લોડ થઈ રહ્યું છે...
--:--:--

એન્ટરટેઇનમેન્ટ

Amitabh Bachchan and Ajay Devgns luxurious bungalow flooded in heavy rains in Mumbai questions raised on BMCs performance | Gujarat News

by

Thenewsdk

Updated: 03-07-2026, 04.40 PM

Follow us:

Amitabh Bachchan and Ajay Devgns luxurious bungalow flooded in heavy rains in Mumbai questions raised on BMCs performance | Gujarat News


મુંબઈમાં પડેલા વિનાશક વરસાદે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત કરવાની સાથે-સાથે બોલીવુડ સ્ટાર્સની મુશ્કેલીઓ પણ વધારી દીધી છે. હાલમાં સોશિયલ મીડિયા પર મુંબઈના વરસાદના અનેક વીડિયો અને તસવીરો વાયરલ થઈ રહ્યા છે, જેમાં રસ્તાઓ દરિયામાં ફેરવાયેલા જોઈ શકાય છે. આ આફતમાંથી બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન અને સિંઘમ અજય દેવગનના વૈભવી બંગલા પણ બચી શક્યા નથી. બંને સ્ટાર્સના ઘરની બહાર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયાના દ્રશ્યો સામે આવ્યા છે.

https://www.instagram.com/reel/DaQERuQMfDn/?utm_source=ig_embed&ig_rid=AYjErkZHu83-EWdgtK7kIex

અમિતાભ બચ્ચનના ‘જનક’ અને અજય દેવગનના ‘શિવશક્તિ’ બહાર ભરાયા પાણી

એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરે બિગ બીના જુહુ સ્થિત આલીશાન બંગલા “જનક” ની બહારનો એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે કરોડો રૂપિયાની કિંમત ધરાવતો આ વૈભવી બંગલો વરસાદી પાણીથી ઘેરાઈ ગયો છે અને બહાર મૂકેલા ફૂલોના કુંડા પણ અડધાથી વધુ પાણીમાં ડૂબી ગયા છે. વીડિયો રેકોર્ડ કરનાર વ્યક્તિએ જણાવ્યું કે, “તમે જાતે જોઈ શકો છો કે મુંબઈના ભારે વરસાદની અસર એટલી ગંભીર છે કે કરોડો રૂપિયાની સેલિબ્રિટી પ્રોપર્ટીઝ પણ પાણી-પાણી થઈ ગઈ છે.” અમિતાભ બચ્ચનના બંગલા ઉપરાંત, અભિનેતા અજય દેવગનના ઘર ‘શિવશક્તિ’ ની બહાર પણ આવી જ સ્થિતિ જોવા મળી હતી. ભારે વરસાદને કારણે રસ્તા પરથી વહેતું પાણી તેમના ઘરના પ્રવેશદ્વાર સુધી પહોંચી ગયું હતું.

ગંભીર સ્થિતિને પગલે રવિવારનું ‘દર્શન’ મુલતવી રહેવાની શક્યતા

નોંધનીય છે કે અમિતાભ બચ્ચનના જુહુ સ્થિત બંગલાની બહાર પાણી ભરાવાની આ પહેલી ઘટના નથી. પરંતુ આ વખતે વરસાદી આફત એવા સમયે આવી છે જ્યારે બિગ બીના રવિવારના પરંપરાગત ‘દર્શન’ કાર્યક્રમને ગણતરીના દિવસો જ બાકી છે. જો મુંબઈમાં આગામી દિવસોમાં પણ આ જ રીતે અવિરત વરસાદ ચાલુ રહેશે, તો સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમિતાભ બચ્ચન તેમનો આ રવિવારનો ફેન્સ મીટિંગ પ્રોગ્રામ મુલતવી રાખે તેવી પૂરેપૂરી શક્યતા છે.

BMCની કામગીરી પર ઉઠ્યા સવાલો, યુઝર્સે ગુસ્સો ઠાલવ્યો

આ તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ નેટીઝન્સે એશિયાના સૌથી ધનિક મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો મુંબઈના સૌથી પોશ વિસ્તારમાં રહેતા અને સૌથી વધુ ટેક્સ ચૂકવતા સેલિબ્રિટીઝના ઘરની આ હાલત હોય, તો સામાન્ય લોકોની શું દશા થતી હશે! એક યુઝરે કમેન્ટ કરતા લખ્યું કે, “દેશના સૌથી મોટા કરદાતાઓમાંના એક એવા અમિતાભ બચ્ચનના ઘર નજીક આવી સ્થિતિ સર્જાય, તે મુંબઈની ડ્રેનેજ સિસ્ટમ પર ગંભીર પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું કરે છે.”

આ પણ વાંચો : Taarak Mehta ફેમ શૈલેષ લોઢાએ પોતાની દીકરીના લગ્નમાં કર્યો જોરદાર ડાન્સ, સિંગિંગથી પણ જમાવી મહેફિલ!





Source link

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤