લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

Rajkot News: Crime Branch Registers GUJCTOC Against Firoz Firiya Gang | Gujarat News

by

Thenewsdk

Updated: 03-07-2026, 07.25 PM

Follow us:

Rajkot News: Crime Branch Registers GUJCTOC Against Firoz Firiya Gang | Gujarat News


રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવા માટે ક્રાઇમ બ્રાન્ચે વધુ એક સપાટો બોલાવ્યો છે. રાજકોટ શહેરમાં સંગઠિત ગુનાખોરી આચરતી વધુ એક ગેંગ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ કમિશનરની સૂચનાથી ક્રાઇમ બ્રાન્ચે સૌરાષ્ટ્રભરમાં કુખ્યાત એવા દારૂના સપ્લાયર ફિરોઝ ઉર્ફે ફિરીયા સંઘી સહિત તેની ગેંગના કુલ 20 સાગરીતો સામે ગુજસીટોકનો ગુનો નોંધી કાયદાનું ભાન કરાવ્યું છે.

હત્યાની કોશિશ અને આર્મ્સ એક્ટ સહિતના ગંભીર ગુનાઓની યાદી

આ ગેંગ માત્ર દારૂની હેરાફેરી પૂરતી મર્યાદિત ન હતી, પરંતુ શહેરમાં આતંક ફેલાવવાનું અને સંગઠિત ગુનાઓ કરવાનું કામ કરતી હતી. ફિરોઝ સંઘી અને તેની ગેંગ સામે પ્રોહિબિશન, હત્યાની કોશિશ, તેમજ આર્મ્સ એક્ટ જેવા અનેક ગંભીર ગુનાઓ અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા છે. આ ગેંગ સંગઠિત થઈને આખું ગુનાહિત સામ્રાજ્ય ચલાવતી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

20 આરોપીઓમાંથી 10ની ધરપકડ

ગુજસીટોક હેઠળ ગુનો દાખલ થતાં જ પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને રેડ શરૂ કરી હતા. આ કેસમાં કુલ 20 આરોપીઓ વિરુદ્ધ નામજોગ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાંથી પોલીસે અત્યાર સુધીમાં 10 સાગરીતોની ધરપકડ કરી લીધી છે. અન્ય 6 આરોપીઓ અગાઉથી જ અલગ-અલગ ગુનાઓમાં જેલના સળિયા પાછળ ધકેલાયેલા છે, જ્યારે આ ટોળકીના અન્ય 4 સભ્યો હજુ પોલીસ પકડથી દૂર છે, જેમને પકડવા માટે ચક્રો ગતિમાન કરાયા છે.

મુખ્ય સૂત્રધાર ફિરોઝ ફિરીયા સામે 20 વર્ષમાં 35 ગુના નોંધાયા

ગેંગનો મુખ્ય સૂત્રધાર ફિરોઝ ઉર્ફે ફિરીયો સંઘી સૌરાષ્ટ્રભરમાં મોટા પાયે વિદેશી દારૂનો સપ્લાય કરવાનું નેટવર્ક ચલાવતો હતો. તાજેતરમાં જ તેની દારૂના એક મોટા કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. જો ફિરોઝના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો, છેલ્લા 20 વર્ષમાં તેની સામે પ્રોહિબીશનના 35 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે અને અસામાજિક પ્રવૃત્તિઓના કારણે પોલીસ દ્વારા તેના પર 7 વખત પાસા હેઠળ કાર્યવાહી કરીને જેલમાં મોકલવામાં આવ્યો છે.

વર્ષભરમાં ક્રાઇમ બ્રાન્ચનો સપાટો: 9 ગેંગના 109 આરોપીઓ જેલ ભેગા

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુનેગારો સામે આકરી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. છેલ્લા માત્ર એક વર્ષના ટૂંકા ગાળામાં જ ક્રાઇમ બ્રાન્ચે આવી 9 સંગઠિત ગુનાહિત ગેંગ વિરુદ્ધ ગુજસીટોક સહિતની કડક કલમો હેઠળ ગાળિયો કસ્યો છે. આ 9 ગેંગના અત્યાર સુધીમાં કુલ 109 જેટલા હિસ્ટ્રીશીટર અને માથાભારે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે, જેનાથી ગુનાહિત તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

આ પણ વાંચો – Jam Khambhaliya હત્યા કેસમાં મોટો વળાંક: પોલીસે હત્યારાને સાથે રાખી ઘટનાસ્થળે કરાવ્યું રી-કન્સ્ટ્રક્શન



Source link

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤