લોડ થઈ રહ્યું છે...
--:--:--

લાઇફ સ્ટાઇલ

Health Tips Do you have the habit of using your mobile phone late at night Be careful there is a risk of mini-stroke | Gujarat News

by

Thenewsdk

Updated: 01-07-2026, 02.47 PM

Follow us:

Health Tips Do you have the habit of using your mobile phone late at night Be careful there is a risk of mini-stroke | Gujarat News


આજના ડિજિટલ યુગમાં આપણી રાતો બદલાઈ ગઈ છે. ઓફિસનું કામ પત્યા પછી પણ મોડી રાત સુધી પથારીમાં ઈમેઈલ ચેક કરવા, રીલ્સ સ્ક્રોલ કરવી કે વેબ સિરીઝ જોવી એ એક સામાન્ય લાઈફસ્ટાઈલ બની ગઈ છે. ખાસ કરીને યુવા પ્રોફેશનલ્સમાં આ ટ્રેન્ડ ખૂબ વધી રહ્યો છે. પરંતુ, શું તમે જાણો છો કે તમારી આ આદત માત્ર થાક જ નહીં, પણ ‘મિની-સ્ટ્રોક’ (Mini-Stroke) જેવી જીવલેણ બીમારીને પણ આમંત્રણ આપી રહી છે? ન્યુરોલોજીસ્ટ્સે આ બાબતે ગંભીર ચેતવણી આપી છે.

શું છે આ ‘મિની-સ્ટ્રોક’?

યુવાનોમાં મોબાઈલના ચક્કરમાં મોડે સુધી જાગવાની આદત જોવા મળે છે. પરંતુ સામાન્ય લાગતી આ આદત મિની સ્ટ્રોકનું જોખમ વધારે છે. તબીબી ભાષામાં તેને Transient Ischemic Attack (TIA – ક્ષણિક ઇસ્કેમિક હુમલો) કહેવામાં આવે છે. જ્યારે મગજના કોઈ ભાગમાં લોહીનો પ્રવાહ થોડા સમય માટે અટકી જાય છે, ત્યારે મિની-સ્ટ્રોક આવે છે. આના લક્ષણો ભલે થોડી મિનિટોમાં ગાયબ થઈ જાય, પણ તેને હળવાશથી લેવાની ભૂલ ભારે પડી શકે છે. રિપોર્ટ અનુસાર, મિની-સ્ટ્રોકનો ભોગ બનનારા ૩ માંથી ૧ વ્યક્તિને ભવિષ્યમાં મોટો સ્ટ્રોક આવે છે, જેમાંથી અડધા કેસ તો એક જ વર્ષની અંદર જોવા મળે છે.

અપૂરતી ઊંઘ અને મિની-સ્ટ્રોક વચ્ચે જાણો કનેક્શન

ન્યુરોલોજીસ્ટ્સના જણાવ્યા મુજબ, ઊંઘનો અભાવ ન્યુરોલોજીકલ અને હાર્ટ પ્રોબ્લેમ્સનું મુખ્ય કારણ બની રહ્યો છે. જયારે તમે સતત ઓછી ઊંઘ લો છો, ત્યારે શરીરમાં કેટલાક નકારાત્મક ફેરફારો થાય છે. મોડે સુધી જાગવાથી સ્ટ્રેસ હોર્મોન્સ (Cortisol) નું સ્તર ઝડપથી વધે છે, બ્લડ પ્રેશર (BP) અનિયંત્રિત થાય છે અને રક્તવાહિનીઓમાં સોજો (Inflammation) આવે છે અને મેટાબોલિઝમ બગડે છે.  રિસર્ચ પ્રમાણે, લાંબા સમય સુધી ઓછી ઊંઘ લેવાથી હાઈ બ્લડ પ્રેશર, ઓબેસિટી (સ્થૂળતા), ડાયાબિટીસ અને હૃદય રોગનું જોખમ વધે છે જે સ્ટ્રોકના મુખ્ય કારણો છે.

મિની-સ્ટ્રોક, શરીરમાં દેખાશે આ લક્ષણો

જો તમને કે તમારી આસપાસ કોઈને નીચેનામાંથી કોઈ પણ લક્ષણ થોડી મિનિટો માટે પણ દેખાય, તો તરત એલર્ટ થઈ જાઓ. શરીરના કોઈ એક ભાગ અથવા હાથ-પગમાં સુન્નતા આવી જવી. ચહેરાની એક બાજુનું સ્નાયુ નબળું પડી જવું અથવા ઝૂકી જવું. અચાનક જીભ થોથવાવી કે સામેવાળાની વાત સમજવામાં મૂંઝવણ થવી. અથવા તો અચાનક આંખે ઝાંખું દેખાવું કે અંધારા આવી જવા. તેમજ અચાનક માથું ભમવું અને શરીરનું સંતુલન ગુમાવવું. આ લક્ષણો દેખાય તો ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરવો.

નિષ્ણાતનો અભિપ્રાય

નિષ્ણાતોના મતે, ઊંઘ એ શરીર માટે માત્ર ‘આરામ’ નથી, પણ રક્તવાહિનીઓને રિપેર કરવાનો સમય છે. રોજ ૭ થી ૮ કલાકની ગાઢ ઊંઘ લો અને સૂવાના ૧ કલાક પહેલા મોબાઈલ સ્ક્રીનથી અંતર બનાવી લો. તબિયતમાં સહેજ પણ ગરબડ જણાય તો સ્કીન કે ન્યુરો સ્પેશિયાલિસ્ટનો તુરંત સંપર્ક કરો.

આ પણ વાંચો : Homemade Neem Face Wash:કેમિકલ યુક્ત ફેસવોશને કહો અલવિદા! ઘરે બનાવો લીમડાનું કુદરતી ફેસવોશ

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )



Source link

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤