શેરબજારમાં બુધવારનો દિવસ અદાણી ગ્રૂપના રોકાણકારો માટે ખૂબ જ લાભદાયી રહ્યો. અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (APSEZ)ના શેરમાં જોરદાર તેજી જોવા મળી અને શેર 2.76 ટકાના વધારા સાથે ₹1,860.20ના 52 સપ્તાહના નવા ઉચ્ચ સ્તરે પહોંચ્યો. છેલ્લા એક વર્ષમાં શેરે 28 ટકાથી વધુ અને છેલ્લા ત્રણ મહિનામાં આશરે 42 ટકાનું વળતર આપ્યું છે.
TIL સાથે કરી મોટી ડીલ
આ તેજીનું મુખ્ય કારણ કંપનીએ વિશ્વની અગ્રણી શિપિંગ કંપની MSCની કન્ટેનર ટર્મિનલ યુનિટ TiL સાથે કરેલી અંદાજે ₹13,225 કરોડની મોટી ડીલ છે. આ કરાર હેઠળ TiL અદાણી વિઝિંજમ પોર્ટ પ્રાઇવેટ લિમિટેડ (AVPPL)માં 49 ટકા હિસ્સેદારી ખરીદશે. આ સોદા બાદ વિઝિંજમ પોર્ટની કુલ એન્ટરપ્રાઇઝ વેલ્યૂ આશરે 2.85 અબજ ડોલર આંકવામાં આવી છે. જોકે, આ સોદો નિયમનકારી મંજૂરી મળ્યા બાદ અમલમાં આવશે.
વિઝિંજમ પોર્ટની કન્ટેનર હેન્ડલિંગ ક્ષમતામાં વધારો કરવાની યોજના
કંપની વિઝિંજમ પોર્ટની કન્ટેનર હેન્ડલિંગ ક્ષમતામાં પણ નોંધપાત્ર વધારો કરવાની યોજના પર કામ કરી રહી છે. હાલની 16 લાખ TEU ક્ષમતાને ડિસેમ્બર 2028 સુધીમાં વધારીને 57 લાખ TEU સુધી પહોંચાડવાનો લક્ષ્ય છે. ક્ષમતા વધ્યા બાદ બાંગ્લાદેશ સહિતના ટ્રાન્સશિપમેન્ટ કાર્ગો ટ્રાફિકનો મોટો હિસ્સો આ પોર્ટ તરફ વળી શકે તેવી સંભાવના છે.
માત્ર 18 મહિનામાં વિઝિંજમ પોર્ટે બનાવ્યો નવો રેકોર્ડ
તમને જણાવી દઈએ કે માત્ર 18 મહિનામાં જ વિઝિંજમ પોર્ટે રેકોર્ડ બનાવ્યો છે. ડિસેમ્બર 2024માં શરૂ થયેલા વિઝિંજમ પોર્ટે તેની કામગીરીના માત્ર 18 મહિનામાં જ 20 લાખ (2 મિલિયન) થી વધુ TEUs કન્ટેનર હેન્ડલ કરીને એક નવો રેકોર્ડ બનાવ્યો છે. હાલમાં આ પોર્ટની ક્ષમતા 16 લાખ TEUs છે, જેને વર્ષ 2028 સુધીમાં 3.5 ગણી વધારીને 57 લાખ TEUs કરવાનું આયોજન છે.
આ પણ વાંચો : Microsoft માં ફરી છટણીના એંધાણ: 5,000 કર્મચારીઓ પર જોખમ!
ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.
Leave a Comment