણે અચાનક થયેલા ભૂસ્ખલમાં એક ટેમ્પો ફસાઈ ગયો હતો. સદનસીબે કોઈ જાનહાનિ કે ગંભીર નુકસાનના અહેવાલ નથી. રસ્તો બંધ થવાને કારણે ઘણા મુસાફરોને પગપાળા તેમના ગંતવ્ય સ્થાન પર જવું પડ્યું.

મંડી-કાંગરા મુસાફરો માટે રૂટ ડાયવર્ટ કરાયો 

ટ્રાફિક ખોરવાયા બાદ મંડી અને કાંગરા જતા વાહનોને બાલુગંજ રૂટ દ્વારા ડાયવર્ટ કરવામાં આવ્યા છે. ટ્રાફિક વ્યવસ્થા કરવા માટે પોલીસ અને સ્થાનિક વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને કાટમાળને સાફ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી.

પહેલા વરસાદમાં જ ભૂસ્ખલન શરૂ 

બુધવારે ચોમાસાનું સત્તાવાર રીતે હિમાચલ પ્રદેશમાં આગમન થયું, જેના પહેલા જ દિવસે અનેક જિલ્લાઓમાં નોંધપાત્ર વરસાદ પડ્યો. સતત વરસાદને કારણે પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન અને રસ્તાઓ બંધ થઈ ગયા છે, જેના કારણે લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે.

આગામી બે દિવસમાં ભારે વરસાદની ચેતવણી

હવામાન વિભાગે આગામી બે દિવસ હિમાચલ પ્રદેશના ઘણા ભાગોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. રહેવાસીઓ અને પ્રવાસીઓને બિનજરૂરી મુસાફરી ટાળવા અને નદીઓ, નાળાઓ અને ભૂસ્ખલનથી પ્રભાવિત વિસ્તારોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. વહીવટીતંત્ર ભૂસ્ખલન માટે સંવેદનશીલ વિસ્તારોનું નિરીક્ષણ કરી રહ્યું છે, અને રાહત અને બચાવ ટીમોને કોઈપણ કટોકટીની પરિસ્થિતિઓને સંભાળવા માટે સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.



Source link

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤