કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નાના ભાઈ ગેંગસ્ટર અનમોલ બિશ્નોઈએ મુંબઈની એક સ્પેશિયલ કોર્ટમાં અરજી આપીને 2024 માં સલમાન ખાનના ઘર પર થયેલા ફાયરિંગ કેસમાં સરેન્ડર કરવાની પરવાનગી માંગી છે. તેણે પોતાની અરજીમાં જણાવ્યું છે કે કાનૂની કાર્યવાહીમાં સામેલ થવા અને નિષ્પક્ષ સુનાવણી સુનિશ્ચિત કરવા માટે આવું કરવું જરૂરી છે.
સલમાન ખાન ફાયરિંગ કેસમાં અનમોલ બિશ્નોઈ કરવા માગે છે સરેન્ડર
અનમોલ બિશ્નોઈએ પોતાની અરજીમાં કહ્યું છે કે તે મુંબઈ કોર્ટની સામે સ્વેચ્છાએ સરેન્ડર કરવા માગે છે જેથી નિષ્પક્ષ સુનાવણી અને ન્યાયના હિતમાં ચાલી રહેલા ટ્રાયલનો સામનો કરી શકે અને ન્યાયિક કાર્યવાહીમાં સામેલ થઈ શકે. અનમોલ બિશ્નોઈ અત્યારે દિલ્હીની તિહાડ જેલમાં બંધ છે. તેને નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એટલે કે NIA એ તેના મોટા ભાઈ લોરેન્સ બિશ્નોઈના સિન્ડિકેટ સાથે જોડાયેલા કથિત ટેરર-ગેંગસ્ટર નેક્સસના મામલામાં ધરપકડ કરી હતી.
જેલમાંથી કોર્ટમાં હાજરી માટે પ્રોડક્શન વોરંટની કરી અપીલ
અનમોલે અરજીમાં આગળ લખ્યું છે, ભલે તે NIA ના મામલામાં પહેલાથી જ ન્યાયિક કસ્ટડીમાં છે, પરંતુ જ્યાં સુધી પ્રોપર નિર્દેશ જાહેર કરવામાં ન આવે, ત્યાં સુધી તે મુંબઈ કોર્ટની સામે ફિઝિકલી હાજર થઈ શકે નહીં. તેથી, તેણે જેલ સત્તાવાળાઓ માટે પ્રોડક્શન વોરંટની માગણી કરી છે જેથી તેના સરેન્ડરને ઔપચારિક રીતે નોંધવામાં આવી શકે અને યોગ્ય રિમાન્ડની કાર્યવાહી કરી શકાય.
શું છે સમગ્ર મામલો?
આ મામલો 14 એપ્રિલ 2024 નો છે, સવારે મુંબઈના બાંદ્રા વિસ્તારમાં સુપરસ્ટાર સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટ્સની બહાર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. મોટરસાઇકલ પર સવાર બે હુમલાખોરોએ કથિત રીતે ગોળીબાર કર્યો અને પછી ભાગી ગયા હતા. બાદમાં મુંબઈ પોલીસે મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો અને આરોપ લગાવ્યો કે આ હુમલો બિશ્નોઈ નેટવર્કના કહેવાથી કરવામાં આવ્યો હતો. આ પછી પોલીસે એક્શન લેતા લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈને નવેમ્બર 2025 માં અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવ્યો હતો અને ભારત પહોંચતા જ NIA એ કથિત ટેરર-ગેંગસ્ટર નેટવર્કની તપાસના સિલસિલામાં તેની ધરપકડ કરી લીધી હતી.
આ પણ વાંચો-Ramayan : 4000 કરોડની રામાયણનો સીન થયો લીક, ધનુષ સાથે જોવા મળ્યા રણબીર કપૂર, ફેન્સે કહ્યું- આ શું મજાક છે?
Leave a Comment