લોડ થઈ રહ્યું છે...
--:--:--

લાઇફ સ્ટાઇલ

Beauty Tips Magical homemade face pack for glowing skin will have a magical effect on the face | Gujarat News

by

Thenewsdk

Updated: 01-07-2026, 02.25 PM

Follow us:

Beauty Tips Magical homemade face pack for glowing skin will have a magical effect on the face | Gujarat News


આજની ભાગદોડ ભરી જિંદગી, ધૂળ-માટી, તડકો અને સ્ટ્રેસની સૌથી પહેલી અસર આપણી ત્વચા પર પડે છે. આનાથી બચવા માટે લોકો મોંઘા બ્યુટી પ્રોડક્ટ્સ પાછળ હજારો રૂપિયા ખર્ચી નાખે છે, પણ પરિણામ? શૂન્ય! દેખાય છે. તમારી ત્વચા નિસ્તેજ અને ચહેરાની ચમક પાછી લાવવા બ્યુટી પાર્લર કે મોંઘી ટ્રીટમેન્ટ કરાવવાની જરૂર નથી. રસોડાની વસ્તુઓ જ ચહેરાની સુદંરતા વધારશે. કોફીમાં ફક્ત બે વસ્તુઓ ઉમેરી ફેસપેક બનાવી ચહેરા પર લગાવો. આ પેકથી ચહેરા પર જાદુઈ અસર થશે. જાણો કોફીમાંથી બનતા હોમમેડ ફેસપેક કેવી રીતે બનાવવો અને તેના ફાયદા.

ઇન્સ્ટન્ટ ગ્લો માટે ટ્રાય કરો આ હોમમેડ પેક

સુંદર અને આકર્ષક દેખાવા ચહેરો સૌથી મહત્વનો છે. સવારે અરીસામાં જોતાં જ જો તમને તમારો ચહેરો ડલ અને બેજાન દેખાતા ચહેરા પર ચિંતાના વાદળ છવાઈ જાય છે. ગ્લોઇંગ ચહેરાની ટ્રીટમેન્ટનો અસલી ઈલાજ તમારા રસોડામાં જ છુપાયેલો છે. કોફી, ચણાનો લોટ અને દહીં—આ ત્રણ વસ્તુઓથી બનેલો ફેસપેક આજકાલ ઇન્ટરનેટ પર ખૂબ ટ્રેન્ડ કરી રહ્યો છે. તે ત્વચાને અંદરથી સાફ કરીને ગણતરીની મિનિટોમાં કુદરતી ચમક આપે છે.

કોફીનો હોમમેડ ફેસપેક બનાવવાની રીત

રસોડામાં મોટાભાગના દરેક ઘરોમાં કોફી હોય છે. કોફીનો હોમમેડ ફેસ પેક બનાવવા તમારે કોફી પાવડર ૧ ચમચી, ચણાનો લોટ ૨ ચમચી અને તાજું દહીં ૧ ચમચી લેવાનું રહેશે. હવે એક સ્વચ્છ વાટકીમાં કોફી, ચણાનો લોટ અને દહીં લો. ત્રણેય સામગ્રીને બરાબર મિક્સ કરીને એક સ્મૂધ પેસ્ટ બનાવી લો. એ બાબતનું જરૂર ધ્યાન રાખો કે ધ્યાન રાખો કે પેસ્ટ બહુ પાતળી કે બહુ જાડી ન હોવી જોઈએ, જેથી તે ચહેરા પર સરળતાથી ટકી રહે.

ચહેરા પર એપ્લાય કરો હોમમેડ કોફી ફેસપેક

  • સ્ટેપ ૧: સૌથી પહેલા ચહેરાને સ્વચ્છ પાણીથી ધોઈ લો અને કોરો કરી લો.
  • સ્ટેપ ૨: હવે આ પેસ્ટને તમારા ચહેરા અને ગરદન પર સરખી રીતે લગાવો.
  • સ્ટેપ ૩: તેને ૧૦ થી ૧૫ મિનિટ માટે સુકાવા દો.
  • સ્ટેપ ૧: ત્યારબાદ, હળવા હાથે ગોળાકાર (Circular) મોશનમાં મસાજ કરતાં કરતાં ચહેરો પાણીથી ધોઈ લો.
  • સ્ટેપ ૫: ચહેરો લૂછ્યા પછી સારું મોઇશ્ચરાઇઝર લગાવવાનું ભૂલતા નહીં.

હોમમેડ કોફી ફેસપેકના અદ્ભુત ફાયદા

ઘરે રસોડાની સામગ્રીમાંથી બનતા કોફી ફેસપેકના જબરજસ્ત ફાયદા છે. સૌ પહેલા તો તમારા પૈસાની મોટી બચત કરે છે. બ્યુટી પાર્લરમાં જયાં 1000થી વધુ રૂપિયા આપી તમે બ્યુટી ટ્રીટમેન્ટ કરાવો છો ત્યાં ફક્ત 50 રૂપિયામાં બનતો ફેસપેક મોટી બચત કરે છે. આ ઉપરાંત કોફી અને ચણાનો લોટ જેવા ઘટકો ડીપ ક્લીન્સિંગ ત્વચાની ગંદકી અને વધારાનું તેલ (Oil) દૂર કરે છે. આ પેકમાં ઉપયોગમાં લેવામાં આવેલ દહીં નેચરલ મોઇશ્ચરાઇઝરનું કામ કરે છે. તે ત્વચાને હાઇડ્રેટ કરીને સોફ્ટ અને ગ્લોઇંગ બનાવે છે. કોફી સાથે આ વસ્તુઓનું મિશ્રણ ઇન્સ્ટન્ટ ગ્લો આપે છે. ટેનિંગ દૂર કરીને ચહેરા પર ગણતરીની મિનિટોમાં તાજગી લાવે છે.

આ પણ વાંચો : Child Health Care: બાળકોનું ટિફિન પેક કરતી વખતે ના કરો આ ભૂલો, બીમારીથી બચશે



Source link

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤