લોડ થઈ રહ્યું છે...
--:--:--

એન્ટરટેઇનમેન્ટ

BARC TRP Ratings BARCs big decision on the weekly ratings of TV shows uproar in the industry | Gujarat News

by

Thenewsdk

Updated: 02-07-2026, 02.27 PM

Follow us:

BARC TRP Ratings BARCs big decision on the weekly ratings of TV shows uproar in the industry | Gujarat News


ટેલિવિઝન જગત અને મનોરંજન ઉદ્યોગમાંથી આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (BARC) દ્વારા હવે જનરલ એન્ટરટેઈનમેન્ટ ચેનલ (GEC) એટલે કે ટીવી સિરિયલોના સાપ્તાહિક TRP (ટેલિવિઝન રેટિંગ પોઇન્ટ) જાહેર કરવાનું બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયના કારણે “અનુપમા” અને “વસુધા” જેવા અનેક લોકપ્રિય શોના સાપ્તાહિક રેટિંગ્સ હવે જોવા મળશે નહીં.

BARC દ્વારા એડવાઇઝરી જારી: નવી નીતિ લાગુ

માહિતી અને પ્રસારણ મંત્રાલયના કડક નિર્દેશો બાદ BARC દ્વારા એક મહત્વપૂર્ણ એડવાઇઝરી જારી કરવામાં આવી છે. આ નવી પોલિસી હેઠળ તમામ ટીવી શોના TRP રેટિંગના પ્રકાશન પર આગામી આદેશ સુધી તાત્કાલિક અસરથી પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ નિર્ણયના કારણે દર ગુરુવારે સવારે 11 વાગ્યે જાહેર થતો પરંપરાગત TRP ડેટા હવેથી રિલીઝ કરવામાં આવશે નહીં.

સુપરહિટ શો માટે આ નિર્ણય મોટો ઝટકો

અત્યાર સુધી ટીવી ચેનલો અને સિરિયલો વચ્ચે દર્શકોના દિલ જીતીને નંબર વન પોઝિશન પર આવવા માટે ભારે કટોકટીભરી સ્પર્ધા ચાલતી હતી. સાપ્તાહિક TRP બંધ થતાં આ રેસનો પણ અંત આવશે. જે શો ઓછી ટીઆરપીના કારણે બંધ થવાના આરે પહોંચી જતા હતા, તેમને હવે મોટી રાહત મળશે. સતત ટોપ પર રહેતી મોટી ચેનલો અને સુપરહિટ શો માટે આ નિર્ણય એક બહુ મોટો ઝાટકો સાબિત થઈ શકે છે.

એડવર્ટાઇઝિંગ માર્કેટમાં મચશે ખળભળાટ

આ ઐતિહાસિક નિર્ણયની સૌથી મોટી અને સીધી અસર ટીવી ઇન્ડસ્ટ્રીના બિઝનેસ મોડલ અને એડવર્ટાઇઝિંગ માર્કેટ પર પડવાની પૂરેપૂરી સંભાવના છે. અત્યાર સુધી બ્રાન્ડ્સ અને મોટી કંપનીઓ જે-તે શોના સાપ્તાહિક TRP રેટિંગ્સ જોઈને કરોડો રૂપિયાની જાહેરાતો આપતી હતી. ચોક્કસ ડેટાના અભાવે હવે ઘણી કંપનીઓ ટીવીને બદલે અન્ય ડિજિટલ પ્લેટફોર્મ અથવા મીડિયમ તરફ પોતાની જાહેરાતો ડાયવર્ટ કરી શકે છે, જે ટીવી ઉદ્યોગની કમાણીમાં મોટો ફેરફાર લાવી શકે છે.

આ પણ વાંચો : Best Food For Health: વાળથી હૃદય સુધીના અનેક ફાયદાઓ માટે અઠવાડિયામાં બેવાર આ વસ્તુનું સેવન કરો



Source link

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤