લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

Gujarat Weather : રાજ્યમાં આગામી ત્રણ કલાકમાં ભારે વરસાદની આગાહી, 12 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર | Gujarat News

by

Thenewsdk

Updated: 03-07-2026, 04.12 PM

Follow us:

Gujarat Weather : રાજ્યમાં આગામી ત્રણ કલાકમાં ભારે વરસાદની આગાહી, 12 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર | Gujarat News


રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું વિધિવત રીતે પહોંચી ગયું છે. હવામાન વિભાગના તાજા બુલેટિન અનુસાર, મેઘરાજાની સવારી હવે જામનગર અને દ્વારકા સુધી પણ પહોંચી ગઈ છે. હાલમાં સમગ્ર ગુજરાતમાં ચોમાસાના આગળ વધવા માટે સાનુકૂળ અને અતિ ઉત્તમ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે. ગઈકાલે જૂનાગઢ અને આજે વલસાડ જિલ્લામાં બારે મેંઘ ખાંગા થયા છે. બીજી બાજુ હવામાન વિભાગે આગામી બેથી ત્રણ કલાકમાં રાજ્યના 12 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે.  

રાજ્યના આ વિસ્તારોમાં રેડ અને ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આણંદ, દાદરા નગર હવેલી, દમણ, ડાંગ, દીવ, ગીર સોમનાથ, જૂનાગઢ, ખેડા, નવસારી, સૂરત, તાપી અને વલસાડમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે અમદાવાદ, અમરેલી, અરાવલ્લી, ભરૂચ, ભાવનગર, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ગાંધીનગર, મહેસાણા, મહીસાગર, નર્મદા, પંચમહાલ, રાજકોટ, સાબરકાંઠા,સુરેન્દ્રનગર અને વડોદરામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. હવામાન વિભાગે આગામી બેથી ત્રણ કલાકમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે.  

ગુજરાત તરફ ચોમાસુ આગળ વધ્યું

ભારતીય હવામાન વિભાગ ના જણાવ્યા અનુસાર, દેશભરમાં ચોમાસાની ગતિ ખૂબ જ તીવ્ર બની છે. ચોમાસું ઉત્તર અરબી સમુદ્રના કેટલાક ભાગો, ગુજરાતના બાકીના વિસ્તારો તેમજ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને હરિયાણાના કેટલાક વધારાના વિસ્તારો તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. સત્તાવાર અહેવાલ મુજબ, ચોમાસાની રેખા આજે જામનગર ઉપરાંત ઉદયપુર, અજમેર, ઝુનઝુનુ, હિસાર અને ભટિંડા સુધી પહોંચી ગઈ છે, જે દેશભરમાં સાર્વત્રિક મેઘમહેરના સંકેત આપે છે.

આ પણ વાંચોઃ Monsoon 2026 : મેઘરાજાની હવે સત્તાવાર એન્ટ્રી, જામનગર-દ્વારકા સુધી પહોંચ્યું ચોમાસું, હવે આટલો જ ભાગ રહ્યો બાકી



Source link

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤