લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

IIT Gandhinagar Develops India’s First Indigenous Liquid Cooling Tech | Gujarat News

by

Thenewsdk

Updated: 01-07-2026, 05.32 PM

Follow us:

IIT Gandhinagar Develops India’s First Indigenous Liquid Cooling Tech | Gujarat News


ભારતીય પ્રૌદ્યોગિક સંસ્થાન (IIT)ગાંધીનગરની એક સંશોધન ટીમે EV બેટરી થર્મલ મેનેજમેન્ટ,AI ડેટા સેન્ટર્સ, રેલવે અને હાઈ-પર્ફોર્મન્સ ઈલેક્ટ્રોનિક્સ માટે ભારતની પ્રથમ સ્વદેશી લિક્વિડ કુલિંગ ટેકનોલોજી વિકસાવવા બદલ 20 લાખની સીડ ગ્રાન્ટ જીતી છે. આ સિદ્ધિ MATRIx 2026 (મટિરિયલ્સ રિસર્ચ, ઈનોવેશન એન્ડ એન્ટરપ્રેન્યોરશિપ એક્સ્પો)માં પ્રાપ્ત થઈ છે.જેનું આયોજન ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેટલ્સ (IIM) દ્વારા કરવામાં આવ્યું હતું.

વિદેશી આયાત પરની નિર્ભરતા ઘટશે

એડવાન્સ્ડ ચિલ ટેક (Advanced Chill Tech)નામનો આ આવિષ્કાર લિક્વિડ કોલ્ડ પ્લેટ્સના નિર્માણમાં ક્રાંતિકારી બદલાવ લાવશે.પરંપરાગત વેક્યૂમ બ્રેઝિંગ પદ્ધતિની તુલનામાં આ ફ્રિક્શન સ્ટિર ચેનલિંગ (FSC) પ્રક્રિયા પર આધારિત સિંગલ-સ્ટેપ ટેકનોલોજી છે.જે એક જ મેટલ પ્લેટમાં આંતરિક કુલિંગ ચેનલ્સ બનાવે છે. આનાથી ખર્ચ ઘટે છે અને સામગ્રીને નુકસાન ઓછું થાય છે. હવે વિદેશી આયાત પરની નિર્ભરતા ઘટશે.

સંશોધન ટીમે ભારતીય પેટન્ટ દાખલ કરી દીધી

આઈઆઈટી ગાંધીનગરના મટિરિયલ્સ એન્જિનિયરિંગ વિભાગના એસોસિયેટ પ્રોફેસર ડો.અમિત અરોરાએ જણાવ્યું કે, બ્રેઝિંગની સફળતાનો દર માત્ર 40થી 60% છે અને તેમાં લીકેજનું જોખમ રહેલું હોય છે.જે ઇલેક્ટ્રિકલ અને થર્મલ અકસ્માતોનું કારણ બની શકે છે.અમારી FSC ટેકનોલોજી એક સોલિડ-સ્ટેટ પ્રક્રિયા છે.જેમાં સામગ્રી ઓગળતી નથી, જેના કારણે મજબૂત અને લીક-પ્રૂફ કોલ્ડ પ્લેટ મળે છે. સંશોધન ટીમે ભારતીય પેટન્ટ દાખલ કરી દીધી છે અને ટેકનોલોજી રેડીનેસ લેવલ (TRL)7 પ્રાપ્ત કરી લીધું છે. 

ગ્રાન્ટનો ઉપયોગ કરવાની યોજના બનાવી

આ પ્રોટોટાઇપ્સ 35 બાર (bar)થી વધુ દબાણ સહન કરવામાં સફળ રહ્યા છે.ટીમમાં ડો.અમિત અરોરાની સાથે ફાઈનલ યરની પીએચડી વિદ્યાર્થિની પ્રાચી શર્મા અને રિઝવાન કુરેશી સામેલ છે.આ ટેકનોલોજી AI ડેટા સેન્ટર્સની વધતી જતી કુલિંગ જરૂરિયાતો, EV બેટરી સેફ્ટી, હાઈ-સ્પીડ રેલવે (IGBT કુલિંગ) અને ડિફેન્સ-એરોસ્પેસ ક્ષેત્રો માટે અત્યંત મહત્વની છે. તેનાથી મેન્યુફેક્ચરિંગનો સમય, ઉર્જાનો વપરાશ અને કાર્બન ઉત્સર્જન પણ ઘટશે.ટીમે ‘મેક ઇન ઇન્ડિયા’ અને આત્મનિર્ભર ભારતને મજબૂત બનાવતા આ પ્રોજેક્ટને લેબથી બજાર સુધી લઈ જવા માટે આ ગ્રાન્ટનો ઉપયોગ કરવાની યોજના બનાવી છે. 

આ પણ વાંચોઃ Sandesh Digital Explainer : માત્ર મેરેજ સર્ટિફિકેટ હિન્દુ લગ્નને કાયદેસર બનાવતું નથી? જાણો અન્ય ધર્મોમાં લગ્નનો આધાર શું છે



Source link

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤